Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 13:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 એટલે યહોવા તારા ઈશ્વરની જે સર્વ આજ્ઞાઓ હું આજે તેન ફરમાવું છું તે જ્યારે તું તેની વાણી સાંભળીને પાળશે, ને યહોવા તારા ઈશ્વરની દષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે, ત્યારે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 તમે તમારા ઈશ્વર પ્રભુની જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનું ખંતથી પાલન કરો અને તેમની દૃષ્ટિમાં જે સાચું છે તે કરો ત્યારે તેમ બનશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે તમે તેમની વાણી સંભાળીને પાળશો, યહોવાહ તમારા ઈશ્વરની દ્રષ્ટિમાં જે યોગ્ય છે તે કરશો ત્યારે ઈશ્વર તે પ્રમાણે કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 આવું બનશે જો તમે દેવની આજ્ઞાઓને અનુસરશો અને આજે હું જે નિયમો તમને આપું છું તેનું પાલન કરશો, તથા તમાંરા દેવ યહોવાની દૃષ્ટિમાં જે યોગ્ય છે તે જ કરશો તો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 13:18
12 Iomraidhean Croise  

તે માટે ખચીત હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ, ને આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારાં સંતાન વધારીશ જ વધારીશ; અને તારાં સંતાન તેઓના શત્રુઓની ભાગળ કબજામાં લેશે.


હું તમારી સર્વ આજ્ઞાઓનું સન્માન કરું, તો પછી હું ફજેત થનાર નથી.


પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.


જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે].


‘એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.


તારે તે ખાવું નહિ, એ માટે કે યહોવા તારા ઈશ્વરની દષ્ટિમાં જે ઘટિત છે તે કર્યાથી તારું તથા તારી પાછળ તારાં છોકરાંનું ભલું થાય.


આ જે બધાં વચનો હું તને ફરમાવું છું તે લક્ષ આપીને સાંભળ, એ માટે કે યહોવા તારા ઈશ્વરની નજરમાં જે સારું ને ઘટિત તે કર્યાથી તારું ને તારી પાછળ તારાં છોકરાંનું સદા ભલું થાય.


જે જે વિષે હું તમને આજ્ઞા આપું છું તે તે તમારે કાળજી રાખીને કરવું. તારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ


અને એ શાપિત વસ્તુઓમાંનું કંઈ પણ તારા હાથે વળગી ન રહે, એ માટે કે યહોવા પોતાના કોપનો જુસ્સો પાછો ખેંચી લે, ને તારા પર દયા કરે, ને તારા પર કરુણા રાખે, ને જેમ તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છ તેમ તે તારો વિસ્તાર વધારે.


તમે યહોવા તમારા ઈશ્વરનાં છોકરાં છો. તમે મરેલાંને લીધે તમારા અંગ પર ઘા ન પાડો, ને તમારી આંખોની વચ્ચે ન મૂંડાવો.


અને તું કોઈ અમંગળ [વસ્તુ] તારા ઘરમાં લાવીને તેની જેમ વિનાશપાત્ર થઈશ નહિ. તારે તે છેક ધિક્કારવું, ને તારે તેનાથી છેક કંટાળવું; કેમ કે તે તદન વિનાશપાત્ર‌ છે.


અને તેઓએ તેના પર પથરાનો મોટો ઢગલો કર્યો, તે આજ સુધી છે. ત્યારે યહોવા તેમના કોપના જુસ્સાથી ફર્યા. તે માટે તે સ્થળનું નામ આજ સુધી આખોરની ખીણ એવુમ પડ્યું.


Lean sinn:

Sanasan


Sanasan