Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 13:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને એ શાપિત વસ્તુઓમાંનું કંઈ પણ તારા હાથે વળગી ન રહે, એ માટે કે યહોવા પોતાના કોપનો જુસ્સો પાછો ખેંચી લે, ને તારા પર દયા કરે, ને તારા પર કરુણા રાખે, ને જેમ તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છ તેમ તે તારો વિસ્તાર વધારે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 પૂરા વિનાશને માટે શાપિત થયેલી એમાંની કોઈ પણ વસ્તુ તમારે રાખી લેવી નહિ; કારણ, ત્યારે જ તમારા ઈશ્વર પ્રભુના કોપનું શમન થશે અને તે તમારા પર દયા કરશે. તે તમારા પ્રત્યે કરુણાળુ થશે અને તમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે તમારી વંશવૃધિ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 લૂંટમાંથી કશું જ તમારે તમારા હાથમાં રાખવું નહિ. તેથી યહોવાહ તમારા પર ગુસ્સો કરવાથી પાછા વળશે અને બદલામાં તેઓ તમારા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમારા પ્રત્યે કરુણા દર્શાવશે અને જેમ તમારા પિતૃઓને વચન આપેલું હતું તે પ્રમાણે તમને સંખ્યામાં વધારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 લૂંટમાંથી કશું જ તમાંરા માંટે રાખશો નહિ, જેનો વિનાશ કરવાનો છે જેથી દેવ તમાંરા પર ગુસ્સે થતા બંધ થાય અને બદલામાં તેઓ તમાંરા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમાંરી પર કરુણા દર્શાવશે અને જેમ તમાંરા પિતૃઓને વચન આપેલું તે પ્રમાંણે તમને એક મહાન પ્રજા બનાવશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 13:17
26 Iomraidhean Croise  

અને તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું; બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, ને મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ, ને તારાં સંતાન વધારીશ.”


અને હું તારા સંતાનને આકાશના તારાઓ જેટલાં વધારીશ, ને આ સર્વ દેશો હું તારાં સંતાનને આપીશ; અને પૃથ્વીનાં સર્વ કુળ તારાં સંતાનમાં આશીર્વાદ પામશે;


અને પૃથ્વીની રજ જેટલાં તારાં સંતાન થશે, ને તું પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણ ફેલાશે, ને તારામાં તથા તારાં સંતાનમાં પૃથ્વીનાં સર્વ ગોત્રો આશીર્વાદ પામશે.


પણ તે પૂર્ણ રહેમી હોવાથી તેમણે તેઓનું પાપ માફ કર્યું, અને [તેઓનો] નાશ કર્યો નહિ; હા, વારંવાર તેમણે પોતાનો કોપ શમાવ્યો, અને પોતાનો રોષ પૂરો સળગાવ્યો નહિ.


તમે તમારો સર્વ રોષ દૂર કર્યો છે; તમે તમારા ક્રોધાવેશથી પાછા ફર્યા છો.


ને મારા પર જેઓ પ્રેમ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી પર દયા દર્શાવનાર છું.


મિસરીઓ શું કરવા આ પ્રમાણે બોલે કે તમે તેઓનું નુકશાન કરવાને માટે, એટલે પર્વતોમાં મારી નાખવા તથા પૃથ્વીની પીઠ પરથી તેઓનો સંહાર કરવા કાઢી લાવ્યા? તમારા બળતા કોપથી ફરો, ને તમારા લોક પર આફત લાવવાનો ઈરાદો ફેરવો.


કેમ કે જો કે તે દુ:ખ દે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તે દયા કરશે.


વળી હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ. તે તેમની સાથે સદાકાળનો કરાર થશે. હું તેમને ઠરીઠામ પાડીશ. ને તેમનો વસ્તાર વધારિશસ, ને મારુ પવિત્રસ્થાન તેઓમાં સદાને માટે સ્થાપીશ.


હું મારા ક્રોધના આવેશ પ્રમાણે વર્તીશ નહિ, હું ફરીથી એફ્રાઈમનો નાશ કરીશ નહિ, કેમ કે હું ઈશ્વર છું મનુષ્ય નથી. તારામાં [રહેનાર] પવિત્ર [ઈશ્વર] તે [હું છું] ; હું કોપાયમાન થઈને આવીશ નહિ.


