Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 7:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યાર પછી હું જોતો હતો એટલમામાં બીજું એક જાનવર ચિત્તાના જેવું દેખાયું, તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી, વળી તે જાનવરને ચાર માથાં હતાં, અને તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 હું એ જોઈ રહ્યો હતો એવામાં ત્રીજું પ્રાણી દેખાયું. તે ચિત્તાના જેવું દેખાતું હતું, પણ તેની પીઠ પર પક્ષીની પાંખો જેવી ચાર પાંખો હતી. વળી, તેને ચાર માથાં હતાં. તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આ પછી મેં ફરીથી જોયું. ત્યાં બીજું એક પશુ હતું, તે દીપડાના જેવું દેખાયું. તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી, તેને ચાર માથાં હતાં. તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “આ વિચિત્ર પ્રાણીઓમાંનું ત્રીજું ચિત્તા જેવું પ્રાણી નજરે પડ્યું. તેની પીઠ પર પંખીના જેવી ચાર પાંખો હતી, તેને ચાર માથાઁ હતાં અને તેને શાસનની સત્તા સોંપવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 7:6
10 Iomraidhean Croise  

પ્રભુ યહોવા કહે છે કે, મોટી પાંખોવાળો તથા લાંબા પરવાળો, રંગબેરંગી પીંછાવાળો મોટો ગરૂડ લબાનોનમાં આવ્યો, બે એરેજવૃક્ષની ટોચ તેણે તોડી લીધી.


ત્યારે તેણે મને કહ્યું, “હું તારી પાસે શા માટે આવ્યો છું તે તું જાણે છે? હવે હું ઈરાનના સરદાર સાથે યુદ્ધ કરવામે પાછો જઈશ; અને હું ચાલ્યો જઈશ ત્યારે, જો, યાવાન [ગ્રીસ] નો સરદાર આવશે.


આપના પછી આપના કરતાં ઊતરતું એવું બીજું રાજ્ય થશે; અને તે પછી ત્રીજું પિત્તળનું રાજ્ય [થશે] કે, જે આખી પૃથ્વી પર હકૂમત ચલાવશે.


પહેલું તો સિંહના જેવું હતું, ને તેન ગરૂડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી, ને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું, ને માણસની જેમ તેને બ પગ પર ઊભું રાખવામાં આવ્યું, ને તેને મનુષ્યનું હ્રદય આપવામાં આવ્યું.


વળી જુઓ, એક જુદી જાતનું બીજું જાનવર રીંછના જેવું હતું, તેની એક બાજુનો [પંજો] ઊંચો રાકવામાં આવ્યો હતો ને તેના મોંમાં તેના દાંતો વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેઓએ તેને કહ્યું, ‘ઊઠ, ઘણા માસનો ભક્ષ કર, ’


તેને લીધે હું તેઓ પ્રત્યે સિંહ જેવો છું. દીપડાની જેમ હું માર્ગની બાજુએ તેમના ઉપર તાકી રહીશ.


જે શ્વાપદને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવ હતા, અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજયાસન તથા મોટો અધિકાર આપ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan