Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 12:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તમારે તથા તમારા દીકરાઓએ તથા તમારી દીકરીઓએ, તથા તમારા દાસોએ તથા તમારી દાસીઓએ, તથા લેવી કે જેને તારી સાથે હિસ્સો કે વારસો મળેલો નહિ હોવાથી તારા દરવાજાથી અંદર રહેતો હોય તેણે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ હર્ષ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકર અને તમારી સાથે જમીનનો વારસો કે હિસ્સો મળ્યો નહિ હોવાથી તમારા નગરમાં વસતા લેવીઓએ પ્રભુના સાનિધ્યમાં આનંદોત્સવ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તમે, તમારા દીકરાઓ, તમારી દીકરીઓ, તમારા દાસો, તમારી દાસીઓ તથા લેવીઓ કે જેને તમારી મધ્યે કોઈ હિસ્સો કે વારસો નથી જેઓ તમારા દરવાજાની અંદર રહેતા હોય તેઓએ યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ત્યાં તમાંરા દેવ યહોવાની સમક્ષ તમાંરાં સંતાનો, દાસદાસીઓ તેમ જ તમાંરાં ગામોમાં વસતા લેવીઓ સાથે આનંદ માંણવો; કારણ કે; એ લેવીઓને ભૂમિનો કોઈ ભાગ પોતાના માંટે પ્રાપ્ત થયેલ નથી.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 12:12
30 Iomraidhean Croise  

આઠમે દીવસે તેણે લોકોને વિદાય કર્યા, ને તેઓએ રાજાને આશીર્વાદ આપ્યો, ને જે સર્વ ભલાઈ યહોવાએ પોતાના સેવક દાઉદને તથા પોતાના ઇઝરાયલી લોકને દર્શાવી હતી તેને લીધે મનમાં હરખાતા તથા આનંદ કરતા તેઓ પોતપોતાના ઘેર ગયા.


ઈશ્વરની ભક્તિ લોકો કરે તેને માટે તેણે જે સિદ્ધ કર્યુ હતુ તે જોઈને હિઝકિયાએ તથા સર્વ લોકોએ હર્ષ કર્યો, કેમ કે એ કામ એકાએક ઊભું થયું હતું.


સર્વ લોક નિયમશાસ્ત્રનાં વચનો સાંભળીને રડતા હતા. તેથી સરસૂબા નહેમ્યાએ, યાજક એઝરા શાસ્ત્રીએ તથા લોકને કહ્યું, “ આ દિવસ તમારા ઈશ્વર યહોવાને માટે પવિત્ર છે. માટે શોક કરવો નહિ અને રુદન પણ કરવું નહિ.”


યહોવાની સ્તુતિ કરો; કેમ કે આપણા ઈશ્વરનાં સ્‍તોત્ર ગાવાં એ સારું તથા મનોરંજક છે; સ્તુતિ કરવી એ ઘટતું છે.


અને પહેલે દિવસે સુંદર વૃક્ષોનાં ફળ, ખજૂરીની ડાળીઓ, તથા ઘટાદાર વૃક્ષોનાં પાંખડાં તથા નાળાના વેલાઓ લઈને, તમારે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ સાત દિવસ સુધી ઉત્સવ કરવો.


અને યહોવાએ હારુનને કહ્યું, “તેઓના દેશમાં તારે કંઈ વતન ન હોય, ને તેઓ મધ્યે તારે કંઈ ભાગ પણ ન હોય. ઇઝરાયલીઓ મધ્યે તારો ભાગ તથા તારું વતન હું જ છું.


“વળી લેવીઓને તું એમ કહે કે, જે દશાંશ મેં તમારા વારસા તરીકે ઇઝરાયલીઓની પાસેથી તમને અપાવ્યો છે, તે જ્યારે તમે તેઓની પાસેથી લો, ત્યારે યહોવાને દશાંશના દશાંશનું ઉચ્છાલીયાર્પણ તમારે ચઢાવવું.


પિતર તેમને કહે છે “હું તમને કદી મારા પગ ધોવા દઈશ નહિ.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જો હું તને ન ઘોઉં, તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી.”


આ વાતમાં તારે લાગભાગ નથી, કેમ કે તારું અંત:કરણ ઈશ્વરની આગળ ચોખ્ખું નથી.


તે માટે લેવીને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવા તારા ઈશ્વરે તેને કહ્યું તેમ યહોવ પોતે તેનો વારસો છે.]


પણ તારે ને તારા દીકરાએ ને તારી દીકરીએ ને તારા દાસે ને તારી દાસીએ ને તારા ઘરમાં રહેનાર લેવીએ યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તેમાં યહોવા તારા ઈશ્વરની સમક્ષ તે ખાવાં. અને જે સર્વને તું તારો હાથ લગાડે છે તેમાં તારે યહોવા તારા ઈશ્વરની સમક્ષ હર્ષ કરવો.


પોતા વિષે સંભાળ કે, જ્યાં સુધી તું આ તારી ભૂમિ પર રહે ત્યાં સુધી લેવીનો ત્યાગ તારે કરવો નહિ.


અને ત્યાં તમારે યહોવા તમારા ઈશ્વરની આગળ જમવું, ને તમારા હાથમાં જે સર્વ [કામો] માં યહોવા તારા ઈશ્વરે તને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારાં કુટુંબોએ ઉત્સવ કરવો.


અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો [મળ્યો] નથી તે, તથા પરદેશી, તથા અનાથ, તથા વિધવા આવે, ને ખાઈને તૃપ્ત થાય, એ માટે કે જે કામ તું કરે છે તે સર્વમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે.


અને પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં, યહોવા તારા ઈશ્વરની સમક્ષ, તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા તારી મધ્યે રહેનાર પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો.


અને તારા પર્વમાં તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો.


અને કોઈ લેવી આખા ઇઝરાયલમાં તારા કોઈ પણ ગામમાં વસેલો હોય, ને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવા જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે;


અને જે સારું યહોવા તારા ઈશ્વરે તને તથા તારા ઘરનાંને આપ્યું હોય તે સર્વમાં તારે પોતે તથા લેવીએ તથા તારી મધ્યે રહેનાર પરદેશીએ હરખાવું.


ત્રીજું વર્ષ દશાંશ લેવાનું વર્ષ છે, તેમાં જ્યારે તું તારી ઉપજનો દશાંશ લઈ ચૂકે ત્યારે તારે લેવીને. પરદેશીને, અનાથને તથા વિધવાને તે આપવું કે, તેઓ તારા ગામોમાં ખાઈને તૃપ્ત થાય.


અને તારે શાંત્યર્પણોના યજ્ઞ કરીને ત્યાં ખાવું. અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ આનંદ કરવો.


માત્ર લેવીના કુળને તેણે કંઈ વતન આપ્યું નહિ. ઇઝરાયલના ઈશ્વર યહોવાને અગ્નિ વડે, અર્પાયેલા જે અર્પણો, તે જ તેઓનું વતન છે. જેમ તેણે તેને કહ્યું હતું તેમ.


પણ લેવીના કુળને મૂસાએ કંઈ વતન આપ્યું નહિ. ઇઝરાયલનો ઈશ્વર યહોવા એ જ તેઓનું વતન છે, જેમ તેણે તેઓને કહ્યું હતું તેમ.


કેમ કે યૂસફપુત્રોનાં બે કુળ હતાં, એટલે મનાશ્શા તથા એફ્રાઈમ; અને વસવાને માટે નગરો, તથા તેઓનાં ઢોરઢાંક તથા તેઓની માલમિલકતને માટે પરાં, તે સિવાય તેઓએ તે દેશમાં લેવીઓને કંઈ ભાગ આપ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan