Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 9:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી વિરુદ્ધ તથા અમારો ન્યાય કરનારા અમારા ન્યાયાધીશોની વિરુદ્ધ પોતે બોલેલાં વચનો તેમણે પરિપૂર્ણ કર્યા છે; કેમ કે યરુશાલેમ પર જે [વિપત્તિ] પાડવામાં આવી છે તેવી [વિપત્તિ] આખા આકાશ નીચે [કોઈ સ્થળે] પડી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 અમારા પર મોટી આફત લાવીને અમારી અને અમારા શાસકોની સામે તમે તમારી ઉચ્ચારેલી વાણી સાચી પાડી છે. પૃથ્વીનાં બધાં શહેરો કરતાં તમે યરુશાલેમને વધુ સખત સજા કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી તથા અમારા રાજકર્તાઓ વિરુદ્ધ તેમણે જે વચનો કહેલા હતાં તે યહોવાહે પરિપૂર્ણ કર્યાં છે. કેમ કે યરુશાલેમને જે કરવામાં આવ્યું છે તેવું આખા આકાશ નીચે ક્યાંય કરવામાં આવ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “તમે અમને અને અમારા રાજ્યકર્તાઓને ચેતવણી આપ્યા પ્રમાણે જ કર્યું છે, અને યરૂશાલેમ પર અતિ ભારે આપત્તિ આવવા દીધી છે, પૃથ્વી પર બીજા કોઇ નગરમાં કદી એવી આપત્તિ આવી નથી.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 9:12
31 Iomraidhean Croise  

માટે તમારા લોકનો ન્યાય કરવા માટે મને તમારા સેવકને ડહાપણભર્યું હ્રદય આપો કે, જેથી ખરાખોટાનો ભેદ હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”


યહોવા એમ કહે છે કે, જો, યહૂદિયાના રાજાએ જે પુસ્તક વાંચ્યું છે તેનાં સર્વ વચન પ્રમાણે હું આ જગા પર તથા તેના રહેવાસીઓ પર વિપત્તિ લાવીશ;


તે રાજમંત્રીઓ [ની બુદ્ધિ] લૂંટી લે છે, અને ન્યાયાધીશોને મૂર્ખો બનાવે છે.


પૃથ્વીના રાજાઓ તથા સર્વ લોકો; હાકેમો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો;


હે રાજાઓ, તમે સમજો; પૃથ્વીના શાસકો, તમે હવે શિખામણ લો.


મારાથી સરદારો તથા હોદ્દેદારો, હા, પૃથ્વીના સર્વ ન્યાયાધીશો, અમલ ચલાવે છે.


તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ કર્યા છે, ને યાકૂબને શાપરૂપ તથા ઇઝરાયલીઓને નિંદાપાત્ર કરી નાખ્યા છે.


તે પોતાના સેનકની વાતને સ્થિર કરનાર છે, ને પોતાના સંદેશીયાના સંદેશાને તે સત્ય ઠરાવે છે; તે યરુશાલેમ વિષે કહે છે કે તેમાં વસતિ થશે; અને યહૂદિયાનાં નગરો વિષે [કહે છે કે,] તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ;


હાય હાય! તે દિવસ એવો ભારે છે કે તેના જેવો બીજો કોઈ નથી. તે તો યાકૂબના સંકટનો વખત છે; તોપણ તે તેમાંથી બચશે.”


તેઓએ આવીને આ વતન પ્રાપ્ત કર્યું. પણ તેઓએ તમારું વચન સાંભળ્યું નહિ, ને તમારા નિયમશાસ્ત્રને ધોરણે ચાલ્યા નહિ; જે સર્વ કરવાને તમે તેઓને આજ્ઞા આપી હતી તેમાંનું તેઓએ કંઈ પણ કર્યું નહિ:તે માટે આ બધું દુ:ખ તેઓના પર તમે મોકલી આપ્યું છે.


“તું જઈને હબશી એબેદ-મેલેખને કહે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, મારાં વચનો પ્રમાણે આ નગરનું હિત નહિ થાય, પણ હું એના પર વિપત્તિ લાવીશ, તે દિવસે તારી આગળ [એ વચનો] ફળીભૂત થશે.


તમે ધૂપ બાળ્યો તથા યહોવાની વિરુદ્ધ પાપ કર્યું, ને યહોવાનું વચન માન્યું નહિ, ને તેમના નિયમશાસ્ત્ર, તેમના વિધિઓ તથા તેમનાં સાક્ષ્યો પ્રમાને ચાલ્યા નહિ, તેથી જેમ આજે છે, તેમ આ વિપત્તિ તમારા પર આવી પડી છે.”


રે પાસે થઈને સર્વ જનારા, શું આ તમારી નજરમાં કંઈ નથી? નજર કરીને જુઓ, મારા પર જે દુ:ખ પડ્યું, જે વડે યહોવાએ પોતાના ભારે કોપને કારણે મને દુ:ખી કરી છે. તેના જેવું બીજું કોઈ દુ:ખ છે શું?


હે યરુશાલેમની દીકરી, હું તને શો બોધ આપું? હે સિયોનની કુંવારી દિકરી હું તને કોની ઉપમા આપું? હું તને દિલાસો દેવા માટે તને શાની સાથે સરખાવું.? કેમ કે તારું બાકોરું સમુદ્ર જેવડું છે! તારું દુ:ખ કોણ ટાળી શકે?


યહોવાએ જે નિર્ણય કર્યો હતો તે તેમણે પાર પાડ્યો છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પાર પાડ્યું છે. દયા રાખ્યા વગર તેમણે તને તોડી પાડ્યું છે. અને તારો શત્રુ તારા [હાલ જોઈને] હરખાય, એવું તેમણે કર્યું છે. પ્રભુએ તારા દુશ્મોનોનું શિંગ ઊંચું ચઢાવ્યું છે.


જે સદોમ અકસ્માત નષ્ટ થયું, ને જેને કોઈએ હાથ લગાડ્યો નહોતો, તેના અન્યાય કરતાં મારા લોકોની દિકરીનો અન્યાય મોટો છે.


જેઓને યહોવાએ મોકલ્યા નથી તેમ છતાં તેઓ કહે છે કે યહોવા આમ આમ કહે છે, તેઓને વ્યર્થતાનું તથા જૂઠા શકૂનનું દર્શન થયું છે અને તેઓએ માણસોમાં એવી આશા ઉત્પન્ન કરી છે કે તેમનું વચન ફળીભૂત થશે.


વળી તારાં સર્વ તિરસ્કારપાત્ર કૃત્યોને લીધે હું તારી એવી દુર્દશા કરીશ કે જેવી મેં કદી કોઈની કરી નથી, ને ફરીથી કોઈની પણ કદી કરીશ નહિ.


તે સમયે મહાન સરદાર મિખાયેલ, જે તારા લોકોના પક્ષમાં ઊભો રહે છે, તે ખડો થશે; અને એવા સંકટનો સમય આવશે કે [પહેલવહેલી] પ્રજા ઉત્પન્‍ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો નહોતો. એ સમયે તારા લોકોમાંના જેઓ [નાં નામ] પુસ્તકમાં નોંધાયેલાં માલૂમ પડશે તે દરેકનો બચાવ થશે.


અંધકાર તથા ગમગીનીનો દિવસ, વાદળ તથા ઘાડા અંધકારનો દિવસ, પર્વતો પર દેખાતા ઝળઝળા જેવો [દિવસ તે થશે]. આગળ કદી થઈ નથી, ને હવે પછી ઘણી પેઢીઓ સુધી બીજી કોઈ થશે નહિ, એવી મોટી તથા બળવાન પ્રજા [આવશે].


તે વચન એ છે, “પૃથ્વીની સર્વ પ્રજાઓમાંથી ફક્ત તમારી જ કાળજી મેં રાખી છે; માટે તમારા સર્વ અન્યાયની શિક્ષા હું તમને કરીશ.”


પણ જે મારાં વચનો તથા મારા વિધિઓ મેં મારા સેવક પ્રબોધકોને ફરમાવ્યાં, તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડયા નહિ? અને તેઓ ફર્યા, ને કહ્યું, યહોવાએ આપણને આપણા માર્ગો પ્રમાણે તથા આપણા કૃત્યો પ્રમાણે જેમ કરવા ધાર્યું, તેમ જ તેમણે આપણને કર્યું છે.’”


મને રાત્રે સંદર્શન થયું, ને જુઓ, રાતા ઘોડા પર સવાર થયેલો એક પુરુષ ખીણમાંની મેંદીઓમાં ઊભો હતો. તેની પાછળ રાતા, કાબરા તથા ધોળા ઘોડા હતા.


હા, નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના [ઇશ્વર] યહોવાએ પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકોની હસ્તક મોકલ્યાં હતાં, તે રખેને તેઓ સાંભળે તે માટે તેઓએ પોતાનાં હ્રદય વજ્ જેવાં કર્યાં; તેથી સૈન્યોના [ઇશ્વર] યહોવાની હજૂરમાંથી ઉગ્ર કોપ આવ્યો.


કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.


કેમ કે હું તમને ખચીત કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી બધાં પૂરાં થયા વગર નિયમશાસ્‍ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહિ.


કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી [વિપત્તિ] ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે હજી સુધી થઈ નથી ને થશે પણ નહિ.


કેમ કે એ વૈર વાળવાના દિવસો છે, જેથી જે જે લખેલું છે, તે બધું પૂરું થાય.


વળી હું કહું છું કે, જે વચનો પૂર્વજોને આપેલાં હતાં, તેઓને તે સત્ય ઠરાવે,


Lean sinn:

Sanasan


Sanasan