Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 13:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ને જે વિષે તું જાણતો નથી એવાં અન્ય દેવદેવીઓ વિષે તે એમ કહે, ‘ચાલો, આપણે તેઓની પાછળ ચાલીએ, ને આપણે તેઓની સેવા કરીએ, ’ ને [તેના ટેકામાં] તે તને કોઈ ચિહ્ન કે ચમત્કાર બતાવવાનું કહે, ને તેના કહ્યા પ્રમાણે ચિહ્ન કે ચમત્કાર થાય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 અને કોઈ અજાયબ ઘટના કે ચમત્કાર વિષે આગાહી કરે અને તેની આગાહી સાચી પડે અને એ પરથી તે તમને તમારાથી અજાણ્યાં અન્ય દેવદેવીઓને અનુસરવા અને તેમની પૂજા કરવા સમજાવે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જો કદાચ તેણે તમને કહેલા ચિહ્ન કે ચમત્કાર થાય અને જો તમને તે કહે “ચાલો આપણે અન્ય દેવદેવીઓની પૂજા કરીએ જેને તમે જાણતા નથી અને ચાલો આપણે તેમની સેવા કરીએ,”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 કદાચ તેણે કરેલી આગાહી સાચી પણ પડે, અને જો તમને તે કહે ‘આવો, આપણે અન્ય પ્રજાના દેવોનું પૂજન કરીએ.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 13:2
16 Iomraidhean Croise  

તે જ દિવસે તેણે ચિહ્‍ન આપીને કહ્યું “યહોવાએ જે ચિહ્‍ન આપ્યું છે તે આ છે: જો, વેદી ફાટી જશે, ને તે પરની રાખ વેરાઈ જશે.”


જાનવરની સાથે જે કોઈ કુકર્મ કરે તે નક્કી માર્યો જાય.


અને મિસરના જાદુગરોએ તેમના મંત્રતંત્રથી તે પ્રમાણે કર્યું. અને યહોવાના કહ્યા પ્રમાણે ફારુનનું હઠીલું થયું, ને તેણે તેઓનું માન્યું નહિ.


યહોવા કહે છે, જુઓ, જેઓ ખોટાં સ્વપ્નો પ્રગટ કરીને બોલે છે, ને પોતાની જૂઠી વાતોથી તથા ખાલી બડાઈ મારીને મારા લોકોને ભમાવે છે, તેઓની વિરુદ્ધ હું છું; મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા પણ આપી નથી; તેઓ આ લોકોને જરા પણ હિતકારક થશે નહિ, એવું યહોવા કહે છે.


તેથી તમારા પ્રબોધકો, તમારા જોશીઓ, તમારાં સ્વપ્નો [જોનારાઓ] , તમારા કામણટુમણ કરનારા તથા તમારા ભૂવાઓ તમને કહે છે, ‘તમે બાબિલના રાજાના હાથમાં પડશો નહિ, ’ તેઓનું તમે સાંભળશો નહિ;


જે પ્રબોધક શાંતિ વિષે ભવિષ્ય કહે છે, તે પ્રબોધકનું વચન ફળીભૂત થાય ત્યારે જ તે યહોવાએ મોકલેલો પ્રબોધક છે એમ જણાશે.”


કેમ કે તરાફિમ [મૂર્તિઓએ] મિથ્યા વાત કહી છે, ને શકુન જોનારાઓએ જૂઠો વરતારો કર્યો છે. સંદર્શનિકો અસત્ય બોલે છે, તેઓ ખોટો દિલાસો દે છે; માટે લોકો ઘેટાંની જેમ આમતેમ ભટકે છે, તેઓ દુ:ખી થાય છે, કેમ કે કોઈ પાળક નથી.


કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊઠશે, ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે, જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવશે.


કેટલાક હલકા માણસોએ તારી મધ્યેથી નીકળી જઈને તેઓના નગરના રહેવાસીઓને એમ કહીને ખેંચી લીધા છે કે, ‘ચાલો, આપણે જઈને બીજા દેવદેવીઓ કે, તેઓને તમે જાણતા નથી તેઓની સેવા કરીએ.’


જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો, અથવા તારો દીકરો, અથવા તારી દીકરી, અથવા તારી દીલોજાન પત્ની, અથવા તારો જાની મિત્ર તને છાની રીતે લલચાવતાં એમ કહે કે, ‘ચાલો, જે અન્ય દેવદેવીઓને તું જાણતો નથી તેમ તારા પિતૃઓ પણ જાણતા નહોતા, તેઓની આપણે સેવા કરીએ,


પણ જે પ્રબોધક ગર્વ કરીને મારે નામે, જે વાત બોલવાની મેં તેને આ આપી નથી તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે, તે પ્રબોધક માર્યો જશે.’


જ્યારે પ્રબોધક યહોવાને નામે બોલે, અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવા બોલ્યા નથી [એમ તારે જાણવું]. પ્રબોધક ગર્વથી તે બોલ્યો છે, તેનાથી તું બીશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan