Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 13:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેટલાક હલકા માણસોએ તારી મધ્યેથી નીકળી જઈને તેઓના નગરના રહેવાસીઓને એમ કહીને ખેંચી લીધા છે કે, ‘ચાલો, આપણે જઈને બીજા દેવદેવીઓ કે, તેઓને તમે જાણતા નથી તેઓની સેવા કરીએ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તમારામાંના કેટલાક અધમ માણસોએ એ નગરના લોકોને, તેઓ જેમને કદી જાણતા નહોતા તેવાં દેવદેવીઓની પૂજા કરવા પ્રેર્યા છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કેટલાક બલિયાલપુત્રો તમારી મધ્યેથી નીકળી જઈને તેઓના નગરના લોકોને એમ કહીને ખેંચી લીધા છે કે ચાલો આપણે જઈને અન્ય દેવદેવીઓ કે જેઓને તમે જાણતા નથી તેમની સેવા કરીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 કે તમાંરા રાષ્ટનાં અમુક દુષ્ટ લોકોએ તેમના શહેરના લોકોને ગેરમાંગેર્ દોરીને તમે કદી પૂજયા ન હોય તેવા પારકા દેવોની પૂજા કરવાનું તેમને કહ્યું છે,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 13:13
24 Iomraidhean Croise  

શિમઈએ શાપ આપતાં આમ કહ્યું, હે ખૂની તથા બલિયાલના માણસ, જતો રહે, જતો રહે.


બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગજોગે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને કહ્યું, “દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમ જ યિશાઈના દિકરામાં આપણો કંઈ વારસો નથી; ઓ ઇઝરાયલ, તમ દરેક પોતપોતાના તંબુએ [જાઓ].”


પણ સર્વ બલિયાલપુત્રો તો ઝાડી કાઢવાના કાંટા જેવા થશે, કેમ કે હાથથી તે પકડાય નહિ.


અને બલિયાલના બે માણસોને તેની આગળ બેસાડજો, ને તેઓ તેની વિરુદ્ધ એવી સાક્ષી પૂરે કે, ’તેં ઈશ્વરને તથા રાજાને શાપ દીધો છે.’ પછી તેને બહાર લઇ જઈને પથ્થરે એવો મારજો કે, તે મરી જાય.”


અને પેલા બે બલિયાલના માણસો અંદર આવીને તેની આગળ બેઠા. અને તે બલિયાલના માણસોએ તેની વિરુદ્ધ, એટલે નાબોથની વિરુદ્ધ, લોકોની આગળ એવી સાક્ષી પૂરી, “નાબોથે ઈશ્વરને તથા રાજાને શાપ દીધો છે.” પછી તેઓએ તેને નગરની બહાર લઈ જઈને તેને પથ્થરે એવો માર્યો કે તે મરી ગયો.


યહોવાએ ઇઝરાયલને દાઉદના કુટુંબમાંથી વિભાજિત કરીને જુદા પાડ્યા; અને તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા ઠરાવ્યો. યરોબામે ઇઝરાયલ પાસે યહોવાનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું.


અને હલકા તથા અધમ માણસો તેની પાસે એકત્ર થયા છે, રહાબામ જુવાન ને બિનઅનુભવી હોવાથી તેમની સામે થવાને અશક્ત હતો, ત્યારે તેની સામે તેઓ લડવાને તૈયાર થયા.


તમે તમારા પિતા શેતાનના છો, અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો, અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ. જ્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો, અને જૂઠાનો પિતા છે.


ખ્રિસ્તને બલિયાલની સાથે શો મિલાપ હોય? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય?


જે નગરો યહોવા તારા ઈશ્વર અને ત્યાં વસવા માટે આપે છે તેઓમાંના કોઈ વિષે તું એવી વાત સાંભળે કે,


તો તારે તપાસ કરવી ને શોધ કરીને ખંતથી પૂછપરછ કરવી. અને જો, એ વાત ખરી ને નક્કી હોય કે એ અમંગળ કર્મ તારી મધ્યે કરવામાં આવેલું છે;


ને જે વિષે તું જાણતો નથી એવાં અન્ય દેવદેવીઓ વિષે તે એમ કહે, ‘ચાલો, આપણે તેઓની પાછળ ચાલીએ, ને આપણે તેઓની સેવા કરીએ, ’ ને [તેના ટેકામાં] તે તને કોઈ ચિહ્ન કે ચમત્કાર બતાવવાનું કહે, ને તેના કહ્યા પ્રમાણે ચિહ્ન કે ચમત્કાર થાય;


જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો, અથવા તારો દીકરો, અથવા તારી દીકરી, અથવા તારી દીલોજાન પત્ની, અથવા તારો જાની મિત્ર તને છાની રીતે લલચાવતાં એમ કહે કે, ‘ચાલો, જે અન્ય દેવદેવીઓને તું જાણતો નથી તેમ તારા પિતૃઓ પણ જાણતા નહોતા, તેઓની આપણે સેવા કરીએ,


અને તે વિષે તને ખબર મળે ને તેં તે વિષે સાંભળ્યું હોય, તો તું ખંતથી તે વિષે તપાસ કર, ને જો, એ વાત ખરી તથા નિ:સંશય હોય કે ઇઝરાયલ મધ્યે એવું અમંગળ કર્મ થયું છે;


અને રખેને આકાશ તરફ તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા, એટલે આખું ગગનમંડળ, કે જેઓને યહોવા તારા ઈશ્વરે આકાશ નીચેના સર્વ લોકને વહેંચી આપ્યા છે, તેઓને જોઈને તું આકર્ષાય ન તેઓની પૂજા કરે.


તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].


આથી ઈશ્વરનાં છોકરાં તથા શેતાનનાં છોકરાં ઓળખાઈ આવે છે: જે કોઈ ન્યાયીપણું કરતો નથી, અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી, તે ઈશ્વરનો નથી.


એઓ પક્ષ ઊભા કરનારા, અને વિષયી છે; એઓમાં [પવિત્ર] આત્મા નથી.


તેઓ આનંદમાં હતાં એટલામાં જુઓ, શહેરના કેટલાક બલિયાલપુત્રો ઘરની આસપાસ ફરી વળીને બારણું ઠોકવા લાગ્યા. તેઓએ ઘરધણીને એટલે તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો છે તેને બહાર કાઢ કે, અમે તેની આબરૂ લઈએ.”


તો હવે એ જે માણસો એટલે બલિયાલપુત્રો ગિબયામાં છે તેઓને અમારે સ્વાધીન કરો કે, અમે તેઓને મારી નાખીને ઇઝરાયલમાંથી ભ્રષ્ટાચાર દૂર કરીએ.” પણ બિન્યામીનપુત્રોએ પોતાના ભાઈઓનું એટલે ઇઝરાયલી લોકોનું કહેવું સાંભળ્યું નહિ.


પણ કેટલાએક નકામા માણસોએ કહ્યું, “આ તે અમારો શો બચાવ કરશે?” અને તેઓએ તેને તુચ્છ ગણ્યો, ને તેની પાસે કંઈ ભેટ લાવ્યા નહિ. તો પણ તે શાંત રહ્યો.


હવે એલીના દીકરા બલિયાલપુત્રો હતા; તેઓ યહોવાને ઓળખતા નહોતા.


તો હવે તમારે શું કરવું તેનો તમે સમજીને વિચાર કરો. કેમ કે અમારા શેઠની તથા તેમના આખા કુટુંબની ખરાબી કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે, કેમ કે તે તો એવો હલકો છે કે, તેને કોઈ કંઈ કહી શકે નહિ.”


કૃપા કરીને મારા મુરબ્બીએ એ નકામા માણસ નાબાલને ગણકારવો નહિ, કેમ કે જેવું તેમનું નામ છે, તેવા જ તે છે. તેમનું નામ નાબાલ [નાદાન] છે, ને તેમનામાં નાદાની છે. પણ મારા મુરબ્બીના જે જુવાનોને આપે મોકલ્યા હતા તેઓને મેં આપની દાસીએ જોયા નહોતા.


Lean sinn:

Sanasan


Sanasan