Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 1:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જે વચનો મૂસાએ યર્દન પાર અરણ્યમાં, સૂફ [સમુદ્ર] સામેના અરાબામાં, પારાન તથા તોફેલ તથા લાબાન તથા હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની વચમાં સર્વ ઇઝરાયલી લોકોને કહી સંભળાવ્યાં તે નીચે પ્રમાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલીઓ યર્દન નદીની પૂર્વે રણપ્રદેશમાં હતા ત્યારે મોશેએ તેમને સંબોધેલાં કથનો આ પુસ્તકમાં છે. તેઓ સૂફની સામેના યર્દનના ખીણપ્રદેશ અરાબામાં હતા. તેમની એક તરફ પારાન અને બીજી તરફ તોફેલ, લાબાન, હાસેરોથ તથા દીઝાહાબ નગરો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યર્દન પાર અરણ્યમાં, સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં, પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની નગરો આવેલાં હતા ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલપુત્રોને કહી સંભળાવ્યાં તે નીચે મુજબ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જયારે સર્વ ઇસ્રાએલી પ્રજા યર્દન નદીને પૂવેર્ આવેલા મોઆબના રણ પ્રદેશમાં હતી, મૂસાએ તે લોકોને જે વચનો કહ્યાં હતાં તે આ પ્રમાંણે છે, તે વખતે તેઓ યર્દનકાંઠામાં સૂફની સામે હતા. તેમની એક તરફ પારાનનું રણ આવેલું હતું અને બીજી તરફ તોફેલ, લાબાન, હસેરોથ અને દીઝાહાબ આવેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 1:1
29 Iomraidhean Croise  

અને તે પારાનના અરણ્યમાં રહ્યો; અને તેની માએ તેને માટે મિસર દેશમાંથી એક પત્ની લીધી.


અને તેઓ મિદ્યાનમાંથી નીકળીને પારાન ગયા, અને પારાનમાંથી પોતાની સાથે માણસો લઈને તેઓ મિસરના રાજા ફારુન પાસે મિસરમાં આવ્યાં. તેણે એને ઘર આપ્યું, તેને માટે ખોરાકી ઠરાવી આપી ને એને જમીન આપી


ઈશ્વર તેમાનથી [આવે છે] , પવિત્ર [ઈશ્વર] પારાન પર્વતથી આવે છે. (સેલાહ) તેમનો પ્રકાશ આકાશોમાં વ્યાપી રહે છે, ને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે.


અને ઇઝરાયલી લોકો સિનાઈના અરણ્યમાંથી પોતાની કૂચ પર ચાલી નીકળ્યા. અને પારાનના અરણ્યમાં મેઘ થોભ્યો.


અને લોકો કિબ્રોથ-હાત્તાવાથી નીકળીને હસેરોથ ગયા. અને તેઓ હસેરોથમાં રહ્યા.


અને પછી લોકોએ હસેરોથથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી.


અને તેઓ ચાલીને મૂસા તથા હારુનની પાસે, તથા ઇઝરાયલની સમગ્ર પ્રજા પાસે પારાનના અરણ્યમાં, કાદેશમાં આવ્યા. અને તેઓને તથા સમગ્ર પ્રજાને તેઓએ ખબર આપી, ને તે દેશનાં ફળ તેઓને બતાવ્યાં.


અને યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ પારાન અરણ્યથી તેઓને મોકલ્યા, એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના મુખ્યો હતા.


કેમ કે યર્દનને સામે કાંઠેને એથી આગળ પણ અમે તેઓની સાથે વારસો નહિ લઈએ, કેમ કે યર્દનની આ પૂર્વની બાજુએ અમને અમારો વારસો મળી ચૂક્યો છે.”


યહોવાની આગળ શસ્‍ત્રસજ્જિત થઈને અમે કનાન દેશમાં પાર ઊતરીશું, ને યર્દનની પૂર્વે અમારા વારસાનું વતન અમારે માટે [રહેશે].”


અને તેઓએ કહ્યું, “જો તારી દષ્ટિમાં અમે કૃપા પામ્યા હોઈએ તો દેશ વતન તરીકે તારા દાસોને અપાય. યર્દનને પેલે પાર અમને લઈ ન જા.”


અને રિમ્મોન-પેરેસથી નીકળીને તેઓએ લિબ્નામાં છાવણી કરી.


અને લિબ્નાથી નીકળીને તેઓએ રિસ્સામાં છાવણી કરી.


[આ] બે કુળોને તથા અડધા કુળને તેઓનો વારસો યર્દન પાર યરીખો આગળ પૂર્વ તરફ, એટલે ઉગમણી તરફ મળી ચૂક્યો છે.”


તમારે ત્રણ નગરો યર્દન પાર આપવાં, ને ત્રણ નગરો તમારે કનાન દેશમાં આપવાં તે આશ્રયનગરો થાય.


તેથી સેઈરવાસી આપણા ભાઈઓ એસાવપુત્રોને છેડ્યા વગર આપણે તેમના [પ્રાંત] માં થઈને અરાબાને રસ્તે થઈને એલાથ તથા એશ્યોન-ગેબેરથી ગયા. અને આપણે વળીને મોઆબના અરણ્યને રસ્‍તે ચાલ્યા.


અને મૂસાએ તથા ઇઝરાયલના વડીલોએ લોકોને આજ્ઞા આપીને કહ્યું, “જે સર્વ આજ્ઞા હું આજે તમને આપું છું તે પાળો.


હોરેબમાં જે કરાર યહોવાએ ઇઝરાયલ લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવાની આ તેમણે મૂસાને આપી, તે આ પ્રમાણે છે:


અને મૂસાએ જઈને સર્વ ઇઝરાયલને આ વચનો કહ્યાં.


અને તેણે કહ્યું, “યહોવા સિનાઈથી આવ્યા, અને સેઈરથી તેઓ પર ઊગ્યા; પારાન પહાડથી તે પ્રકાશ્યા, અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા; તેમના જમણા હાથમાં નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.


અમોરીઓનો રાજા સિહોન જે હેશ્બોનમાં રહેતો હતો, ને જેને મૂસાએ તથા ઇઝરાયલી લોકોએ મિસરમાંથી નીકળ્યા પછી પરાજીત કર્યા હતો તેના દેશમાં યર્દન પાર બેથ-પેઓરની સામેની ખીણમાં [તે તેણે કહી સંભળાવ્યા].


અને મૂસાએ સર્વ ઇઝરાયલને બોલાવીને તેઓને કહ્યું, “હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું આજે તમારા સાંભળતાં કહી સંભળાવું છું તે સાંભળો કે તમે તે શીખો તથા તે પાળીને તેમનો અમલ કરો.


અને હવે તમારા ઈશ્વર યહોવાએ તમારા ભાઈઓને કહ્યું હતું તેમ, હમણાં તેણે તેઓને વિશ્રાંતિ આપી છે. એ માટે તે પાછા વળીને તમારા તંબુઓમાં તથા તમારા વતનની ભૂમિ, જે યહોવાના સેવક મૂસાએ તમને યર્દનની પેલે પાર આપી, તેમાં જાઓ.


હવે મનાશ્શાના અર્ધકુળને મૂસાએ બાશાનમાં [વતન] આપ્યું હતું; પણ તેના બીજા અર્ધભાગને યહોશુઆએ તેઓના ભાઈઓ સાથે પશ્ચિમમાં યર્દન પાર [વતન] આપ્યું. વળી જ્યારે યહોશુઆએ તેઓને તેઓના તંબુઓમાં મોકલી દીધા, ત્યારે તેણે તેઓને આશીર્વાદ આપ્યો,


ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી રહ્યું, અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદામનગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું. અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.


અને યર્દન પારના જે સર્વ રાજાઓ પહાડી પ્રદેશમાં, તથા નીચાણના પ્રદેશમાં, તથા મહાસમુદ્રના લબાનોનની સામેના આખા કાંઠા ઉપર રહેતા હતા, એટલે હિત્તીઓ તથા અમોરીઓ તથા કનાનીઓ તથા પરિઝીઓ તથા હિવ્વીઓ તથા યબૂસીઓ, તેઓએ જ્યારે તે સાંભળ્યું, ત્યારે એમ થયું કે,


વળી યર્દન પારના અમોરીઓના બે રાજા, એટલે હેશ્બોનનો રાજા સિહોન ને આશ્તારોથમાં રહેનાર બાશાનનો રાજા ઓગ, તેઓને તેમણે જે જે કર્યું તે [પણ અમે સાંભળ્યું છે].


શમુએલ મરણ પામ્યો; અને સર્વ ઇઝરાયલે એકત્ર થઈને તેને માટે શોક કર્યો, ને તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના રાનમાં ગયો.


Lean sinn:

Sanasan


Sanasan