અને તમારા લોક જેવી એટલે ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે, જેને પોતાના લોકો થવા માટે છોડાવવા, પોતાનું નામ [અમર] કરવા, અને જે પોતાના લોકને તમે પોતાને માટે મિસરમાંથી, દેશજાતિઓ તથા તેઓનાં દેવદેવીઓ પાસેથી છોડાવ્યા છે તેઓના જોતાં તમારે માટે મહાન કૃત્યો તથા તમારા દેશને માટે ભયંકર કૃત્યો કરવા તમે જે ઈશ્વર તે સિધાવ્યા હોય?
વળી તેમણે પોતાના લોકોનું શિંગ, અને પોતાના બધા સંતોની સ્તુતિ ઊંચી કરી છે; અને જે તેમની પાસે રહેનાર ઇઝરાયલ લોકો છે [તેમને તેમણે ઊંચા કર્યા છે]. યહોવાની સ્તુતિ કરો.
અને યહોવાએ કહ્યું, “જો, હું કરાર કરું છું. આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયાં ન હોય એવાં આશ્વર્યકૃત્યો તારા સર્વ લોકની આગળ હું કરીશ; અને જે લોકોમાં તું રહે છે તે બધા યહોવાનું કામ જોશે; કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે.
હેવ પછી દિવસે તને અજવાળું આપવા માટે સૂર્યની જરૂર પડશે નહિ; અને તેજને માટે ચંદ્ર તારા પર પ્રકાશશે નહિ! પણ યહોવા તારું સર્વકાળનું અજવાળું, ને તારો ઈશ્વર તારી શોભા થશે.