Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 6:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પેલા સરસૂબાઓ તથા સૂબાઓ રાજ્યની બાબતમાં દાનિયેલની વિરુદ્ધ બહાનું શોધી કાઢવાનો યત્ન કરવા લાગ્યા, પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જડ્યું નહિ; કેમ કે તે વિશ્વાસુ હતો, ને તેનામાં કંઈ વાંક કે ગુનો માલૂમ પડ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેથી બીજા સાથી અધિકારીઓ અને રાજ્યપાલો દાનિયેલના રાજ્યવહીવટમાં કોઈક ભૂલ શોધવાનો પ્રયાસ કરતા હતા, પણ તેઓ શોધી શક્યા નહિ. કારણ, દાનિયેલ વિશ્વાસુ હતો અને કંઈ ખોટું કે બિનપ્રામાણિક કામ કરતો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્યારે મુખ્ય વહીવટદારો તથા સૂબાઓ રાજ્ય માટે કરેલા કામમાં દાનિયેલની ભૂલ શોધવા લાગ્યા, પણ તેઓને તેના કાર્યમાં કોઈ ભ્રષ્ટાચાર કે નિષ્ફળતા મળી આવી નહિ, કેમ કે તે વિશ્વાસુ હતો. કોઈ ભૂલ કે બેદરકારી તેનામાં માલૂમ પડી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આને કારણે એ અધિક્ષકો અને સૂબાઓ દાનિયેલના રાજ્યવહીવટમાં ખોટ શોધવા લાગ્યા, પરંતુ તેમને કોઇ ખોટ કે, દોષ જડ્યા નહિ, કારણ દાનિયેલ પોતાની ફરજ વફાદારીપૂર્વક બજાવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 6:4
32 Iomraidhean Croise  

અને ફારુને તેના દાસોને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા હોય, એવો આના જેવો શું કોઈ માણસને મળે?”


અને તે માણસોને તે યૂસફને ઘેર લાવ્યો, માટે તેઓ બીધા, ને બોલ્યા, “જે નાણું પહેલી વાર આપણી ગૂણોમાં મૂકેલું હતું તેને લીધે તે આપણને અંદર લાવ્યો છે કે, તેને આપણી વિરુદ્ધ બહાનું મળે, ને આપણા પર તે તૂટી પડે, ને આપણને ગુલામ કરી લે, તથા આપણાં ગધેડાં પણ લઈ લે.”


અન્યાયી માણસ નેકીવાનને કંટાળારૂપ છે; અને નેકીવાન દુષ્ટોને કંટાળારૂપ છે.


વળી મેં બધી મહેનત તથા ચતુરાઈનું દરેક કામ જોયું, [ને એ પણ જોયું] કે એને લીધે પડોશી પડોશીની ઈર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે [પ્રબોધનું] વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”


પણ હે યહોવા, મને મારવા માટે મારી વિરુદ્ધ તેઓની બધી મસલત તમે જાણો છો. તેઓના અન્યાયની ક્ષમા ન કરો, ને તમારી દષ્ટિ આગળથી તેઓનું પાપ ભૂંસી ન નાખો; પણ તેઓને તમારી નજર આગળ પટકાવી પાડો. તમે તમારા કોપને સમયે તેઓને જોઈ લો.”


કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”


વળી જે નગરમાં મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તેનું કલ્યાણ શોધો, ને તેને માટે યહોવાને વિનંતી કરો; કેમ કે તેના કલ્યાણમાં તમારું કલ્યાણ છે.


તે વખતે કેટલાક ખાલદીઓએ રાજાની પાસે આવીને યહૂદીઓ ઉપર તહોમત મૂક્યું,


કેમ કે એ જ દાનિયેલ, જેનું નામ [મરહૂમ] રાજાએ બેલ્ટશસ્સાર પાડ્યું હતું, તેનામાં ઉત્તમ મન, કૌશલ્ય તથા બુદ્ધિ, સ્વપ્નોનો અર્થ કરવાની, ગૂઢ વાક્યોનો ખુલાસો કરી બતાવવાની તથા સંદેહ દૂર કરવાની શક્તિ માલૂમ પડ્યાં હતાં. હવે દાનિયેલને બોલાવો, એટલે તે તેનો અર્થ કરી બતાવશે.”


મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરાવ્યાં છે, ને તેઓએ મને [કંઈ પણ] ઈજા કરી નથી; કેમ કે હું તેમની નજરમાં નિર્દોષ માલૂમ પડ્યો. વળી, હે રાજાજી, મેં આપનો પણ કંઈ અપરાધ કર્યો નથી.”


અને ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ યોજના કરી.


કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઈથી તેમને સોંપ્યા હતા.


તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનું ડોળ રાખનારા જાસૂસોને મોકલ્યા, એ માટે કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને હાકેમના કબજામાં તથા અધિકારમાં સોંપી દે.


તેઓ આ વાતમાં તેમને પકડી શક્યા નહિ. અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ છાના રહ્યા.


તેમને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.


પછી પિલાત ફરીથી બહાર આવીને તેઓને કહે છે, “જુઓ મને એનામાં કંઈ ગુનો માલૂમ પડતો નથી, એ તમે જાણો માટે હું એને તમારી પાસે બહાર લાવું છું.”


પણ જેઓ લાગ શોધે છે તેઓને લાગ ન મળે તે માટે હું જે કરું છું તે કરીશ કે, જે બાબતમાં તેઓ અભિમાન કરે છે, તે બાબતમાં તેઓ અમારા જેવા જ જણાય.


કે, જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક છોકરાં, જીવનનું વચન પ્રગટ કરીને આકાશમાં જયોતિઓ પ્રકાશે છે એમ તમે તેઓમાં પ્રકાશો.


માટે જુવાન [વિધવાઓ] પરણે, બાળકોને જન્મ આપે, ઘર ચલાવે, અને વિરોધીઓને નિંદા કરવાનું નિમિત્ત ન આપે, એવી મારી ઇચ્છા છે.


અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય, એવી ખરી વાતનો ઉપદેશ કર; જેથી જેઓ વિરુદ્ધના હોય તેઓને આપણા વિષે કંઈ ભૂંડું બોલવાનું [નિમિત્ત] ન મળવાથી તેઓ શરમાઈ જાય.


અને વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં સારાં કામ જોઈને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.


શુદ્ધ અંત:કરણ રાખો કે, જેથી જે બાબત વિષે તમારું ભૂંડું બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય.


પણ તેનાં માતાપિતા જાણતાં નહોતાં કે એ યહોવાનું [કૃત્ય] છે; કેમ કે તે પલિસ્તીઓની વુરુદ્ધ કંઈ નિમિત્ત શોધતો હતો. હવે તે સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા.


તેઓએ કહ્યું, “તેં અમને ઠગ્યા નથી, કે અમારા પર જુલમ કર્યો નથી કે, કોઈ માણસની પાસેથી તેં કંઈ લીધું નથી.”


દાઉદ પોતાના સર્વ માર્ગમાં ડહાપણથી વર્તતો; અને યહોવા તેની સાથે હતા.


ત્યારે અહીમેલેખે રાજાને ઉત્તર આપ્યો, “દાઉદ કે જે રાજાનો જમાઈ છે, જે તમારી રાજસભામાં દાખલ કરાયેલો છે, ને જે તમારા ઘરમાં માનવંતો છે, તેના જેવો વિશ્વાસુ તમારા બધા ચાકરોમાં કોણ છે?


Lean sinn:

Sanasan


Sanasan