Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 13:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તોપણ તું તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નખોરને ગણકારતો નહિ; કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારી પરીક્ષા કરે છે કે તમે તમારા ખરા અંત:કરણથી ને ખરા જીવથી યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહિ તે જણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તો પણ તમે તે સંદેશવાહકના શબ્દો કે તે સ્વપ્નદષ્ટાની વાત પર ધ્યાન આપશો નહિ. તમારા ઈશ્વર પ્રભુ તેના દ્વારા તમારી ક્સોટી કરે છે કે તમે તમારા ઈશ્વર પ્રભુ પર તમારા પૂરા દયથી અને સાચા મનથી પ્રેમ રાખો છો કે નહિ તે જણાઈ આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તોપણ તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નદ્રષ્ટાને સાંભળશો નહિ, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમારી કસોટી કરે છે કે, તમે તમારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહિ તે જણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તો પ્રબોધક કે સ્વપ્નદૃષ્ટાનું સાંભળશો નહિ, તમાંરા દેવ યહોવા તમાંરી કસોટી કરીને એ જાણવા ઈચ્છે છે કે, તમે તેમના પર મન અને શ્રદ્ધાથી પ્રેમભાવ રાખો છો કે કેમ,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 13:3
21 Iomraidhean Croise  

આથી ઈશ્વરભક્તે તેની સાથે પછા જઈને તેના ઘરમાં રોટલી ખાધી ને પાણી પીધું.


તેમનાં સાક્ષ્ય પાળનારાઓને ધન્ય છે; તેઓ પૂર્ણ હ્રદયથી તેમને શોધે છે.


કેમ કે, હે ઈશ્વર, તમે અમને પારખ્યા છે; જેમ રૂપું કસાય છે તેમ તમે અમને કસ્યા છે.


સંકટમાં તેં પોકાર કર્યો, એટલે મેં તને છોડાવ્યો; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તને ઉત્તર આપ્યો; મરીબાનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. (સેલાહ)


અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ; કેમ કે ઈશ્વર એ માટે આવ્યા છે કે તે તમારી પરીક્ષા કરે, ને તેમનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો, ”


‘શિક્ષણ તથા સાક્ષીની પાસે [જઈએ] !’ જ્યારે તેમને માટે સૂર્યોદય ખચીત થવાનો નથી, ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે.


કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊઠશે, ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે, જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવશે.


થેસ્સાલોનિકાના લોકો કરતાં તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને, એ વાતો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્‍ત્રનું શોધન કરતા હતા.


કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલૂમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે.


હું આજ્ઞાની રૂએ નહિ, પણ બીજાઓની ઝંખનાને ધોરણે તમારા પ્રેમનું પારખું કરવાને આ કહું છું.


જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનરા તથા આમતેમ ફરનારા ન થઈએ


અને યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા અંત:કરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રેમ કર.


જેમણે અરણ્યમાં માન્‍ના કે જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી તારું પોષણ કર્યું, એ માટે કે તે તને નમાવે ને આખરે તારું ભલું કરવા માટે તે તારું પારખું કરે.


અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઇચ્છા છે કે નહિ તે જાણવા માટે તારું પારખું કરવાને યહોવા તારા ઈશ્વરે આ ચાળીસ વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ.


જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ, પણ અધર્મમાં આનંદ માન્યો, તે સર્વને દોષિત ઠરાવવાને માટે


તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].


વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વર પાસેથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ. કેમ કે જગતમાં જૂઠાં પ્રબોધકો ઘણાં નીકળ્યા છે.


બાળકો, તમે ઈશ્વરનાં છો, ને તમે તેઓને જીત્યા છે; કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મહાન છે.


શ્વાપદની સમક્ષ જે ચમત્કારો કરવાનો [અધિકાર] તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાંઓને તે ભમાવે છે. અને પૃથ્વી પર રહેનારાઓને તે કહે છે, “જે શ્વાપદ તરવારથી ઘાયલ થયું હતું. છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો.”


જેથી જેમ તેઓના પિતૃઓ યહોવાએ બતાવેલા માર્ગે ચાલતા હતા, તેમ ઇઝરાયલ એ માર્ગે ચાલશે કે કેમ તેની તેઓ વડે હું પરીક્ષા કરું.”


તો હવે, મારા મુરબ્બી રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં, જો મારી વિરુદ્ધ તમને ઉશ્કેરનાર તે યહોવા હોય, તો તે એક અર્પણનો અંગીકાર કરો, પણ જો તે મનુષ્યપુત્રો હોય, તો તે યહોવાની આગળ શાપિત થાઓ; કેમ કે જા, અન્ય દેવોની સેવા કર, એમ કહીને, હું યહોવાના વતનનો ભાગીદાર ન રહું એ મતલબથી તેઓએ મને આજે હાંકી કાઢ્યો છે,


Lean sinn:

Sanasan


Sanasan