અને યહોવાએ મૂસાને કહ્યું, “લોકોના સર્વ આગેબાનોને લે, ને યહોવાને માટે સૂર્યની સામે તેઓને ફાંસી આપ, કે યહોવાનો પ્રચંડ કોપ ઇઝરાયલ પરથી દૂર કરાય.”


જો કોઈ માણસ પ્રભુ પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.


એટલે યહોવા તારા ઈશ્વરની જે સર્વ આજ્ઞાઓ હું આજે તેન ફરમાવું છું તે જ્યારે તું તેની વાણી સાંભળીને પાળશે, ને યહોવા તારા ઈશ્વરની દષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે, ત્યારે.


ત્યારે યહોવા તારા ઈશ્વર તારી ગુલામી ફેરવી નાખશે, ને તારા પર દયા કરશે, ને પાછા આવીને જે સર્વ લોકોમાં યહોવાએ તને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તને એકત્ર કરશે.


અને જે દેશના માલિક તારા પિતૃઓ હતા તેમાં યહોવા તારા ઈશ્વર તને લાવશે, ને તું તેનો માલિક થશે; અને તે તારું ભલું કરશે, ને તાર પિતૃઓ કરતાં તને વધારશે.


અને તે તારા પર પ્રેમ રાખશે, ને તને આશીર્વાદ આપશે, ને તારો વિસ્તાર વધારશે. વળી જે દેશ તને આપવાની તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને, તારા ધાન્યને તથા તારા દ્રાક્ષારસને તથા તારા તેલને, તારી ગાયોની ઊપજને તથા તારાં ઘેટાંબકરાંનાં બચ્ચાંને વરદાન આપશે.


અને તું કોઈ અમંગળ [વસ્તુ] તારા ઘરમાં લાવીને તેની જેમ વિનાશપાત્ર થઈશ નહિ. તારે તે છેક ધિક્કારવું, ને તારે તેનાથી છેક કંટાળવું; કેમ કે તે તદન વિનાશપાત્ર‌ છે.


ઝેરાના દીકરા આખાને શાપિત વસ્તુ સંબંધી કરેલી આ નું ઉલ્લંઘન કર્યું, ને તેથી ઇઝરાયલની સમગ્ર પ્રજા પર કોપ આવ્યો કે નહિ? અને તે માણસ એકલો જ પોતાના અન્યાયમાં નાશ પામ્યો એમ નથી.”


અને શાપિત વસ્‍તુથી તમે પોતાને સર્વ પ્રકારે અલગ રાખો, રખેને તેને શાપિત કર્યા પછી તમે પોતે શાપિત વસ્તુને લો; અને એમ કરીને ઇઝરાયલની છાવણીને શાપિત કરો, ને તેને હેરાન કરો.


અને તેઓએ નગરને તથા જે કંઈ તેમાં હતું તે સરવને અગ્નિમાં બાલી નાખ્યાં, ફક્ત રૂપું ને સોનું, ને પિત્તળનાં ને લોઢાંનાં પાત્રો તેઓએ યહોવાના ઘરના ભંડારમાં મૂક્યાં.


અને તે વખતે યહોશુઆએ તેઓને એવી પ્રતિજ્ઞા લેવડાવી કે, “જે કોઈ ઊઠીને યરીખો નગર બાંધે તે યહોવાની આગળ શાપિત થાઓ. તેનો પાયો તે પોતાના જ્યેષ્ઠ પુત્રના જીવને બદલે નાખે, ને પોતાના સૌથી નાના પુત્રના જીવને બદલે તેના દરવાજા ઊભા કરે.”


પણ ઇઝરાયલ પ્રજાએ શાપિત વસ્તુ વિષે અપરાધ કર્યો; કેમ કે યહૂદાના કુળમાંના ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને તે શાપિત વસ્તુમાંથી કંઈ લઈ લીધું; અને યહોવાનો કોપ ઇઝરાયલીઓ પર સળગી ઊઠ્યો.


અને તેઓએ તેના પર પથરાનો મોટો ઢગલો કર્યો, તે આજ સુધી છે. ત્યારે યહોવા તેમના કોપના જુસ્સાથી ફર્યા. તે માટે તે સ્થળનું નામ આજ સુધી આખોરની ખીણ એવુમ પડ્યું.


અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે ઢગલો કરી દીધો, ને તે આજ સુધી ઉજ્જડ [રહ્યું] છે.


Lean sinn:

Sanasan


Sanasan