Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 11:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને મારી આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળીને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખશો. ને તમારા ખરા મનથી ને ખરા જીવથી તેમની સેવા કરશો, તો એમ થશે કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 “જુઓ, આજે હું તમને મારી જે આજ્ઞાઓ ફરમાવું છું તે ધ્યનથી સાંભળીને તમે તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખશો, અને તમારા સાચા દયથી અને પૂરા મનથી તેમની ભક્તિ કરશો તો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અને આજે હું તમને જે આજ્ઞાઓ જણાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળી અને તમારા ઈશ્વર યહોવાહ પર પ્રીતિ રાખીને તમારા ખરા મન અને આત્માથી તેમની સેવા કરશો તો એમ થશે કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “‘આજે હું તમને જે આજ્ઞાઓ જણાવું છું તેનું જો તમે કાળજીપૂર્વક પાલન કરશો. અને તમાંરા દેવ યહોવા પર પ્રીતિ રાખી તમાંરા મન અને આત્માંથી તેની સેવા કરશો તો,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 11:13
16 Iomraidhean Croise  

સુલેમાન પોતાના પિતા દાઉદના વિધિઓ પ્રમાણે ચાલીને યહોવા પર પ્રેમ રાખતો હતો; એટલું જ કે તે ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતો હતો, ને ધૂપ બાળતો હતો.


તેમનાં સાક્ષ્ય પાળનારાઓને ધન્ય છે; તેઓ પૂર્ણ હ્રદયથી તેમને શોધે છે.


તમે તમારાં શાસનો ચોક્સાઈથી પાળવાનું અમને ફરમાવ્યું છે.


યહોવા કહે છે, “સાબ્બાથને દિવસે આ નગરના દરવાજાઓમાં થઈને પણ કંઈ બોજો અંદર ન લાવતાં પણ સાબ્બાથને પવિત્ર દિવસ માનીને તેમાં કંઈ પણ કામ ન કરતાં જો તમે મારું સાંભળશો જ સાંભળશો,


હું તેઓને તથા મારા ડુંગરની આસપાસનાં સ્થળોને આશીર્વાદરૂપ કરીશ. હું વર્ષાઋતુમાં વરસાદ વરસાવીશ; આશીર્વાદનાં ઝાપટાં આવશે.


જો તમે મારા વિધિઓમાં ચાલશો, ને મારી આજ્ઞાઓ પાળીને તે પ્રમાણે વર્તશો;


તો હું તમને ઋતુએ વરસાદ આપીશ, ને ભૂમિ પોતાની ઊપજ આપશે, ને ખેતરમાંનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે. તો હું તમને ઋતુએ વરસાદ આપીશ, ને ભૂમિ પોતાની ઊપજ આપશે, ને ખેતરમાંનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે.


અને હવે, હે ઇઝરાયલ, તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખે, તેમના સર્વ માર્ગોમાં ચાલે, ને તેમના પર પ્રેમ કરે, ને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા બજાવે,


એ માટે તું યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખ, ને તેમનું ફરમાન તથા તેમના વિધિઓ તથા તેમના હુકમો તથા તેમની આજ્ઞાઓ સર્વદા પાળ.


કેમ કે આ જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે જો તમે ખંતથી પાળીને તેમને અમલમાં લાવશો અને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખીને તેમના સર્વ માર્ગોમાં ચાલશો ને તેમને વળગી રહેશો,


માટે જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે તું પાળ, એ માટે કે તમે બળવાન થાઓ, ને જે દેશનું વતન પામવાને તમે [યર્દન] ઊતરીને જાઓ છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો;


અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે.


પણ જો ત્યાંથી તમે યહોવા તમારા ઈશ્વરને શોધશો, ને જો તું તારા પૂરા અંત:કરણથી તથા તારા પૂરા જીવથી તેની શોધ કરશે, તો તે તને મળશે.


યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ તથા કરારો તથા વિધિઓ તેમણે તને ફરમાવ્યાં છે તે તમે ખંતથી પાળો.


અને આ હુકમોને લક્ષ આપીને તમે તે પાળશો ને અમલમાં મૂકશો તેથી એમ થશે કે, જે કરાર તથા દયા વિષે યહોવા તારા ઈશ્વરે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે, તે તારી પ્રત્યે તે અદા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan