Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 8:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેથી જ્યાં હું ઊભો હતો ત્યાં તે નજીક આવ્યો. જ્યારે તે આવ્યો ત્યારે હું બીને ઊંધો પડ્યો; પણ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું સમજ; કેમ કે આ સંદર્શન અંતકાળ વિષેનું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તેથી ગાબ્રિયેલ મારી પાસે આવીને ઊભો રહ્યો. હું એટલો ગભરાઈ ગયો કે જમીન પર પટકાઈ પડયો. તેણે મને કહ્યું, “હે મર્ત્ય માનવ, તેનો અર્થ સમજી લે. દર્શન તો દુનિયાના અંતના સમયનું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેથી તે જ્યાં હું ઊભો હતો ત્યાં મારી પાસે આવ્યો. તે પાસે આવ્યો; ત્યારે હું ડરીને નીચે જમીન પર પડી ગયો. તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, સમજ, આ સંદર્શન અંતના સમયનું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પછી ગાબ્રિયેલ મારી તરફ આવવા લાગ્યો, તે પાસે આવ્યો; ત્યારે હું એટલો ડરી ગયો કે, હું ઊભો રહી શક્યો નહિ અને ઊંધે મોઢે જમીન પર પડી ગયો. પરંતુ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, સમજી લે કે, આ સંદર્શન અંત કાળનું છે.”

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 8:17
27 Iomraidhean Croise  

અને ઇબ્રામ ઊંઘો પડયો; અને ઈશ્વરે તેની સાથે બોલતા કહ્યું,


અને એ ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના દેખાવ જેવો હતો.


તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા પગ પર ઊભો રહે, એટલે હું તારી સાથે વાત કરીશ.”


પછી તે મને ઉત્તર દરવાજાને માર્ગે મંદિરની આગળ લાવ્યો. હું જોઈ રહ્યો, તો જુઓ, યહોવાના ગૌરવથી યહોવાનું મંદિર ભરાઈ ગયું હતું; અને હું ઊંધો પડ્યો.


“હે મનુષ્યપુત્ર, તારું મુખ ઇઝરાયલના પર્વતો તરફ રાખીને તેમની વિરુદ્ધ એવું ભવિષ્ય કહે કે


તેણે મને કહ્યું, “હે દાનિયેલ, અતિ પ્રિય માણસ, જે વાતો હું તને કહું છું તે સમજ, ને ટટાર ઊભો રહે; કેમ કે મને હમણાં તારી પાસે જ મોકલવામાં આવ્યો છે.” જ્યારે તેણે મને આ વાત કહી ત્યારે હું ધ્રૂજતો ધ્રૂજતો ઊભો થયો.


ત્યારે માનવી સ્વરૂપનો કોઈએક મારા હોઠોને અડક્યો. ત્યારે હું મારું મુખ ઉઘાડીને બોલ્યો, ને જે મારી આગળ ઊભો હતો તેને મેં કહ્યું, “હે મારા મુરબ્બી, સંદર્શનને લીધે મને ખેદ થયો છે, ને મારામાં કંઈ જ શક્તિ રહી નથી.


એ બન્‍ને રાજાઓના મનમાં ઉપદ્રવ કરવાનો વિચાર હશે, એક મેજ પર [બેસીને] તેઓ જૂઠું બોલશે, પણ તેમાં તેઓ ફાવશે નહિ, કેમ કે [તેનો] અંત ઠરાવેલે સમયે જ આવશે.


આખરને સમયે, દક્ષિણનો રાજા તેની સામે થશે; અને ઉત્તરનો રાજા રથો તથા સવારો તથા વહાણોનો કાફલો લઈને તેના પર વંટોળિયાની માફક [ઘસી] આવશે. તે તેના દેશોમાં પ્રવેશ કરશે, ને [રેલની જેમ સર્વત્ર] ફરી વળીને સામી બાજુએ નીકળી જશે.


પણ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા; કેમ કે તું વિશ્રામ પામશે, ને તે મુદતને અંતે તું તારા હિસ્સા [ના વતન] માં ઊભો રહેશે.”


પણ, હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર. ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે.”


ત્યારે નબૂખાદનેસ્સાર રાજાએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને દાનિયેલની પૂજા કરી, અને એવી આજ્ઞા કરી, “તેને અર્પણ [ચઢાવો] તથા મધુર સુગંધીઓનો ધૂપ કરો.”


જેઓ પાસે ઊભા રહ્યા હતા તેઓમાંના એકની પાસે જઈને મેં તેને આ સર્વ બાબતનો ખરો અર્થ પૂછ્યો. તેણે તે મને કહ્યો, ને એ વાતોનો ખુલાસો મારી આગળ કર્યો.


મને, હા, મને દાનિયેલને, એ સંદર્શન થયા પછી એમ થયું કે, તે સમજવા માટે હું પ્રયત્ન કરતો હતો; તો જુઓ, પુરુષના જેવો આભાસ મારી નજરે પડ્યો.


તેણે મને કહ્યું, “જો કોપને અંત સમયે જે થવાનું છે તે હું તને જણાવીશ; કેમ કે એ ઠરાવેલા અંતકાળ વિષે છે.


પછી મને દાનિયેલને મૂર્છા આવી, ને હું કેટલાક દિવસો સુધી માંદો રહ્યો, ત્યાર પછી હું ઊઠીને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો; અને એ સંદર્શનથી હું અચંબો પામ્યો, પણ કોઈને તેની સમજણ પડી નહિ.


તેં વિનંતી કરવા માંડી તે વખતે પ્રભુની આજ્ઞા થઈ તેથી તને માહિતી આપવા માટે હું આવ્યો છું; કેમ કે તું અતિ પ્રિય છે; માટે તું આ વાતનો વિચાર કર, ને સંદર્શન સમજ.


તે ઘણાઓની સાથે એક અઠવાડિયા સુધીનો પાકો કરાર કરશે; અને એ અઠવાડિયાની અધવચમાં તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. પછી ધિક્કારપાત્ર વસ્તુઓની પાંખ પર વેરાન કરનાર [આવશે] ; અને જે નિર્માણ થયેલું છે તે પૂરું થતાં સુધી વેરાન કરનાર પર [ક્રોધ] રેડવામાં આવશે.”


કેમ કે એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, કેમ કે તે [સંદર્શન] પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે, તે ખોટું પડશે નહિ. જો કે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જોજે; કેમ કે તે નક્કી થશે જ, તેને વિલંબલ થશે નહિ.


અને તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ કોઈને જોયા નહિ.


જયારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો. પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું.


એ વાતો સાંભળનાર તથા જોનાર તે હું યોહાન છું. જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે દૂતે મને એ વાતો બતાવી, તેને વંદન કરવાને હું પગે પડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan