Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 12:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે જે વિશ્રામ તથા વારસો યહોવા તારા ઈશ્વર તને આપવાના છે તેમાં તમે હજી સુધી પહોંચ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમને આપવાના છે તે વિશ્રામ અને વારસાના દેશમાં તમે હજુ પહોંચ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર જે આરામ તથા વારસો આપવાના છે તેમાં હજુ સુધી તમે ગયા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 કારણ કે, યહોવા તમને જે વિશ્રામસ્થાન, જે ભૂમિ આપનાર છે,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 12:9
12 Iomraidhean Croise  

અને કહ્યું, “યહોવાને ધન્ય હોજો, જેમણે પોતાનાં આપેલાં સર્વ વચનો પ્રમાણે પોતાના ઇઝરાયલી લોકને આરામ આપ્યો છે, જે સર્વ સારાં વચનો તેમણે પોતાના સેવક મૂસાની મારફતે આપ્યાં હતાં તેમાંનો એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી.


કેમ કે દાઉદે કહ્યું, “ઈઝરાયલના ઈશ્વર યહોવાએ પોતાના લોકને આરામ આપ્યો છે. તે સર્વકાળ યરુશાલેમમાં વસનાર છે.


માટે મેં મારા કોપમાં સમ ખાધા, “તેઓ મારા વિશ્રામમાં પેસશે નહિ.”


વળી યહોવા કહે છે, “જ્યારે હું ઇઝરાયલને વિશ્રાંતિ આપવા ગયો, ત્યારે તરવારથી બચેલા લોકો વગડામાં કૃપા પામ્યા.”


ઊઠો, ચાલ્યા જાઓ; કેમ કે આ તમારું વિશ્રામસ્થાન નથી. નાશકારક મલિનતા, હા, ભારે વિનાશકારક મલિનતા, એનું કારણ [છે].


આજે આપણે જે બધું અહીં આગળ કરીએ છીએ એટલે કે પ્રત્યેક માણસ પોતાને જે ઠીક લાગે છે તે [તે કરે છે] , તે પ્રમાણે તમારે કરવું નહિ.


માટે જ્યારે યહોવા તારા ઈશ્વર જે દેશ તને તારો વારસો તથા વતન કરી લેવા આપે છે, તેમાં તારી આસપાસના તારા સર્વ શત્રુઓથી તે તને આરામ આપે, ત્યારે એમ થાય કે તું આકાશ નીચેથી અમાલેકનું નામ ભૂંસી નાખ. તું ભૂલીશ નહિ.


જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવા આરામ આપે, અને જે દેશ યહોવા તમારા ઈશ્વરે તેઓને યર્દનને પેલી બાજુ આપાવાનો છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી. ત્યાર પછી તમે બધા પોતપોતાનાં વતન જે મેં તમને આપ્યાં છે તેમાં પાછા આવો.


વળી યહોવા તમારે લીધે મારા પર કોપાયમાન થયા, ને તેમણે એવી પ્રતિજ્ઞા લીધી, કે તું યર્દનની પેલી બાજુ જવા પામશે નહિ ને યહોવા તારા ઈશ્વર જે ઉત્તમ દેશનો વારસો તને આપે છે, તેમાં તું પ્રવેશ કરશે નહિ.


એમ યહોવાએ મૂસાને જે કંઈ કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ તે દેશ કબજે કર્યો; અને યહોશુઆએ તે દેશ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે હિસ્‍સો પાડીને વતન તરીકે વહેંચી આપ્યો. અને દેશ યુદ્ધથી પરવાર્યો.


Lean sinn:

Sanasan


Sanasan