Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 8:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તે મહા બળવાન થશે પણ પોતાના જ બળથી નહિ. તે અદ્‍ભુત રીતે નાશ કરશે, તે ફતેહ પામશે ને પોતાની મરજી પ્રમાણે વર્તશે; અને તે પરાક્રમીઓનો તથા પવિત્ર લોકોનો નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તે ખૂબ જ બળવાન થશે, પણ તે પોતાની સત્તાથી નહિ. તે ભયંકર વિનાશ કરશે અને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તીને સફળ થશે. તે સામર્થ્યવાન લોકો તેમ જ ઈશ્વરના લોકોનો વિનાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તે મહા બળવાન થશે પણ પોતાના બળથી નહિ. તે વ્યાપક રીતે વિનાશ કરશે, તે જે પણ કરશે, તેમાં તે સફળ થશે. તે શક્તિશાળી તથા પવિત્ર લોકોનો નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તે મહા બળવાન હશે અને ભારે વિનાશ નોતરશે. તે જે પણ કરશે, તેમાં તે સફળ થશે. તેની સામે થનારા શકિતશાળી સૈન્યોનો પણ તે નાશ કરશે અને દેવના લોકોને હિંસા દ્વારા નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 8:24
15 Iomraidhean Croise  

અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો.


તેની સાથે સંપ કર્યા પછી તે કપટ કરશે; કેમ કે તે ચઢી આવશે, ને તેની પ્રજા નાની છતાં તે બળવાન થશે.


ત્યારે જે પુરુષ શણનાં વસ્ત્ર પહેરીને નદીનાં પાણી ઉપર ઊભો હતો તેણે પોતાનો જમણો તથા ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને સદા જીવનારના સમ ખાધા કે, “કાળ, કાળો ને અડધા કાળ સુધીની તે [મુદત] છે; અને જ્યારે તેઓ પવિત્ર પ્રજાના બળનું ખંડન કરી રહેશે, ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે.”


તે પરાત્પરની વિરુદ્ધ [મોટી મોટી] વાતો બોલશે, ને પરાત્પરના પવિત્રોને કાયર કરશે. અને તે [ધાર્મિક ઉત્સવોના] દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવશે.


તે વધીને આકાશના સૈન્ય સુધી પહોંચ્યું; અને તેણે તે સૈન્યમાંના તથા તારાઓમાંના કેટલાકને નીચે જમીન પર પાડી નાખ્યા, ને તેમને પગ નીચે કચરી નાખ્યા.


વળી તે વધીને તે સૈન્યના સરદાર સુધી પણ પહોંચ્યું. અને એ શિંગડાંએ તેની પાસેથી નિત્યનું દહનીયાર્પણ લઈ લીધું, ને તેનું પવિત્રસ્થાન પાડી નાખવામાં આવ્યું.


અપરાધને લીધે સૈન્ય તથા નિત્યનું [દહનીયાર્પણ] તેને હવાલે કરવામાં આવ્યાં. તેણે સત્યને ભૂમિ પર પાડી નાખ્યું, ને તે પોતાની [મરજી મુજબ] વર્ત્યું, ને ફતેહ પામ્યું.


તેઓના રાજ્યની આખરે, જ્યારે અપરાધીઓનો ઘડો ભરાયો હશે ત્યારે એક વિકરાળ ચહેરાનો, તથા ગહન વાતો સમજનારો રાજા ઊભો થશે.


કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ [એ માટે] લાયક છે.”


કેમ કે તેઓ ઈશ્વરની ઈચ્છા પૂરી કરે, એક વિચારના થાય, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજય શ્વાપદને સોંપે એવું ઈશ્વરે તેઓના મનમાં મૂક્યું છે.


મેં તે સ્‍ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી જોઈ. હું તેને જોઈને અતિશય આશ્ચર્ય પામ્યો.


કારણ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે. કેમ કે જે મોટી વેશ્યાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરિ, તેનો તેમણે ન્યાય કર્યો છે, અને પોતાના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”


Lean sinn:

Sanasan


Sanasan