Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 5:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે યરુશાલેમનમાંના ઈશ્વરના મંદિરમાંથી હરી લાવેલાં સોનાનાં પાત્રો તેઓ લાવ્યા. અને રાજાએ તથા તેના અમીરઉમરાવોએ, તેની પત્નીઓએ તથા તેની ઉપપત્નીઓએ તેઓ વડે પાન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 સોનાના પ્યાલા અને વાટકાઓ તરત જ લાવવામાં આવ્યા અને તેમણે તેમાં દ્રાક્ષાસવ પીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી લાવવામાં આવેલાં સોનાના પાત્રો ચાકરો લાવ્યા. રાજાએ, તેના અમીર ઉમરાવોએ, તેની પત્નીઓએ તથા ઉપપત્નીઓએ તેઓમાંથી પીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યરૂશાલેમના મંદિરમાંથી લાવવામાં આવેલાં સોનાના પાત્રો હાજર કરવામાં આવ્યાં અને રાજાએ તથા તેના ઉમરાવોએ તે પાત્રોમાં દ્રાક્ષારસ પીધો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 5:3
11 Iomraidhean Croise  

ઈશ્વરના મંદિરનાં નાનાંમોટાં પાત્રો તથા ખજાના, તેમ જ રાજાના તથા તેના સરદારોના ખજાના, એ સર્વ તે બાબિલ લઈ ગયો.


એથી શેઓલે અધિક તૃષ્ણા રાખીને પોતાનું મોં અત્યંત પહોળું કર્યું છે, અને તેમની શોભા, તેઓની ધામધૂમ તથા તેમનો ભપકો અને તેઓમાં મોજ માણનાર [તેમાં] ઊતરી જાય છે.


આપણા ઈશ્વર યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સ્વર સંભળાય છે.


પોતે દ્રાક્ષારસની લહેજત લેતો હતો તે દરમિયાન, તેના પિતા નબૂખાદનેસ્સાર યરુશાલેમના મંદિરમાંથી સોનારૂપાનાં જે પાત્રો હરી લાવ્યો હતો, તે લાવવાની તેણે આજ્ઞા કરી, જેથી રાજા, તેના અમીરઉમરાવો, તેની પત્નીઓ તથા તેની ઉપપત્નીઓ તેઓ વડે પાન કરે.


પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે, અને તેમના મંદિરનાં પાત્રો આપની આગળ લાવવામાં આવ્યાં છે, ને આપે તથા આપના અમીરઉમરાવોએ, આપની પત્નીઓએ તથા આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષારસ પીધો છે. વળી આપે સોનારૂપાનાં, પિત્તળનાં, લોઢાનાં, લાકડાંના તથા પથ્થરનાં દેવદેવીઓ જે જોતાં નથી, સાંભળતાં નથી કે જાણતાં નથી, તેમની સ્તુતિ કરી છે; અને જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે, ને જેમના પર આપનો બધો આધાર છે તેમને આપે માન આપ્યું નથી.


તેઓએ દ્રાક્ષારસ પીને સોનારૂપાના, પિત્તળનાં, લોઢાનાં, લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની સ્તુતી કરી.


કેમ કે તે જાણતી નહોતી કે અનાજ, દ્રાક્ષારસ તથા તેલ હું તેને આપતો હતો, જે સોનુંરૂપું તેઓ બાલની સેવામાં વાપરતા હતા, તે તેના હાથમાં હું પુષ્કળ આપતો હતો.


પછીથી પવનની જેમ તે ધસી જશે, જે પોતાના બળને પોતાનો દેવ ગણે છે તે અપરાધ કરીને ગુનેગાર ઠરશે.”


૫ણ “યહોવાની મેજ અપવિત્ર છે, અને તેનું ફળ, એટલે તેનું અન્ન, તિરસ્કારપાત્ર છે, ” એવું કહીને તમે તેનું અપમાન કરો છો.


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, તે દિવસોમાં એમ બન્યું કે, એફ્રાઈમના પહાડી પ્રદેશની સામેની બાજુએ કોઈ લેવી આવીને વસેલો હતો. તેણે બેથલેહેમ-યહૂદિયાની એક સ્‍ત્રીને પોતની ઉપપત્ની તરીકે રાખી હતી.


Lean sinn:

Sanasan


Sanasan