Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 12:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે એમ થાય કે પોતાનું નામ રાખવા માટે યહોવા તમારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં, જે સર્વ વિષે હું તમને આ કરું છું તે તમારે લાવવું; એટલે તમારાં દહનીયાર્પણો, તથા તમારા યજ્ઞ તમારા દશાંશો, તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો અને જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવા પ્રત્યે માનો તે [તમારે લાવવાં].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ત્યારે તમારે તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે એક સ્થાન પસંદ કરે ત્યાં તમારે હું ફરમાવું છું તે સર્વ અર્પણો લાવવાં; એટલે કે, તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારાં દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ અને પ્રભુ પ્રત્યે માનેલી સર્વ વિશિષ્ટ માનતાઓનાં અર્પણ તમારે લાવવાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યારે એવું બને કે યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે જે જગ્યા પસંદ કરે ત્યાં, હું તમને ફરમાવું તે બધું તમારે લાવવું: તમારાં દહનીયાર્પણ, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવાહ પ્રત્યે માનો તે તમારે લાવવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તે સમયે તમાંરા દેવ યહોવા તેમની પોતાની સેવા માંટે એક જગ્યાની પસંદગી કરશે ત્યાં હું આજ્ઞા કરું છું તે બધું તમાંરે લાવવું; તમાંરી ઊપજનો દશમો ભાગ, યજ્ઞો તેમજ તમાંરાં બધાં દહનાર્પણ તથા અન્ય અર્પણો તે જ જગ્યાએ ચડાવવાં. બાધા તરીકે ચઢાવવાની ખાસ ભેટો તમાંરે સાથે લાવવી.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 12:11
41 Iomraidhean Croise  

જો આ લોક યરુશાલેમમાં યહોવાના ઘરમાં યજ્ઞ કરવા માટે જશે, તો આ લોકનું મન તેમના ધણી તરફ એટલે યહૂદિયાના રાજા રહાબામ તરફ પાછું ફરી જશે અને તેઓ મને મારી નાખીને યહૂદિયાના રાજા રહાબામ પાસે પાછા જતા રહશે.”


મેં તમારે માટે રહેવાનું મંદિર, સર્વકાળ માટે તમારે રહેવાનું સ્થાન, નક્કી બાંધ્યું છે.”


એટલે ‘મેં મારા ઇઝરાયલી લોકને મિસરમાંથી કાઢ્યા, તે દિવસથી લઈને ઇઝરાયલના સર્વ કુળોમાંથી મેં કોઈ નગર મારું નામ રાખવા માટે મંદિર બાંધવા પસંદ કર્યું નહોતું; પણ મેં મારા લોક ઇઝરાયલનો અધિકારી થવા દાઉદને પસંદ કર્યો.’


આ મંદિર પર, એટલે જે જગા વિષે તમે કહ્યું છે કે ‘ત્યાં મારું નામ રહેશે, તે પર તમારી આંખ રાત દિવસ ઉઘાડી રહે કે, તમારો સેવક આ સ્થાન તરફ [મુખ ફેરવીને] જે પ્રાર્થના કરે, તે તમે સાંભળો.


જો તમે મને કહેશો કે, ‘અમે અમારા ઈશ્વર યહોવા પર ભરોસો રાખીએ છીએ.’ તો શું, તે એ જ દેવ નથી કે જેનાં ઉચ્ચસ્થાનો તથા જેની વેદીઓ હિઝકિયાએ કાઢી નાખ્યા છે, ને યહૂદિયાને તથા યરુશાલમને ફરમાવ્યું છે કે, ‘તમારે યરુશાલેમમાં આ જ વેદી આગળ ધર્મક્રિયાઓ કરવી?’


પછી દાઉદે કહ્યું, “આ યહોવા ઈશ્વરનું મંદિર છે, ને આ ઇઝરાયલને માટે દહનીયાર્પણની વેદી છે.


રાતદિવસ આ મંદિર તરફ, એટલે જે સ્થળ વિષે તમે કહ્યું છે કે, ‘મારું નામ હું ત્યાં રાખીશ’, તે તરફ તમારી આંખો ઉઘાડી રહે કે, જેથી તમારો સેવક તથા આ સ્થળ તરફ [મુખ ફેરવીને] જે પ્રાર્થના કરે, તે તમે સાંભળો.


યહોવાએ સુલેમાનને રાત્રે દર્શન આપીને કહ્યું, “મેં તારી પ્રાર્થના સાંભળી છે, ને મેં આ સ્થળને મારે પોતાને માટે યજ્ઞના મંદિરને સારું પસંદ કર્યુ છે.


યરુશાલેમમાં જે મંદિરમાં ઈશ્વરે પોતાનું નામ કાયમ રાખ્યું છે તેમાં ફેરફાર કરવાને અથવા તેનો નાશ કરવાને જે રાજાઓ કે પ્રજાઓ પ્રયત્નો કરે તેઓનો નાશ તે ઈશ્વર કરો! હું દાર્યાવેશ આ હુકમ કરું છું; તેનો બનતી તાકીદે અમલ કરવો.”


આનંદથી યહોવાની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.


હું તમારી આગળ સ્તુત્યર્પણો ચઢાવીશ, હું યહોવાના નામને વિનંતી કરીશ.


દહનીયાર્પણો લઈને હું તમારા મંદિરમાં આવીશ; હું તમારી આગળ મારી માનતાઓ પૂરી કરીશ;


પણ તેમણે યહૂદાના કુળને, એટલે પોતાના વહાલા સિયોન પર્વતને, પસંદ કર્યો.


અને તેઓ મારે માટે પવિત્ર સ્થાન બનાવે કે, હું તેઓ મધ્યે રહું.


અને હું ઇઝરાયલી લોકો મધ્યે રહીને તેઓનો ઈશ્વર થઈશ.


“મારું સ્થાન જે શિલામાં હતું, જ્યાં પ્રથમ મેં મારું નામ રાખ્યું હતું, ત્યાં જાઓ; મારા લોક ઇઝરાયલની દુષ્ટતાને લીધે તેની જે હાલત મેં કરી તે જુઓ.


પરંતુ યહોવાના માંડવાની સામે યહોવાને માટે અર્પણ ચઢાવવા માટે મુલાકાતમંડપના દ્વારની પાસે તેને તે ન લાવે, તે પુરુષને માથે રક્તનો દોષ બેસે; તેણે તો રક્ત વહેવડાવ્યું છે. અને તે પુરુષ પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.


સાવધાન રહેજે, જે દરેક સ્થળ તું જુએ ત્યાં તારાં દહનીયાર્પણો તારે ચઢાવવાં નહિ.


પણ જે સ્થળ યહોવા તારા ઈશ્વર તારાં કુળોમાંના એકમાં પસંદ કરે ત્યાં તારે તારાં દહનીયાર્પણો ચઢાવવાં, ને ત્યાં મારું ફરમાવેલું બધું તારે કરવું.


પણ તારે ને તારા દીકરાએ ને તારી દીકરીએ ને તારા દાસે ને તારી દાસીએ ને તારા ઘરમાં રહેનાર લેવીએ યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તેમાં યહોવા તારા ઈશ્વરની સમક્ષ તે ખાવાં. અને જે સર્વને તું તારો હાથ લગાડે છે તેમાં તારે યહોવા તારા ઈશ્વરની સમક્ષ હર્ષ કરવો.


જે સ્થળે યહોવા તારા ઈશ્વર પોતાનું નામ ત્યાં રાખવા માટે પસંદ કરે તે જો તારાથી ઘણે દૂર હોય, તો જેમ મેં તને આજ્ઞા આપી છે તેમ ઢોરઢાંક તથા તારાં ઘેટાબકરાં જે યહોવાએ તને આપ્યાં છે, તેમાંથી તારે કાપવાં, ને તારું મન માનતાં સુધી તારા ઘરમાં તારે ખાવું.


ફક્ત તારી પાસેની તારી અર્પિત વસ્તુઓ, તથા તારી માનતાઓ, તે તારે લઈને યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં જવું,


પણ તમારા સર્વ કુળોમાંથી જે સ્થળ યહોવા તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે પસંદ કરશે તે સ્થળ આગળ એટલે તેના રહેઠાણ આગળ તમારે ભેગા થવું, ને ત્યાં તારે આવવું.


અને પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં તેમની હજૂરમાં તારા અનાજનો, તારા દ્રાક્ષારસનો તથા તારા તેલનો દશાંશ તથા તારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પહેલાં બચ્ચાં તારે ખાવાં, એ માટે કે તું સદા યહોવા તારા ઈશ્વરનો ડર રાખતાં શીખે.


તારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલાં સર્વ નર બચ્ચાં તું યહોવા તારા ઈશ્વરને અર્પતિ કર. પ્રથમ જન્મેલાં તારાં વાછરાડા પાસેથી કંઈ કામ ન લે, ને તારાં ઘેટાંબકરાંનાં પહેલા વેતરનાં બચ્ચાંને તું ન કાતર.


તું તથા તારું કુટુંબ એવાંને વર્ષોવર્ષ યહોવા તારા ઈશ્વરની સમક્ષ જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાં ખાઓ.


જો ખૂન વિષે કે મિલકતના દાવા વિષે કે મારામારી વિષે વાદી પ્રતિવાદી વચ્ચે એવો મુકદ્દમો ઊભો થાય કે તેનો ઇનસાફ તારાથી થઈ શકે એમ ન હોય, ને તે તકરારી બાબતો તારી ભાગળોની અંદર બની હોય, તો તારે ઊઠીને યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે,


અને કોઈ લેવી આખા ઇઝરાયલમાં તારા કોઈ પણ ગામમાં વસેલો હોય, ને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવા જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે;


તે તારી મધ્યે, તારી પાસે તારાં કોઈ પણ ગામોમાંથી જે સ્થળ તે પસંદ કરે, એટલે જ્યાં તેને ફાવે ત્યાં રહે. તું તેના પર જુલમ ન કર.


જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેની ભૂમિની બધી પેદાશ તું તારે ઘેર લાવે તેના પ્રથમફળમાંથી લઈને, તેને ટોપલીમાં ભરીને જે સ્થળ યહોવા તારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે પસંદ કરે ત્યાં તારે જવું.


જ્યારે સર્વ ઇઝરાયલ યહોવા તારા ઈશ્વરની આગળ, જે સ્થળ તે પસંદ કરે ત્યાં હાજર થાય, ત્યારે સર્વ ઇઝરાયલની આગળ તેઓના સાંભળતાં તું આ નિયમ વાંચજે.


અને શીલો મધ્યે ઇઝરાયલીઓ ભેગા થયા, ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો; અને આખો દેશ તેમની આગળ કબજે થયો.


અને ઇઝરાયલી લોકોને એવી ખબર મળી કે રુબેનપુત્રોએ ને ગાદપુત્રોએ ને મનાશ્શાના અર્ધકુળે કનાન દેશને મોખરે, યર્દન પાસેના પ્રદેશમાં, તથા ઇઝરાયલીઓની [ભૂમિની] બાજુએ, એક વેદી બાંધી છે.


“યહોવાની આખી પ્રજા એમ કહે છે, કે તમે ઇઝરાયલના ઈશ્વરની વિરુદ્ધ આ કેવો અપરાધ કર્યો છે કે આજે તમે યહોવાને અનુસરવાનું છોડી દઈ પોતાને માટે વેદી બાંધીને યહોવાનો દ્રોહ કર્યો છે?


જો અમે યહોવાને અનુસરવાનું તજી દેવ માટે વેદી બાંધી હોય; કે જો તે પર દહનીયાર્પણ કે ખાદ્યાર્પણ કે શાંત્યર્પણોના યજ્ઞ કરવા માટે [બાંધી હોય] , તો યહોવા પોતે જ [અમારિ પાસેથી] તેનો જવાબ લો;


પણ અમારી ને તમારી વચ્ચે, ને આપણી પાછળ આપણાં સંતાનોની વચ્ચે એ સાક્ષીરૂપ થાય કે, અમારાં દહનીયાર્પણથી ને અમારા યજ્ઞ થી ને અમારાં શાંત્યર્પણથી યહોવાની સેવા કરવાનો અમને પણ હક છે. જેથી ભવિષ્યમાં તમારા વંશજો અમારા વંશજોને એવું ન કહે કે, તમને યહોવાની સાથે કંઈ લાગતુંવળગતું નથી.


અમારા ઈશ્વર યહોવાના મંડપની સામે જે તેમની વેદી છે, તે સિવાય અમે દહનીયાર્પણ કે ખાદ્યાર્પણ કે યજ્ઞ ને માટે બીજી વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરીએ, ને યહોવાને અનુસરવાનું છોડી દઈએ, એવું કદી ન થાઓ.”


અને તે દિવસે ઇઝરાયલી લોકોને માટે તથા જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાં, તેની વેદીને માટે યહોશુઆએ તેઓને લાકડાં ફાડનારા તથા પાણી ભરનારા ઠરાવ્યા. અને આજ સુધી [તેમ જ છે].


તે પછી એલ્કાના પોતાના આખા કુટુંબસહિત યહોવાની આગળ વાર્ષિક યજ્ઞ તથા પોતાની માનતા ચઢાવવા ગયો.


Lean sinn:

Sanasan


Sanasan