Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 12:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 યહોવા તારા ઈશ્વરે તને આપેલા વચન પ્રમાણે જ્યારે તે તારી સરહદ વિસ્તારશે, ને તું કહેશે, કે ‘હું માંસ ખાઈશ’ [કેમ કે માંસ ખાવાનું તને મન થયું છે] , ત્યારે તારુમં મન માનતાં સુધી માંસ ખાવાની તને રજા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 “તમારા ઈશ્વર પ્રભુ તેમના વચન પ્રમાણે તમારી સીમા વિસ્તારે અને તમને માંસ ખાવાની ઇચ્છા થઈ આવી હોવાથી તમે કહો કે, ‘મારે માંસ ખાવું છે,’ ત્યારે તમને ધરાઈને માંસ ખાવાની છૂટ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જયારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના આપેલા વચન મુજબ તમારો વિસ્તાર વધારે ત્યારે તમને જો માંસ ખાવાની ઇચ્છા થાય તો ખાવું કેમ કે મન માનતાં સુધી ખાવાની તમને છૂટ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 “જયારે તમાંરા દેવ યહોવા પોતે વચન આપ્યા મુજબ તમાંરો વિસ્તાર વધારે ત્યારે તમને જો માંસ ખાવાની ઈચ્છા થાય તો ખાવું હોય એટલું ખાવાની છૂટ છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 12:20
24 Iomraidhean Croise  

અને પૃથ્વીની રજ જેટલાં તારાં સંતાન થશે, ને તું પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણ ફેલાશે, ને તારામાં તથા તારાં સંતાનમાં પૃથ્વીનાં સર્વ ગોત્રો આશીર્વાદ પામશે.


હવે તારે જવું તો છે જ, કેમ કે તારા પિતાને ઘેર જવાની તને બહુ ઇચ્છઅ છે, તોપણ તેં મારા દેવોને કેમ ચોરી લીધા છે?”


દાઉદ રાજા [નો જીવ] આબ્શાલોમને મળતા જવા માટે તલપતો હતો, કેમ કે આમ્નોનના મરણ વિષે તો તેને દિલાસો મળ્યો હતો.


અને દાઉદે [તરસથી] તલપીને કહ્યું, “બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને પીવાને કોઈ લાવી આપે તો કેવું સારું!”


યાબેસે ઇઝરાયલના ઈશ્વરને વિનંતી કરી, “જો તમે મને ખચીત જ આશીર્વાદ આપો, મારી સીમા વિસ્તારો, તમારો હાથ મારી સાથે રહે, ને તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુ:ખ આવી ન પડે, તો હું કેવો આશીર્વાદિત! “ અને તેણે જે માગ્યું તે ઈશ્વરે તેને આપ્યું.


કેમ કે તરસ્યા જીવને તે સંતોષ પમાડે છે, અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.


હે યહોવા, હું તમારા તારણને માટે અભિલાષી છું; તમારો નિયમ મારો આનંદ છે.


તમારાં ન્યાયવચનોની અભિલાષા રાખતાં રાખતાં મારું હ્રદય સદા આશાભંગ થઈ ગયું છે.


હું તમારાં શાસનોની અભિલાષા રાખું છું; તમારા ન્યાયીપણાથી મને જીવાડો. વાવ.


હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું તમને વહેલા શોધીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે, મારો દેહ તમારે માટે તલપે છે.


મારો આત્મા યહોવાનાં આંગણાંની અભિલાષા રાખે છે, હા, [તેમને માટે] ક્ષીણ થાય છે; જીવતાજાગતા ઈશ્વરની આગળ મારું હ્રદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે.


અને લાલ સમુદ્રથી તે પલિસ્તીઓના સમુદ્ર સુધી, ને અરણ્યથી તે નદી સુધી હું તારી સરહદ ઠરાવીશ; કેમ કે દેશના રહેવાસીઓને હું તમારા હાથમાં સોંપીશ; અને તું તેઓને તારી આગળથી હાંકી કાઢીશ.


કેમ કે હું તારી આગળથી દેશજાતિઓને હાંકી કાઢીશ, ને તારી સીમાઓ વધારીશ; અને તું દર વર્ષે ત્રણ વખત યહોવા તારા ઈશ્વરની આગળ હાજર થવાને જશે, ત્યારે કોઈ પણ માણસ તારી જમીનનો લોભ કરશે નહિ.


પણ એક આખા માસ સુધી તમે તે ખાશો, એટલે સુધી કે તે તમારાં નસકોરામાંથી [પાછું] નીકળશે, ને તમે તેથી કંટાળી જશો, કેમ કે યહોવા જે તમારી મધ્યે છે તેનો તમે નકાર કર્યો છે, ને તેની આગળ રડી રડીને કહ્યું છે કે, અમે મિસરમાંથી કેમ નીકળી આવ્યા?”


અને તે જગાનું નામ કિબ્રોથ-હાત્તાવા’ પાડયું, કેમ કે જે લોકોએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓએ ત્યાં દાટયા.


અને તેઓની સાથેનો મિશ્ચિત લોકનો જથો અયોગ્ય વાસના કરવા લાગ્યો. અને ઇઝરાયલીઓએ પણ ફરીથી રડીને કહ્યું, “અમને ખાવાને માંસ કોણ આપશે?


તમારા પર ઈશ્વરની ઘણી કૃપાને લીધે તેઓ પોતે પણ તમારે માટે પ્રાર્થના કરીને તમારા ઉપર ઘણી મમતા રાખે છે.


જે જે જગા તમારા પગ નીચે આવશે તે સર્વ તમારી થશે. અરણ્યથી તથા લાબાનોનથી, નદીથી એટલે ફ્રાત નદીથી, તે છેક પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે.


તોપણ યહોવા તારા ઈશ્વરે તને આશીર્વાદ દીધો છે તે‍ પ્રમાણે મને માનતા સુધી તારાં સર્વ રહેઠાણોમાં કાપીને માંસ ખાવાની તને છૂટ છે. અશુદ્ધ તથા શુદ્ધ જન તે ખાય. જેમ હરણનું ને જેમ સાબરનું [માંસ] ખવાય છે તેમ.


જે સ્થળે યહોવા તારા ઈશ્વર પોતાનું નામ ત્યાં રાખવા માટે પસંદ કરે તે જો તારાથી ઘણે દૂર હોય, તો જેમ મેં તને આજ્ઞા આપી છે તેમ ઢોરઢાંક તથા તારાં ઘેટાબકરાં જે યહોવાએ તને આપ્યાં છે, તેમાંથી તારે કાપવાં, ને તારું મન માનતાં સુધી તારા ઘરમાં તારે ખાવું.


અને જેમ યહોવા તારા ઈશ્વરે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમ જો તે તારી સીમો વધારે, અને જે દેશ આપવનું તેમણે તારા પિતૃઓને વચન આપ્યું હતું તે સર્વ તે તેને આપે;


કેમ કે હું ઈસુ ખ્રિસ્તની કરુણાથી તમ સર્વ ઉપર કેટલી બધી મમતા રાખું છું, તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.


કારણ કે તે તમો સર્વને બહુ ચાહતો હતો, અને તે બહુ ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે માંદો છે.


Lean sinn:

Sanasan


Sanasan