Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 8:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 મને, હા, મને દાનિયેલને, એ સંદર્શન થયા પછી એમ થયું કે, તે સમજવા માટે હું પ્રયત્ન કરતો હતો; તો જુઓ, પુરુષના જેવો આભાસ મારી નજરે પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 હું એ દર્શન સમજવાની કોશિષ કરતો હતો એવામાં એકાએક કોઈ મારી સામે આવી ઊભું રહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જ્યારે, મેં દાનિયેલે આ સંદર્શન જોયું, ત્યારે મેં તેને સમજવાનો પ્રયત્ન કર્યો. એક માણસ જેવી આકૃતિ મારી સામે ઊભી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 હું દાનિયેલ આ સંદર્શન જોતો હતો અને તેનો અર્થ સમજવા પ્રયત્ન કરતો હતો ત્યારે એકાએક જોઉં છું તો એક પુરુષ જેવી આકૃતિ મારી સામે ઊભી હતી.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 8:15
22 Iomraidhean Croise  

કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


ત્યારે માનવી સ્વરૂપનો કોઈએક મારા હોઠોને અડક્યો. ત્યારે હું મારું મુખ ઉઘાડીને બોલ્યો, ને જે મારી આગળ ઊભો હતો તેને મેં કહ્યું, “હે મારા મુરબ્બી, સંદર્શનને લીધે મને ખેદ થયો છે, ને મારામાં કંઈ જ શક્તિ રહી નથી.


ત્યારે મનુષ્યના દેખાવના કોઈએકે ફરીથી મને અડકીને મને બળ આપ્યું.


મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ [ઊભો હતો] , તેની કમર ઉફાઝના ચોખ્ખા સોના [ના કમરબંધ] થી બાંધેલી હતી.


મેં તે સાંભળ્યું, પણ હું સમજ્યો નહિ. ત્યારે મેં સાંભળ્યું, પણ હું સમજ્યો નહિ. ત્યારે મેં પૂછ્યું, “હે મારા મુરબ્બી, આ બાબતોનું પરિણામ શું આવશે?”


રાતનાં સંદર્શનોમાં હું જોતો હતો, તો જુઓ, આકાશના મેઘો સાથે મનુષ્યપુત્રના જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો, ને તેઓ તેને તેની નજીક લાવ્યા.


આ પ્રમાણે એ વાતની સમાપ્તિ છે. મારા, દાનિયેલના, વિચારોથી મને બહું ગભરાટ થયો, ને મારું મોં ઊતરી ગયું; પણ મેં આ વાત મારા મનામાં રાખી.”


બેલ્શાસ્સાર રાજાના ત્રીજા વર્ષમાં મને, હા, મને દાનિયેલને, એક સંદર્શન થયું, એટલે પ્રથમ મને જે થયું હતું તેના પછી.


તેણે મને કહ્યું, “જો કોપને અંત સમયે જે થવાનું છે તે હું તને જણાવીશ; કેમ કે એ ઠરાવેલા અંતકાળ વિષે છે.


ત્યારે મેં કહ્યું, ‘હે મારા પ્રભુ, તેઓ શું છે?’ જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે મને કહ્યું, ‘તેઓ શું છે તે હું તને બતાવીશ.’


ત્યાર પછી લોકોને મૂકીને તે ઘરમાં ગયા. અને તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, ખેતરના કડવા દાણાના દ્દષ્ટાંતનો અર્થ અમને કહો.”


એ માટે ઉજ્જડની અમંગળપણા [ની નિશાની] જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઊભેલી જુઓ (જે વાંચે તે સમજે),


અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ને ત્યારે પૃથ્વી પરનાં સર્વ કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમાસહિત તેઓ આકાશના મેઘ પર આવતો જોશે.


પણ જ્યારે તમે ઉજ્જડના અમંગળપણા [ની નિશાની] જ્યાં ઘટારત નથી ત્યાં ઊભી રહેલી જોશો (જે વાંચે છે તેણે સમજવું), ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.


એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ! રખેને તેઓ ફરે, ને તેઓને [પાપની] માફી મળે.”


ત્યારે તે બોલ્યો, “ના; પણ યહોવાઅના સૈન્યના સરદાર તરીકે હું આવેલો છું.” અને યહોશુઆ ભૂમિ પર ઊંધો પડ્યો, ને ભજન કરીને તેને કહ્યું, “મારો માલિક પોતાના દાસને શું કહે છે?”


તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની પાની સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો, અને તેમની છાતી પર સોનાનો પટો બાંધેલો હતો.


આમાં ચાતુર્ય [રહેલું] છે. જેને બુદ્ધિ છે, તે શ્વાપદની સંખ્યા ગણે. કેમ કે તે એક માણસ [ના નામ] ની સંખ્યા છે: અને તેની સંખ્યા છસો છાસઠ છે.


Lean sinn:

Sanasan


Sanasan