Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 6:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જ્યારે તે બિલ આગળ દાનિયેલની પાસે આવ્યો ત્યારે તેણે રડતે સાદે દાનિયેલને હાંક મારી, રાજાએ દાનિયેલને કહ્યું, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, શું તારા ઈશ્વર, જેમની તું નિરંતર ઉપાસના કરે છે, તે તને સિંહોથી બચાવી શક્યા છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 ત્યાં જઈને ખૂબ ચિંતાપૂર્વક તેણે હાંક મારી, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું વફાદારીપૂર્વક સેવા કરે છે તે ઈશ્વર શું તને બચાવી શક્યા છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જ્યારે તે બિલ આગળ પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારી. તેણે દાનિયેલને કહ્યું, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું સતત સેવા કરે છે, તે તારા ઈશ્વર તને સિંહોથી બચાવી શક્યા છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ગુફા આગળ તે પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારીને કહ્યું, “હે દાનિયેલ, હે જીવંત દેવના સેવક! જેની તું સતત સેવા કરે છે, તે તારો દેવ તને સિંહોથી બચાવી શક્યો?”

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 6:20
30 Iomraidhean Croise  

યહોવાને શું કંઇ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ, ને સારાને દીકરો થશે.”


યહોવાને તથા તેમના સામર્થ્યને તમે શોધો; સદાસર્વદા તેમના મુખને શોધો.


તમારા વિધિઓ છેવટ સુધી સદા પાળવાને મેં મારા હ્રદયને વાળ્યું છે. સામેખ


મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ; મારી હયાતીના અંત સુધી હું મારા ઈશ્વરનાં સ્તોત્ર ગાઈશ.


પરંતુ હું નિત્ય તમારી પાસે રહું છું; તમે મારો જમણો હાથ પકડ્યો છે.


“હે પ્રભુ યહોવા! તમે તમારા મહાન બળથી તથા તમારા લાંબા કરેલા ભુજથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે! તમને કંઈ અશક્ય નથી.


તો હવે તમે રણશિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો સૂર સાંભળો તે વખતે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી બનાવેલી મૂર્તિને પૂજવા તૈયાર થશો તો ઠીક; પણ જો તમે પૂજા કરશો નહિ તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે; અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે?”


અમારા ઈશ્વર, જેની અમે ઉપાસના કરીએ છીએ, તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં છોડાવવાને શક્તિમાન છે. અને હે રાજાજી, તે અમને આપના હાથમાંથી છોડાવશે.


ત્યારે રાજાએ હુકમ કર્યો, ને તેઓએ દાનિયેલને લઈ જઈને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, “તારો ઈશ્વર જેની તું હમેશા ઉપાસના કરે છે, તે તને છોડાવશે.”


પછી રાજા મોટે પરોઢિયે ઊઠીને ઉતાવળે સિંહોનાં બિલ પાસે ગયો.


હું એવો હુકમ કરું છું કે, મારા આખા રાજ્યમાં લોકોએ દાનિયેલના ઈશ્વરથી કાંપવું તથા બીવું; કેમ કે તે જ જીવતા તથા તથા અચળ ઈશ્વર છે. તેમનું રાજ્ય અવિનાશી છે, ને તેમની સત્તા છેક અનંતકાળ સુધી રહેશે.


તે બચાવે છે ને છોડાવે છે, ને તે આકાશમાંથી તથા પૃથ્વી પર ચિહ્‍નો તથા ચમત્કારો કરે છે! તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી બચાવ્યો.”


તે માટે તું તારા ઈશ્વરની પાસે પાછો આવ, કૃપાળુ થા, ને ન્યાય માર્ગે ચાલ, ને નિરંતર તારા ઈશ્વરની સેવામાં રહે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “શું યહોવાનો હાથ ટૂંકો પડયો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહિ એ તું હવે જોઈશ.”


કેમ કે ઈશ્વર પાસેથી [આવેલું] કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહિ થશે.”


સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને કાયર થવું નહિ. તે [શીખવવા] માટે તેમણે તેઓને એક દ્દષ્ટાંત કહ્યું,


પણ અમે તો પ્રાર્થનામાં તથા [પ્રભુની] વાતની સેવામાં લાગુ રહીશું.”


એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને મહિમા, માન તથા અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન મળશે.


તેમણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે. વળી નિત્ય તે અમારો બચાવ કરશે, તેમના પર અમે આશા રાખી છે.


પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો, અને તેમાં આભારસ્તુતિ કરીને જાગૃત રહો.


એ કારણથી હું એ દુ:ખો સહન કરું છું. તોપણ હું શરમાતો નથી, કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.


માટે જેઓ એમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને માટે મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતા રહે છે.


પણ જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે.


હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે,


Lean sinn:

Sanasan


Sanasan