Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 8:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, બે શિંગડાવાળો એક મેંઢો નદી આગળ ઊભો હતો. એ બે શિંગડાં ઊંચાં હતાં, પણ તેમાંનું એક બીજા કરતાં ઊંચું હતું, ને જે વધારે ઊંચું હતું તે પાછળથી ઊગી નીકળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ત્યાં નદીની પાસે મેં એક ઘેટો જોયો. તેને બે લાંબાં શિંગડાં હતાં. તેમાંનું એક શિંગડું વધુ લાંબું અને બીજાં કરતાં નવું લાગતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મેં મારી નજર ઉપર કરીને જોયું તો મારી આગળ બે શિંગડાંવાળો બકરો નદી આગળ ઊભેલો હતો. તેનું એક શિંગડું બીજા કરતાં લાંબું હતું, પણ લાંબું શિંગડું ધીમેથી વૃદ્ધિ પામતું હતું અને તે પાછળથી લાંબું થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મેં જોયું તો ઉલાય નદીને કિનારે એક મેંઢો ઊભેલો હતો. તેને બે શિંગડાં હતાં. એક શિંગડું મોટું હતું. અને મોટું શિંગડુ થોડીવાર પછી બીજા કરતા ઊંચુ થયું.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 8:3
25 Iomraidhean Croise  

દાઉદે ઊંચી નજર કરી તો પૃથ્વી પર તથા આકાશની વચમાં યહોવાના દૂતને ઊભેલો જોયો, ને યરુશાલેમ ઉપર તેના લંબાવેલા હાથમાં ખુલ્લી તરવાર હતી. ત્યારે દાઉદે તથા વડીલોએ ટાટ પહેરીને જમીન પર લાંબા થઈને તેને દંડવત કર્યા.


તેમાં તેણે પોતે કહ્યું, “આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે, ને યહૂદિયામાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે.


તેઓનો ઇરાદો નિષ્ફળ કરવા માટે, ઇરાનના રાજા કોરેશની કારકિર્દી પર્યંત તથા ઇરાનના રાજા દર્યાવેશના રાજય સુધી, તેઓએ પૈસા આપીને તેઓની વિરુદ્ધ ભાડૂતી માણસો રાખ્યા.


તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે પોતાના સર્વ સરદારોને તથા પોતાના હજૂરિયાને મિજબાની આપી. ત્યારે ઈરાન તથા માદાયના અમલદારો, પ્રાંતોના અમીરો તથા સરદારો તેની હજૂરમાં હાજર થયા હતા.


જુઓ, હું માદીઓને તેમની સામે ઉશ્કેરીશ, તેઓ રૂપાને ગણકારશે નહિ, ને સોનાથી રીઝશે નહિ.


કઠણ સંદર્શન મારી આગળ દેખાય છે; ઠગ ઠગે છે, ને લૂંટારો લૂંટે છે. ‘હે એલામ, ચઢાઈ કર; હે માદાય, ઘેરો નાખ; મેં તેના સર્વ નિશ્વાસને બંધ કર્યો છે.


તે જ કોરેશ વિષે કહે છે કે તે મારો ઘેટાંપાળક છે, તે મારો બધો મનોરથ પૂરો કરશે, વળી તે યરુશાલેમ વિષે કહે છે, ‘તું [ફરી] બંધાઈશ; અને મંદિરનો પાયો નાખવામાં આવશે.’”


તીરો તીક્ષ્ણ કરો; ઢાલો ધરો; યહોવાએ માદીઓના રાજાઓના આત્માને ઉશ્કેર્યો છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે. કેમ કે આ તો યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર છે.


મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ [ઊભો હતો] , તેની કમર ઉફાઝના ચોખ્ખા સોના [ના કમરબંધ] થી બાંધેલી હતી.


આપના પછી આપના કરતાં ઊતરતું એવું બીજું રાજ્ય થશે; અને તે પછી ત્રીજું પિત્તળનું રાજ્ય [થશે] કે, જે આખી પૃથ્વી પર હકૂમત ચલાવશે.


તેનું રાજ્ય માદી દાર્યાવેશ કે જે આશરે બાસઠ વર્ષની વયનો હતો તેના હાથમાં આવ્યું.


એમ દાનિયેલે દાર્યાવેશની કારકિર્દીમાં તથા ઈરાની કોરેશની કારકિર્દીમાં આબાદાની ભોગવી.


વળી જુઓ, એક જુદી જાતનું બીજું જાનવર રીંછના જેવું હતું, તેની એક બાજુનો [પંજો] ઊંચો રાકવામાં આવ્યો હતો ને તેના મોંમાં તેના દાંતો વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેઓએ તેને કહ્યું, ‘ઊઠ, ઘણા માસનો ભક્ષ કર, ’


હું સંદર્શનમાં જોતો હતો; તે વખતે હું એલામ પ્રાંતમાંના સૂસાના મહેલમાં હતો. મારા સંદર્શનમાં મેં જોયું કે હું ઉલાઈ નદીની પાસે હતો.


જે બે શિંગડાવાળો મેંઢો તેં જોયો, તેઓ માદિય તથા ઈરાનના રાજાઓ છે.


પછી મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, ચાર શિંગડા [દેખાયાં].


મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, એક પુરુષ, પોતાના હાથમાં માપવાની દોરી લઈને [ઊભેલો હતો].


ત્યારે મેં મારી નજર ફરીથી ઊંચી કરીને જોયું, તો મેં એક ઊડતું ઓળિયું [જોયું].


પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને મને કહ્યું, “હવે તારી નજર ઊંચી કરીને આ જે બહાર આવે છે તે શું છે, તે જો.”


પછી મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો બે સ્ત્રીઓ બહાર આવી, ને તેમની પાંખોમાં પવન હતો. તેઓની પાંખો તો બગલાની પાંખોના જેવી હતી. અને તેઓ પેલા એફાહને પૃથ્વી તથા આકાશની વચ્ચે ઉપાડી ગઈ.


ફરીથી મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો બે પર્વતો વચ્ચેથી ચાર રથ નીકળી આવેલા [જોયા] ; તે પર્વતો પિત્તળના પર્વતો હતા.


અને બલામે પોતાની નજર ઊંચી કરીને ઇઝરાયલને તેમનાં કુળો પ્રમાણે રહેતા જોયા. અને તેના પર ઈશ્વરનો આત્મા આવ્યો.


અને યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે એમ થયું કે, તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, ને તેના હાથમાં તાણેલી તરવાર હતી. અને યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું, “તું અમારી બાજુનો છે કે, અમારા શત્રુઓની બાજુનો?”


પછી મેં પૃથ્વીમાંથી બીજા એક શ્વાપદને નીકળતું જોયું. તેને હલવાનનાં [શિંગડાં] જેવાં બે શિગડાં હતાં, અને અજગરની જેમ તે બોલતું હતું.


અને રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચમાં તથા વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું તેને સાત શિંગડા તથા સાત આંખ હતી. એ [આંખો] ઈશ્વરના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan