Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 1:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેથી તમારાં કુળોના મુખ્યો જેઓ બુદ્ધિમાન તથા નામીચા પુરુષો હતા તેઓને લઈને મેં તેઓને તમારા અધિકારીઓ ઠરાવ્યા, એટલે જેવાં તમારાં કુળો તે પ્રમાણે હજારહજાના આગેવાનો, તથા સોસોના આગેવાનો, તથા દશદશના આગેવાનો, તથા અમલદારપ [ઠરાવ્યા].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તેથી તમારા કુળોમાંથી તમે પસંદ કરેલા શાણા અને પ્રતિષ્ઠિત પુરુષોને લઈને મેં તેમને તમારા અધિકારીઓ તરીકે નીમ્યા: કેટલાકને હજાર હજારના ઉપરી, કેટલાકને સો સોના ઉપરી, કેટલાકને પચાસ પચાસના ઉપરી, તો કેટલાકને દશ દશના ઉપરી ઠરાવ્યા. તમારાં કુળો માટે બીજા અધિકારીઓ પણ નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 “તેથી તમારાં કુળોમાંના આગેવાનો જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારાં કુળો પ્રમાણે હજાર-હજારના આગેવાનો તથા સો-સોના આગેવાનો, પચાસ-પચાસના આગેવાનો દસ-દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “તેથી પ્રત્યેક કુળમાંથી હોશિયાર અને અનુભવી માંણસોને મેં પસંદ કર્યા અને તેઓને તમાંરા આગેવાનો અને અમલદારો તરીકે નિમ્યા; કેટલાકને 1,000ના, કેટલાકને 100ના, કેટલાકને 50ના તો કેટલાકને 10ના આગેવાનો બનાવ્યા. અને મેં બીજાને પ્રત્યેક કુળસમૂહના અમલદારો નીમ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 1:15
12 Iomraidhean Croise  

વળી તું સર્વ માણસોમાંથી હોશિયાર માણસોને, એટલે ઈશ્વરનો ડર રાખનાર સત્ય પુરુષોને તથા સ્વાર્થદ્વેષકોને શોધી કાઢીને તેઓને હજાર હજારના ઉપરીઓ, સો સોના ઉપરીઓ, પચાસ પચાસના ઉપરીઓ, તથા દશ દશના ઉપરીઓ તેઓના ઉપર ઠરાવ;


અને યહોવાએ મૂસાને કહ્યું, “યહોવાની પાસે ઉપર આવ, તું તથા હારુન તથા નાદાબ તથા અબીહૂ તથા ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર ઉપર આવો; અને દૂર રહીને ભજન કરો.


અને પ્રત્યેક કૂળમાંનો એક પુરુષ, જે તેના પિતાના ઘરનો મુખ્ય હોય, તે તમારી સાથે રહે.


અને સૈન્યના અધિકારીઓ, એટલે હજારહજારના આગેવાનો, તથા સોસોના આગેવાનો, જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર મૂસાને રોષ ચઢ્યો.


વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને માટે, ખ્રિસ્તના શરીરની ઉન્‍નતિ કરવાને માટે,


અને તમે મને ઉત્તર આપ્યો કે, જે વાત તેં કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે.


અને તે વખતે મેં તમારા ન્યાયાધીશોને એવી આજ્ઞા કરી હતી કે, તમારા ભાઈઓ વચ્ચે [ના વાંધા] સાંભળીને ભાઈ ભાઈની વચ્ચે, તથા [ભાઈ અને] તેની સાથેના પરદેશીની વચ્ચે તમારે અદલ ન્યાય કરવો.


“જે સર્વ ગામો યહોવા તારા ઈશ્વર તને આપે તેમની અંદર તું તારે માટે તારાં કુળો પ્રમાણે ન્યાયાધીશો તથા અમલદારો ઠરાવ. અને તેઓ અદલ ન્યાયીપણાથી લોકોનો ન્યાય ચૂકવે.


વળી આ દશ પનીર તેઓના સહસ્રાધિપતિની પાસે લઈ જઈને તેને આપજે, ને તારા ભાઈઓ કેમ છે તે જોજે, ને તેમની પાસેથી કંઈ નિશાની લાવજે.”


ત્યારે શાઉલે પોતાની આસપાસ ઊભેલા પોતાના ચાકરોને કહ્યું, “હે બિન્યામીનીઓ, સાંભળો, શું યિશાઈનો દીકરો તમ દરેકને ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ આપશે, શું તે તમ સર્વને સહસ્‍ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ બનાવશે કે,


તે પોતાને માટે તેઓને હજારહજાર ઉપર સરદારો ને પચાસ પચાસ ઉપર સરદારો બનાવશે; તે કેટલાકને પોતાનાં ખેતરો ખેડવા, કાપણી કરવા, તથા યુદ્ધનાં શસ્‍ત્રોને પોતાના રથોનો સામાન બનાવવા કામે લગાડશે.


Lean sinn:

Sanasan


Sanasan