Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 7:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 દાનિયેલે કહ્યું, “હું રાત્રે મારા સંદર્શનમાં જોતો હતો, ને જુઓ, આકાશના ચાર વાયુ મહાસમુદ્ર ઉપર જોસથી ફૂંકાવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 મેં તે સ્વપ્ન લખી લીધું અને તે રાત્રે મેં જે જોયું તેનો સાર આ પ્રમાણે છે: ચારે દિશામાંથી સમુદ્ર પર જોરદાર પવનો ફૂંક્તા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 દાનિયેલે કહ્યું કે, “રાત્રે મને થયેલાં સંદર્શનોમાં મેં જોયું તો, જુઓ, આકાશના ચાર પવનો મોટા સમુદ્રને હલાવી રહ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “રાત્રે મને થયેલાં સંદર્શનમાં મેં જોયું તો, સ્વર્ગના ચાર પવનો મોટા સમુદ્રને (ભૂમધ્ય સમુદ્રને) હલાવી રહ્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 7:2
13 Iomraidhean Croise  

અરે, ઘણાં લોકોનો સમુદાય! સમુદ્રની ગર્જનાની જેમ તેઓ ગર્જે છે; વળી લોકોનો ઘોંઘાટ! તેઓ દરિયાનાં મોજાંના ઘોંઘાટની માફક ઘુઘવાટો કરે છે.


આકાશની ચારે દિશાઓથી ચાર વાયુ એલામ પર મોકલીશ ને એ સર્વ વાયુઓની તરફ તેઓને વિખેરી નાખીશ, અને જ્યાં એલામથી નાઠેલા માણસો નહિ જાય એવો કોઈ દેશ હશે નહિ.


બાબિલ પર સમુદ્ર ઊલટયો છે; તેના પર તેનાં મોજાં ફરી વળ્યાં છે.


જ્યારે તે ઊભો થશેત્યારે તેનું રાજ્ય ભાંગી પડશે, ને આકાશના ચાર વાયુ તરફ તેના વિભાગ પડી જશે; પણ તે [રાજ્ય] તેના સંતાનને [મળશે] નહિ, તેમ જ જે પદ્ધતિથી તે રાજ કરતો હતો તે રાજપદ્ધતિ પ્રમાણે [રાજ્ય] ચાલશે નહિ, કેમ કે તેનું રાજ્ય ઉખેડી નાખવામાં આવશે, ને તેઓ સિવાય બીજાઓને મળશે.


રાતના સંદર્શનમાં એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો. ત્યારે દાનિયેલે આકાશના ઈશ્વરની સ્તુતી કરી.


રાતનાં સંદર્શનોમાં હું જોતો હતો, તો જુઓ, આકાશના મેઘો સાથે મનુષ્યપુત્રના જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો, ને તેઓ તેને તેની નજીક લાવ્યા.


એ પછી હું રાતના સંદર્શનોમાં જોતો હતો, તો જુઓ, એક ચોથું જાનવર દેખાયું, તે ભયંકર, મજબૂત અને અતિશય બળવાન હતું.તેને લોઢાના મોટા દાંત હતા; તે ફાડી ખાતું તથા ભાંગીને ટુકડેટુકડા કરતું હતું ને બાકી રહેલાઓને પોતાના પગથી કચરી નાખતું હતું. તેની અગાઉના સર્વ પશુઓ કરતાં તે જૂદું હતું. તેને દશ શિંગડાં હતાં.


હું સંદર્શનમાં જોતો હતો; તે વખતે હું એલામ પ્રાંતમાંના સૂસાના મહેલમાં હતો. મારા સંદર્શનમાં મેં જોયું કે હું ઉલાઈ નદીની પાસે હતો.


ત્યારે તે બકરાએ અતિ ઘણું મહત્વ ધારણ કર્યું; પણ તે બળવાન થયો ત્યારે એનું મોટું શિંગડું ભાંગી ગયું; અને તેને બદલે આકાશના ચારે વાયુ તરફ ચાર વિલક્ષણ [શિંગડાં] તેને ફૂટ્યાં.


એટલે તે દૂતે મને ઉત્તર આપ્યો, “એ તો આકાશના ચાર વાયુ છે, જેઓ આખી પૃથ્વીના પ્રભુની હજૂરમાં હાજરી આપીને ચાલ્યા જાય છે.”


અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેના પસંદ કરેલાઓને એકત્ર કરશે.


તે મને કહે છે, “જે પાણી તેં જોયાં છે, જ્યાં તે વેશ્યા બેઠેલી છે, તેઓ પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ છે.


ત્યાર પછી મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય, તેટલા માટે તેઓએ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan