Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 8:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તેણે મને કહ્યું, “જો કોપને અંત સમયે જે થવાનું છે તે હું તને જણાવીશ; કેમ કે એ ઠરાવેલા અંતકાળ વિષે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તેણે કહ્યું, “ઈશ્વરના કોપનું કેવું પરિણામ આવશે તે હું તને બતાવું છું. દર્શન તો અંતના સમયનું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેણે કહ્યું, “જો, હું તને જણાવું છું કે, કોપને અંતે શું થવાનું છે, કેમ કે આ સંદર્શન ઠરાવેલા અંતના સમય વિષે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 અને કહ્યું, “જો, હું તને જણાવું છું કે, દેવના ક્રોધને અંતે શું થવાનું છે; કારણ આ સંદર્શન અંતકાળ વિષે છે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 8:19
15 Iomraidhean Croise  

તમે સિયોન પર દયા કરશો; તેના પર દયા કરવાનો વખત, એટલે ઠરાવેલો સમય, આવ્યો છે.


એ બન્‍ને રાજાઓના મનમાં ઉપદ્રવ કરવાનો વિચાર હશે, એક મેજ પર [બેસીને] તેઓ જૂઠું બોલશે, પણ તેમાં તેઓ ફાવશે નહિ, કેમ કે [તેનો] અંત ઠરાવેલે સમયે જ આવશે.


પણ, હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર. ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે.”


તેઓના રાજ્યની આખરે, જ્યારે અપરાધીઓનો ઘડો ભરાયો હશે ત્યારે એક વિકરાળ ચહેરાનો, તથા ગહન વાતો સમજનારો રાજા ઊભો થશે.


કેમ કે એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, કેમ કે તે [સંદર્શન] પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે, તે ખોટું પડશે નહિ. જો કે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જોજે; કેમ કે તે નક્કી થશે જ, તેને વિલંબલ થશે નહિ.


તે દિવસોમાં જેઓ ગર્ભવતી હશે તથા જેઓ ધવડાવતી હશે તેઓને અફસોસ છે! કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે.


ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિષેનું પ્રકટીકરણ, જે પોતાના સેવકોને કહી બતાવવા માટે ઈશ્વરે તેમને આપ્યું તે. તેમણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું.


પણ સાતમા દૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે ત્યારે ઈશ્વરનો મર્મ જે તેમણે પોતાના દાસોને, એટલે પ્રબોધકોને જણાવ્યો હતો, તે પ્રમાણે સંપૂર્ણ થશે.”


દેશોના લોકો ક્રોધે ભરાયા, અને તમારો કોપ પ્રગટ થયો, અને મૂએલાંનો ઇનસાફ થવાનો અને તમારા સેવકો, એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો, તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે.”


ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે સાત દૂત, અને તેઓની પાસે છેલ્લા સાત અનર્થ હતા. કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે.


કેમ કે તેઓ ઈશ્વરની ઈચ્છા પૂરી કરે, એક વિચારના થાય, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજય શ્વાપદને સોંપે એવું ઈશ્વરે તેઓના મનમાં મૂક્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan