Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 1:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 નૂનનો પુત્ર યહોશુઆ જે તારી હજૂરમાં ઊભો રહે છે તે તેમાં પ્રવેશ કરશે. તું તેને હિમ્મત આપ. કેમ કે ઇઝરાયલને તે તેનો વારસો અપાવશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

38 તારો સહાયક, નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે. તું તેને હિંમત આપ. કારણ, તે જ ઇઝરાયલીઓને એ દેશનો કબજો અપાવશે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 નૂનનો દીકરો યહોશુઆ જે તારી આગળ તારા ચાકર તરીકે ઊભો છે તે તેમાં પ્રવેશ કરશે; તું તેને હિંમત આપ, કેમ કે તે ઇઝરાયલને તેનો વારસો અપાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 પણ તારો સેવક યહોશુઆ જે નૂનનો પુત્ર છે તે લોકોને દોરી જશે, તેને હિંમત આપજે, કારણ કે એ જ ઇસ્રાએલને એ પ્રદેશનો કબજો અપાવનાર છે.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 1:38
20 Iomraidhean Croise  

અને મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠયા; અને મૂસા ઈશ્વરના પર્વત પર ગયો.


અને જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે, તેમ યહોવા મૂસાની સાથે મોઢામોઢ વાત કરતા. પછી તે છાવણીમાં પાછો આવતો; પણ તેનો સેવક, નૂનનો દીકરો યહોશુઆ, જે જુવાન માણસ હતો, તે મંડપમાંથી નીકળતો ન હતો.


પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને તું જુએ છે શું? તો [તારે જાણવું કે] તે તો રાજાઓની હજૂરમાં ઊભો રહેશે; તે હલકા માણસોની આગળ ઊભો નહિ રહેશે.


જુઓ, જે ખાલદીઓ આપણી પાસે આવશે, તેઓની આગળ હાજર થવા માટે હું તો મિસ્પામાં રહીશ; પણ તમે દ્રાક્ષારસ, ઉનાળાનાં પાકેલાં ફળ તથા તેલ એકઠાં કરો, ને તમારાં પાત્રોમાં ભરી રાખો, ને તમારાં જે નગરો તમે કબજે કર્યાં છે તેઓમાં રહો.”


જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવાને મોકલ્યા તેઓનાં નામ એ હતાં.અને મૂસાએ નૂનના દિકરા હોશિયાનું નામ યહોશુઆ પાડયું.


એફ્રાઈમના કુળમાંથી નૂનનો દિકરો હોશિયા.


જે દેશમાં તમને વસાવવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે, તેમાં જવા નહિ જ પામશે. કેવળ યફૂનેનો દિકરો કાલેબ તથા નૂનનો દિકરો યહોશુઆ જવા પામશે.


પણ જેઓ દેશની જાસૂસી કરવાને માટે ગયા હતા તેઓમાંથી નૂનનો દિકરો યહોશુઆ તથા યફૂનેનો દિકરો કાલેબ જીવતા રહ્યા.


કેમ કે યહોવાએ તેઓના વિષે કહ્યું હતું કે તેઓ અરણ્યમાં નક્કી મરશે. અને યફૂનેહના દિકરા કાલેબ તથા નૂનના દિકરા યહોશુઆ વિના તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહોતો.


“જે માણસો તમને દેશનો વારસો વહેંચી આપશે તેઓનાં નામ આ છે: એટલે એલાઝાર યાજક તથા નૂનનો દિકરો યહોશુઆ,


પણ યહોશુઆને આજ્ઞા કર, ને તેને હિમ્મત તથા બળ આપ. કેમ કે તે આ લોકોને પેલી બાજુ દોરી જશે, ને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને પ્રાપ્ત કરાવશે.’


અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, તારા મરણના દિવસ પાસે આવ્યા છે. યહોશુઆને બોલાવ, ને મુલાકાતમંડપમાં તમે બન્‍ને હાજર થાઓ કે હું તેને સોંપણી કરું.” અને મૂસા તથા યહોશુઆ જઈને મુલાકાતમંડપમાં હાજર થયા.


અને નૂનના દીકરા યહોશુઆને સોંપણી કરીને તેણે કહ્યું, “બળવાન તથા હિમ્મતવાન થા, કેમ કે ઇઝરાયલી લોકોને જે દેશ આપવાની મેં તેમની આગળ પ્રતિજ્ઞા લીધી તેમાં તું તેઓને લાવશે. અને હું તારી સાથે રહીશ.”


હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે, નૂનનો દીકરા યહોશુઆને, એટલે મૂસાના સહાયકારીને, યહોવાએ કહ્યું,


એમ યહોવાએ મૂસાને જે કંઈ કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ તે દેશ કબજે કર્યો; અને યહોશુઆએ તે દેશ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે હિસ્‍સો પાડીને વતન તરીકે વહેંચી આપ્યો. અને દેશ યુદ્ધથી પરવાર્યો.


અને શાઉલે યિશાઈ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું, “કૃપા કરીને દાઉદને મારો હજૂરિયો થવા દે; કેમ કે તેના પર મારી કૃપાદષ્ટિ થઈ છે.”


Lean sinn:

Sanasan


Sanasan