Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 5:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પોતે દ્રાક્ષારસની લહેજત લેતો હતો તે દરમિયાન, તેના પિતા નબૂખાદનેસ્સાર યરુશાલેમના મંદિરમાંથી સોનારૂપાનાં જે પાત્રો હરી લાવ્યો હતો, તે લાવવાની તેણે આજ્ઞા કરી, જેથી રાજા, તેના અમીરઉમરાવો, તેની પત્નીઓ તથા તેની ઉપપત્નીઓ તેઓ વડે પાન કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેઓ દ્રાક્ષાસવ પી રહ્યા હતા ત્યારે બેલ્શાસ્સારે તેના પિતા નબૂખાદનેસ્સારે યરુશાલેમના મંદિરમાંથી લૂંટી લાવેલા સોનારૂપાના પ્યાલા અને વાટકાઓ લઈ આવવા આજ્ઞા કરી. રાજા પોતે, તેના ઉમરાવો, તેની પત્નીઓ અને ઉપપત્નીઓ તેમાં દ્રાક્ષાસવ પીએ માટે તે મંગાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 બેલ્શાસ્સાર દ્રાક્ષારસ ચાખતો હતો ત્યારે, તેણે તેના પિતા નબૂખાદનેસ્સારે યરુશાલેમના સભાસ્થાનમાંથી સોના ચાંદીના જે પાત્રો લૂંટી લાવ્યા હતા તે લાવવાની આજ્ઞા કરી, જેથી તે, તેના અમીર ઉમરાવો, તેની પત્નીઓ તથા ઉપપત્નીઓ તે પાત્રોથી દ્રાક્ષારસ પીવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દ્રાક્ષારસ પીતાં પીતાં બેલ્શાસ્સારને યાદ આવ્યું કે, ઘણા સમય પહેલાં તેના પિતા નબૂખાદનેસ્સાર યરૂશાલેમના મંદિરમાંથી સોના ચાંદીના પાત્રો લૂંટી લાવ્યા હતા. તેણે એ પાત્રોને ઉજાણીમાં લઇ આવવાની આજ્ઞા કરી, જેથી તે અને તેના ઉમરાવો તથા તેની પત્નીઓ અને ઉપપત્નિઓ તે પાત્રોથી દ્રાક્ષારસ પી શકે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 5:2
23 Iomraidhean Croise  

દાઉદે તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે તારા પિતા યોનાથાનની ખાતર હું નક્‍કી તારા પર કૃપા રાખીશ, ને તારા દાદા શાઉલની સઘળી જાગીર હું તને પાછી આપીશ; અને તું હમેશા મારી મેજ પર ભોજન કરજે.”


યહોવાએ કહ્યું હતું તે પ્રમાણે યહોવાના મંદિરનો બધો ભંડાર તથા રાજાના મહેલનો ભંડાર તે ઊપાડી લઈ ગયો, વળી જે સોનાના પાત્રો ઇઝરાયલના રાજા સુલેમાને યહોવાના મંદિરને માટે બનાવ્યાં હતાં, તે સર્વના તેણે કાપીને ટુકડા કર્યા.


રક્ષક ટુકડીનો સરદાર સર્વ સોનાની તથા રૂપાની સગડીઓ તતા કૂંડીઓ લઈ ગયો.


પછી તે આબ્શાલોમની પુત્રી માકાને પરણ્યો; અને તેને તેણીને પેટે અબિયા, અત્તાય, ઝિઝા તથા શલોમીથ થયા.


આસા રાજાએ પોતાની મા માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરાને માટે ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ તે મૂર્તિ કાપી નાખી, અને તેનો ભૂકો કરીને કિદ્રોન નાળા આગળ તેને બાળી નાખી.


નવું વર્ષ બેસતાં નબૂખાદનેસ્સાર રાજાએ પોતાના માણસો મારફતે તેને યહોવાના મંદિરનાં સુશોભિત પાત્રો સહિત બાબિલમાં પકડી મંગાવ્યો. અને તેના ભાઈ સિદકિયાને યહૂદિયાના તથા યરુશાલેમ ઉપર રાજા ઠરાવ્યો.


ઈશ્વરના મંદિરનાં નાનાંમોટાં પાત્રો તથા ખજાના, તેમ જ રાજાના તથા તેના સરદારોના ખજાના, એ સર્વ તે બાબિલ લઈ ગયો.


વળી ઈશ્વરના મંદિરનાં સોનારૂપાનાં પાત્રો નબૂખાદનેસ્સાર યરુશાલેમનાં મંદિરમાંથી કાઢીને બાબિલના મંદિરમાં લાવ્યો હતો, તે બધાં કોરેશ રાજાએ બાબિલના મંદિરમાંથી ઉઠાવીને શેશ્બાસાર સૂબાને સોંપ્યાં.


તેના દેશને માટે નિર્માણ થયેલો સમય આવે, ત્યાં સુધી સર્વ પ્રજાઓ તેની, તેના પુત્રની તથા તેના પૌત્રની સેવા કરશે; [પરંતુ] ત્યારપછી ઘણી પ્રજાઓ તથા મોટા રાજાઓ તેની પાસે સેવા કરાવશે.


યહોવા કહે છે, ખાલદીઓ પર, બાબિલના રહેવાસીઓ પર, તેના સરદારો પર તથા તેના જ્ઞાનીઓ પર તરવાર આવી પડી છે.


વળી પ્યાલા, સગડીઓ, થાળીઓ, તપેલાં, દીવીઓ, ચમચા તથા કટોરા; એટલે જે સોનાનું તેનું સોનું, ને જે રૂપાનું તેનું રૂપું, રક્ષકટુકડીનો સરદાર લઈ ગયો.


પ્રભુએ યહૂદિયાના રાજા યહોયાકીમને, ઈશ્વરના મંદિરનાં કેટલાંક પાત્રોસહિત, તેના હાથમાં સોંપ્યો, અને બાબિલનો રાજા તેમને શિનાર દેશમાં પોતાના દેવના મંદિરમાં લઈ ગયો. તેણે તે પાત્રો પોતાના દેવના ભંડારમાં રાખ્યાં.


તમારા રાજ્યમાં એક માણસ છે, જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે; તમારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવી જ્ઞાન માલૂમ પડ્યા હતા; તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ, હા, તમારા પિતાએ તેને જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોષીઓનો અધિપતિ ઠરાવ્યો હતો;


ત્યારે દાનિયેલને રાજાની હજૂરમાં લાવવામાં આવ્યો. રાજાએ દાનિયેલને પૂછ્યું, “યહૂદિયાના બંદીવાનો જેઓને મારા પિતા યહૂદિયામાંથી લાવ્યા હતા તેઓમાંનો જે દાનિયેલ, તે તું છે?


હે રાજાજી, પરાત્પર ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં:


પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે, અને તેમના મંદિરનાં પાત્રો આપની આગળ લાવવામાં આવ્યાં છે, ને આપે તથા આપના અમીરઉમરાવોએ, આપની પત્નીઓએ તથા આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષારસ પીધો છે. વળી આપે સોનારૂપાનાં, પિત્તળનાં, લોઢાનાં, લાકડાંના તથા પથ્થરનાં દેવદેવીઓ જે જોતાં નથી, સાંભળતાં નથી કે જાણતાં નથી, તેમની સ્તુતિ કરી છે; અને જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે, ને જેમના પર આપનો બધો આધાર છે તેમને આપે માન આપ્યું નથી.


ત્યારે યરુશાલેમનમાંના ઈશ્વરના મંદિરમાંથી હરી લાવેલાં સોનાનાં પાત્રો તેઓ લાવ્યા. અને રાજાએ તથા તેના અમીરઉમરાવોએ, તેની પત્નીઓએ તથા તેની ઉપપત્નીઓએ તેઓ વડે પાન કર્યું.


તે જે રાત્રે ખાલદીઓનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.


તેઓએ દ્રાક્ષારસ પીને સોનારૂપાના, પિત્તળનાં, લોઢાનાં, લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની સ્તુતી કરી.


તેનું અર્પણ આ હતું:રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ [શેકેલ] હતું, ને પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરેલા હતાં.


Lean sinn:

Sanasan


Sanasan