જેમ મારા સેવક દાઉદે કર્યું તેમ જે સર્વ આજ્ઞાઓ હું તને આપીશ તે પર જો તું કાન દેશે ને મારા માર્ગોમાં ચાલશે, ને મારી ર્દષ્ટિમાં જે સારું છે તે કરીને મારા વિધિઓ તથા મારી અજ્ઞાઓ પાળશે, તો એમ થશે કે હું તારી સાથે રહીશ, ને મેં દાઉદને માટે બાંધ્યું તેમ તારે માટે અવિચળ ઘર બાંધીશ, ને ઇઝરાયલને તારે સ્વાધીન કરીશ.
“જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશે, ને તેમની દષ્ટિમાં જે યથાર્થ તે કરશે, ને તેમની આજ્ઞાઓ માનશે, ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગો મેં મિસરીઓ ઉપર નાખ્યા છે, તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહિ; કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું.”
કેમ કે જે માણસ પર [ઈશ્વર] પ્રસન્ન છે તેને [તે] બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે; પણ પાપીને તે [ફોકટ] પરિશ્રમ આપે છે, જેથી ઈશ્વરને રાજી કરનારને આપવા માટે તેઓ ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.
જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે, તોપણ હું જાણું છું કે સાચે જ જેઓ ઈશ્વરનો ડર રાખે છે તથા તેમની સમક્ષ બીહે છે તેમનું ભલું થશે જ;
એ માટે તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તમે [માંસ] રક્તસહિત ખાઓ છો, ને તમારી મૂર્તિઓ તરફ તમારી નજર ઊચી કરો છો, ને રક્ત વહેવડાઓ છો, તેમ છતાં શું તમે દેશનું વતન ભોગવશો?
આ જે બધાં વચનો હું તને ફરમાવું છું તે લક્ષ આપીને સાંભળ, એ માટે કે યહોવા તારા ઈશ્વરની નજરમાં જે સારું ને ઘટિત તે કર્યાથી તારું ને તારી પાછળ તારાં છોકરાંનું સદા ભલું થાય.
એટલે યહોવા તારા ઈશ્વરની જે સર્વ આજ્ઞાઓ હું આજે તેન ફરમાવું છું તે જ્યારે તું તેની વાણી સાંભળીને પાળશે, ને યહોવા તારા ઈશ્વરની દષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે, ત્યારે.
અને જે તેમના વિધિઓ તથા તેમની આજ્ઞાઓ હું તને આજે ફરમાવું છું તે તારે પાળવાં કે, તારું તથા તારી પાછળ તારાં છોકરાંનું ભલું થાય, ને જે દેશ યહોવા તમારા ઈશ્વર તને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.
યહોવા તારા ઈશ્વરે તને આજ્ઞાઆપી તે પ્રમાણે તારા પિતાનું તથા તારી માનું તું સન્માન રાખ; કે, યહોવા તારા ઈશ્વર જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય ને તારું ભલું થાય
જે માર્ગ યહોવા તમારા ઈશ્વરે તમને ફરમાવ્યો છે તેમાં જ તમારે ચાલવું, એ માટે કે તમે જીવતા રહો, ને તમારું ભલું થાય, ને દેશનું વતન તમે પામશો તેમાં તમારું આયુષ્ય લાંબું થાય.
અને યહોવાની નજરમાં જે યથાર્થ તથા સારું હોય તે તું કર. એ માટે કે તારું ભલું થાય, ને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને [આપવાની] યહોવાએ પ્રતિજ્ઞા લીધી છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે,