Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 8:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તે વધીને આકાશના સૈન્ય સુધી પહોંચ્યું; અને તેણે તે સૈન્યમાંના તથા તારાઓમાંના કેટલાકને નીચે જમીન પર પાડી નાખ્યા, ને તેમને પગ નીચે કચરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તે એટલું શક્તિશાળી બન્યું કે તેણે આકાશના તારાઓ, એટલે આકાશના સૈન્ય પર આક્રમણ કર્યું અને તેમાંના કેટલાકને જમીન પર પાડી નાખીને તેમને કચડી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તે વધીને આકાશના સૈન્ય સુધી પહોંચ્યું. સૈન્યોમાંના અને તારાઓમાંના કેટલાકને તેણે પૃથ્વી પર ફેંક્યા અને તેમને પગ નીચે કચડી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 વધતું વધતું તે નક્ષત્રમંડળ સુધી પહોંચી ગયું. કેટલાક નક્ષત્રોને અને તારાઓને તેણે પૃથ્વી પર પટક્યાં અને પગ તળે કચડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 8:10
9 Iomraidhean Croise  

તેં તારા હ્રદયમાં કહ્યું હતું, “હું આકાશો પર ચઢીશ, ને હું ઈશ્વરના તારાઓ કરતાં મારું રાજ્યાસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ.


“તેને ચકચૂર કરો; કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ બડાઈ મારી છે; મોઆબ પોતાની ઊલટીમાં આળોટશે, ને તેની હાંસી કરવામાં આવશે.


પછી તે પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે; અને તેનું અંત:કરણ પવિત્ર કરારની વિરુદ્ધ રહેશે; અને તે પોતાની મરજી પ્રમાણે કરીને તેના પોતાના દેશમાં પાછો જશે.


કેમ કે કિત્તીમનાં વહાણો તેની વિરુદ્ધ આવશે. તેથી તે નિરાશ થઈને પાછો જશે, ને પવિત્ર કરાર વિરુદ્ધ તેને ક્રોધ ચઢશે, ને તે [પોતાની મરજી પ્રમાણે] કરશે; હા, તે પાછો જશે ને પવિત્ર કરારનો ત્યાગ કરનારાઓ પર મહેરબાની રાખશે.


એ પછી હું રાતના સંદર્શનોમાં જોતો હતો, તો જુઓ, એક ચોથું જાનવર દેખાયું, તે ભયંકર, મજબૂત અને અતિશય બળવાન હતું.તેને લોઢાના મોટા દાંત હતા; તે ફાડી ખાતું તથા ભાંગીને ટુકડેટુકડા કરતું હતું ને બાકી રહેલાઓને પોતાના પગથી કચરી નાખતું હતું. તેની અગાઉના સર્વ પશુઓ કરતાં તે જૂદું હતું. તેને દશ શિંગડાં હતાં.


મેં તેને મેંઢાની પાસે આવી પહોંચતો જોયો, ને તે મેંઢા પર બહુ ક્રોધે ભરાયો હતો. તેણે મેંઢાને મારીને તેનાં બન્‍ને શિંગડાં ભાગી નાખ્યાં. તેની સામે ટક્કર લેવાને મેંઢો તદ્દન અશક્ત ને પોતાના પગથી એને કચરી નાખ્યો. તેના હાથમાંથી મેંઢાને છોડાવી શકે એવો કોઈ નહોતો.


તેનાં પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્‍ત્રીને પ્રસવ થવાનો હતો, તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે [અજગર] તેની આગળ ઊભો રહ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan