Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 12:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તમારે તેઓની વેદીઓને તોડી પાડવી, ને તેઓના સ્તંભોને તોડીને ટુકડા કરવા, ને તેઓની અશેરીમ [મૂર્તિઓ] ને આગમાં બાળી નાખવી, અને તમારે તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓને કાપી નાખવી, અને તેઓનું નામ તમારે તે જગામાંથી નષ્ટ કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તમારે તેમની વેદીઓ તોડી પાડવી; તેમના પવિત્ર સ્તંભો ભાંગી નાખવા અને અશેરા દેવીના પ્રતીકરૂપ લાકડાના સ્તંભો આગમાં બાળી નાખવા અને તેમના દેવોની મૂર્તિઓને કાપી નાખવી. એમ તમારે ત્યાંથી તેમનું નામનિશાન ભૂંસી નાખવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તમારે તેઓની વેદીઓ તોડી નાખવી, તેઓના સ્તંભોને ભાંગીને ટુકડા કરી નાખવા, અશેરીમ મૂર્તિઓને બાળી નાખવી અને તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓ કાપી નાખીને તે જગ્યાએથી તેઓના નામનો નાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેમની અગ્નિ વેદીઓ વિખેરી નાખો, તેમના સ્માંરક સ્તંભોને ભાંગી નાખો. અશેરીમના થાંભલાને બાળી નાખવા અને તેમના દેવોની મૂર્તિઓ તોડી નાખો. યાદ રાખો- તમાંરે તેમનું નામ તે જગ્યાએથી ભૂંસી નાખવાનું છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 12:3
25 Iomraidhean Croise  

કેમ કે જેમ બરુ પાણીમાં ઝોલાં ખાય છે, તેમ યહોવા ઇઝરાયલને મારશે. અને આ સારો દેશ જે તેણે ઇઝરાયલના પિતૃઓને આપ્યો હતો તેમાંથી તેઓને તે નિર્મૂળ કરીને નદીની પેલે પાર તેઓને વિખેરી નાખશે. કારણ કે તેઓએ પોતાને માટે અશેરીમ [મૂર્તિઓ] કરીને યહોવાને રોષ ચઢાવ્યો છે.


તેણે પોતાની મા માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા [દેવી] ને માટે અમંગળ મૂર્તિ બનાવી હતી.આસાએ તેની મૂર્તિ કાપી નાખી, ને તેને કિદ્રોન નાળા પાસે બાળી નાખી.


પછી દેશના સર્વ લોક બાલના મંદિરમાં ગયા, ને તે ભાંગી નાખ્યું. તેઓએ તેની વેદીઓના તથા તેની મૂર્તિઓના છેક ચૂરેચૂરા કરી નાખ્યા, ને બાલના યાજક માત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો. અને યાજકે યહોવાના મંદિર પર કારભારીઓ નીમ્યા.


તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભોને ભાંગી નાખ્યાં, અશેરા [મૂર્તિ] ને કાપી નાખી, અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. કેમ કે તે દિવસો સુધી ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા હતા; અને તેણે તેનું નામ નહુશ્તાન પાડ્યું.


તેણે સ્તંભોને ભાંગીને ટુકડેટુકડા કર્યા, અશેરીમનું ખંડન કર્યું, ને તેમની જગાઓમાં માણસોના હાડકાં ભર્યાં.


આસાએ પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમાં જે સારું તથા યથાર્થ હતું તે કર્યું.


તેણે પારકી વેદીઓ તથા ઉચ્ચસ્થાનો કાઢી નાંખ્યાં, ભજનસ્તંભો ભાંગી નાખ્યા, ને અશેરીમ મૂર્તિઓને કાપી નાખી.


તોપણ તારામાં કંઈક સારી વાતો માલૂમ પડી છે, કેમ કે તેં દેશમાંથી અશેરોથ કાઢી નાખી છે, ને ઈશ્વરને શોધવામાં તારું મન લગાડ્યું છે.”


એ સર્વ સમાપ્ત થયું ત્યાર પછી જે ઇઝરાયલીઓ ત્યાં હાજર થયા હતા તે સર્વ યહૂદિયાના નગરોમાં પાછા ગયા, ને તેઓએ ભજનસ્તંભોના ટુકડેટુકડા કરી નાખ્યા, તથા અશેરીમ [મૂર્તિઓ] ને કાપી નાખી, અને આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી, તેમ જ એફ્રાઈમ તથા મનાશ્શામાંથી પણ, ઉચ્ચસ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનું નિકંદન કરી નાખ્યું. પછી સર્વ ઇઝરાયલી લોકો પોતાના નગરોમાં પોતપોતાના વતનમાં પાછા ગયા.


તેના રાજ્યને આઠમે વર્ષે, તે હજી તો કિશોર અવસ્થામાં હતો, એટલાંમા તો તેણે પોતાના પિતા દાઉદના ઈશ્વરની ઉપાસના કરવા માંડી. બારમે વર્ષે ઉચ્ચસ્થાનો તથા અશેરીમ [મૂર્તિઓ] કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મુર્તિઓને દૂર કરીને યહૂદિયા તથા યરુશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો.


જેઓ [યહોવાને] બદલે બીજા [દેવને] માને છે, તેઓનો ખેદ વધી પડશે. તેઓના રક્તનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ, અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.


અને જે બધી બાબતો મેં તમને કહી છે તે વિષે સાવચેત રહો. અને‍ અન્ય દેવોનાં નામ ન ઉચ્ચાર, ને તે તારા મુખમાંથી ન સંભળાય.


તેઓના દેવો આગળ તું ન નમીશ, ને તેઓની સેવા ન કરીશ, ને તેઓનાં કામ પ્રમાણે ન કરીશ; પણ તેઓને તું તદન તોડી પાડ, ને તેઓના સ્તંભોના ચૂરેચૂરા કર.


પણ તમારે તેઓની વેદીઓ તોડી પાડવી, ને તેમના સ્તંભોને ભાંગી નાખવા, ને તેમની અશેરા [મૂર્તિઓ] ને કાપી નાખવી.


તેથી યાકૂબના અપરાધનું પ્રાયશ્ચિત કરવામાં આવશે, ને તેનાં પાપ દૂર કરવાનું તમામ ફળ આ છે; જ્યારે તે વેદીના સર્વ પથ્થરને ચૂરેચૂરા થયેલા ચૂનાના પથ્થર જેવા કરી નાખશે, ત્યારે અશેરા મૂર્તિઓ તથા સૂર્યમૂર્તિઓ ઊભી રહેશે નહિ.


કેમ કે તેઓના પુત્રો ઊંચા પર્વતો પરનાં લીલાં ઝાડની પાસે તેઓની વેદીઓ તથા તેઓની અશેરીમ [મૂર્તિઓ] નું સ્મરણ કરે છે.


કેમ કે હું તેના મુખમાંથી બાલીમનાં નામો દૂર કરીશ, ને ફરીથી કદી તેમના નામથી તેમને કોઈ બોલાવશે નહિ.


હું તારી અશેરીમને તારામાંથી ઉખેડી નાખીશ; અને હું તારી મૂર્તિઓનો નાશ કરીશ.


તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન નાબૂદ કરીશ, અને તેઓનું સ્મરણ ફરી કદી કરવામાં આવશે નહિ; અને હું પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી કાઢી મૂકીશ.


ત્યારે તમે પોતાની આગળથી દેશના સર્વ રહેવાસીઓને હાંકી કાઢો, ને તેઓના કોતરેલા સર્વ પથ્થરોનો ને તેઓની સર્વ ગાળેલી [ધાતુની] મૂર્તિઓનો નાશ કરો, ને તેઓનાં સર્વ દેવસ્થાનોને તોડી પાડો.


યહોવા તમારા ઈશ્વર વિષે તમારે એ પ્રમાણે ન કરવું.


તેઓનાં દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી, તેઓના અંગ પરના રૂપા પર કે સોના પર તું લોભાતો નહિ, તેમજ તે તારે માટે લેતો નહિ, રખેને તું તેમાં ફસાઈ પડે; કેમ કે યહોવા તારા ઈશ્વરની નજરમાં એ અમંગળ છે.


પણ તમારે તેઓ પ્રત્યે આ પ્રમાણે વર્તવું:તમારે તેમની વેદીઓ તોડી પાડવી, ને તેઓના સ્તંભોને પછાડીને ચૂરા કરવા, ને તેમની અશેરીમ [મૂર્તિઓ] ને કાપી નાખવી, ને તેમની કોતરેલી મૂર્તિઓને આગમાં બાળી નાખવી.


પછી મેં એક શ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દશ શિંગડાં તથા સાત માથાં હતાં, અને તેનાં શિંગડા પર દશ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનિંદક નામો હતાં.


અને તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ કરાર ન કરો. તેઓની વેદીઓ તોડી નાખો:પણ મારું વચન તમે ધ્યાનમાં લીધું નહિ. તમે એમ કેમ કર્યું છે?


Lean sinn:

Sanasan


Sanasan