Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 5:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે જ ઘડીએ માણસના હાથની આંગળીઓ દેખાઈ આવી, ને તેઓએ રાજાના મહેલની ભીંત ઉપર દીપવૃક્ષની સામે એક લેખ લખ્યો અને હાથનો જે ભાગ લેખ લખતો હતો એ રાજાએ જોયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 એકાએક માણસના હાથનો પંજો દેખાયો અને તેણે દીપવૃક્ષની પાસેની રાજમહેલની દીવાલ પર જવલંત પ્રકાશમાં લખવા માંડયું. રાજાએ લેખ લખતા હાથનો પંજો જોયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તે જ ક્ષણે માણસના હાથની આંગળીઓ દેખાઈ અને દીપવૃક્ષની સામે આવેલી રાજમહેલની દીવાલ પર એક લેખ લખવામાં આવ્યો, હાથનો જે ભાગ લેખ લખતો હતો તે રાજાએ જોયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તે સમયે અચાનક કોઇ માણસના હાથની આંગળીઓ દીવીની સામે આવેલી રાજમહેલની ભીંત ઉપર કાંઇ લખતી દેખાઇ, અને રાજા હાથને લખતો જોઇ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 5:5
15 Iomraidhean Croise  

દુષ્ટોનો જયજયકાર ક્ષણભંગુર છે, અને અધર્મીઓનો હર્ષ માત્ર ક્ષણિક છે?


જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, અને તેનો કંઈ ઉપાય રહેશે નહિ.


બાબિલના રાજાએ તેઓના સમાચાર સાંભળ્યા છે, ને તેના હાથ હેઠા પડયા છે; તેને પીડા થાય છે, તથા પ્રસૂતાના જેવી વેદના થાય છે.


આ શબ્દો રાજાના મુખમાં જ હતા, એટલામાં આકાશમાંથી એવી વાણી તેને કાને પડી, “હે નબૂખાદનેસ્સાર રાજા, એ વચન તને કહેવામાં આવે છે: રાજ્ય તારી પાસેથી ગયું છે.


તે જ ઘડીએ એ વાત નબૂખાદનેસ્સારની બાબતમાં ફળીભૂત થઈ. તેને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યો, તેણે બળદની જેમ ઘાસ ખાધુ, ને તેનું શરીર આકાશના ઝાકળથી પલળ્યું, એટલે સુધી કે તેના વાળ વધીને ગરૂડનાં [પીછાં] જેવા, ને તેના નખ પક્ષીના [પંજા] જેવા થઈ ગયા.


આ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવવા માટે મંત્રવિદ્યા જાણનારા જ્ઞાનીઓને મારી હજૂરમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ તેઓ તેનો અર્થ મને બતાવી શક્યા નહિ.


તેઓએ દ્રાક્ષારસ પીને સોનારૂપાના, પિત્તળનાં, લોઢાનાં, લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની સ્તુતી કરી.


ત્યારે રાજાનો ચહેરો ઊતરી ગયો; તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા, ને તેના ઘૂંટણો એક બીજા સાથે અફળાવા લાગ્યા.


ત્યારે રાજાના સર્વ જ્ઞાનીઓ અંદર આવ્યા; પણ તેઓ તે લેખ વાંચી શક્યા નહિ, તેમ જ રાજાને તેનો અર્થ પણ બતાવી શક્યા નહિ.


અને વિધિઓનું ખત જે આપણી વિરુદ્ધ હતું, અને આપણને પ્રતિકૂળ હતું, તેને ભૂંસી નાખીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને વચમાંથી કાઢી નાખ્યું.


Lean sinn:

Sanasan


Sanasan