Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 9:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેં વિનંતી કરવા માંડી તે વખતે પ્રભુની આજ્ઞા થઈ તેથી તને માહિતી આપવા માટે હું આવ્યો છું; કેમ કે તું અતિ પ્રિય છે; માટે તું આ વાતનો વિચાર કર, ને સંદર્શન સમજ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે. તું ઈશ્વરને પ્રિય હોવાથી હું તેનો જવાબ લઈને આવ્યો છું. હવે હું તને દર્શન સમજાવીશ; તું તે ધ્યનથી સાંભળ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તે દયા માટે વિનંતી કરવા માંડી, ત્યારે આજ્ઞા થઈ તેથી હું જવાબ આપવા આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે. માટે તું આ વાતનો વિચાર કર અને પ્રગટીકરણ સમજ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તેઁ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું એ જ ક્ષણે યહોવાએ તેનો ઉત્તર આપ્યો અને તે ઉત્તર તને કહેવા માટે હું અહીં આવ્યો છું. કારણકે દેવ તને પુષ્કળ ચાહે છે. હવે તું સાંભળ, અને તેઁ જોયેલા સંદર્શનનો અર્થ સમજવાનો પ્રયત્ન કર!

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 9:23
12 Iomraidhean Croise  

ત્યારે આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો કહાવ્યો, “ઇઝરાયલના ઈશ્વર યહોવા આમ કહે છે કે, ‘તેં આશૂરના રાજા સાન્હેરીબ વિરુદ્ધ મારી આગળ પ્રાર્થના કરી છે, તો મેં તારું સાંભળ્યું છે.’


દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.


હું મારા પ્રીતમની છું, અને તેનો મારા પર પ્રેમ છે.


ત્યારે જો કે નૂહ, દાનિયેલ તથા અયૂબ, એ ત્રણ માણસો તેમાં હોય તોપણ તેઓ પોતાની નેકીથી ફકત પોતાના જ જીવ બચાવશે, એમ પ્રભુ યહોવા કહે છે.


“હે મનુષ્યપુત્ર, જો, જે તારી આંખોને પ્રિય છે તે હું એકે સપાટે તારી પાસેથી લઈ લઉ છું; તોપણ તારે શોક કે વિલાપ કરવો નહિ, અને તારે આંસુઓ પાડવાં નહિ.


તેઓ તારું દ્રવ્ય લૂંટી લેશે, ને તારી માલમતાનું હરણ કરશે. તેઓ તારા કોટ તોડી પાડશે, ને તારા સુંદર ઘરોનો નાશ કરશે. તેઓ તારા પથ્થરોને તથા તારા લક્કડને તથા તારી ધૂળને પાણીમાં નાખી દેશે.


ઈરાનના રાજા કોરેશને ત્રીજે વર્ષે દાનિયેલ, જેનું નામ બેલ્ટશાસ્સાર પાડેલું હતું, તેને એક બાબત પ્રગટ કરવામાં આવી. એ બાબત એક મોટા યુદ્ધની હતી, ને તે ખરી હતી; તેને એ બાબતની સમજણ પડી, ને તેને સંદર્શન વિષે સમજૂતી મળી.


તેણે કહ્યું, “જે અતિ પ્રિય માણસ, બીશ નહિ, તને શાંતિ થાઓ, બળવાન થા, હા, બળવાન થા, ” જ્યારે તેણે મારી સાથે વાત કરી ત્યારે મને જોર આવ્યું, ને મેં કહ્યું, “મારા મુરબ્બી, બોલો; કેમ કે તમે મને બળ આપ્યું છે.”


દાનિયેલ તો બીજા સરસૂબાઓ તથા સૂબાઓ કરતાં વધારે નામાંકિત થયો, કારણ કે તેનામાં ઉત્તમ મન હતું; અને રાજા તેને આખા રાજ્ય ઉપર નીમવાનો વિચાર કરતો હતો.


એ માટે ઉજ્જડની અમંગળપણા [ની નિશાની] જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઊભેલી જુઓ (જે વાંચે તે સમજે),


દૂતે તેની પાસે આવીને કહ્યું, “હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે.”


Lean sinn:

Sanasan


Sanasan