Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 5:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્યારે દાનિયેલને રાજાની હજૂરમાં લાવવામાં આવ્યો. રાજાએ દાનિયેલને પૂછ્યું, “યહૂદિયાના બંદીવાનો જેઓને મારા પિતા યહૂદિયામાંથી લાવ્યા હતા તેઓમાંનો જે દાનિયેલ, તે તું છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તરત જ દાનિયેલને રાજાની સમક્ષ લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછયું, “મારા પિતા યહૂદિયામાંથી જે કેદીઓને પકડી લાવ્યા હતા તેમાંનો દાનિયેલ તે તું છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્યારે દાનિયેલને રાજા પાસે લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછ્યું, “યહૂદિયામાંથી મારા પિતા નબૂખાદનેસ્સાર રાજા યહૂદી બંદીવાનોને લાવ્યા હતા, તેઓમાંનો દાનિયેલ તે તું છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેથી તાત્કાલીક દાનિયેલને રાજા પાસે લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછયું, “મારા પિતા નબૂખાદનેસ્સાર રાજા ઇસ્રાએલમાંથી યહૂદી બંદીવાનોને લાવ્યા હતાં, તેઓમાંનો દાનિયેલ તે તું છે?

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 5:13
20 Iomraidhean Croise  

બંદીવાસમાંથી આવેલા લોકોએ જેમ એઝરાએ કહ્યું હતું તેમ કર્યું. એઝરા યાજક તથા પુતૃઓના કુટુંબોનાં કેટલાક મુખ્ય પુરુષોને નીમવામાં આવ્યા.તેઓ દશમાં માસને પહેલે દિવસે તે વાતની તપાસ કરવા બેઠા.


તેઓએ જાહેરાત કરીને આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં બંદિવાસવાળા સર્વ લોકોને જાહેર કર્યું, “તમારે યરુશાલેમમાં એકત્ર થવું.


હવે યહૂદિયાના તથા બિન્યામીનના શત્રુઓએ સાંભળ્યું કે, બંદીવાસમાંથી છૂટેલા લોકો ઇઝરાયલના ઈશ્વર યહોવાને માટે મંદિર બાંધવા લાગ્યા છે.


ઇઝરાયલી લોકોએ, યાજકોએ, લેવીઓએ તથા બંદીવાસમાંથી આવેલા બાકીના લોકોએ ઈશ્વરના આ મંદિરનું પ્રતિષ્ઠાપર્વ આનંદથી પાળ્યું.


યહૂદિયાના રાજા યહોયાકીમની કારકિર્દીને ત્રીજે વર્ષે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ આવીને તેને ઘેરો નાખ્યો.


પ્રભુએ યહૂદિયાના રાજા યહોયાકીમને, ઈશ્વરના મંદિરનાં કેટલાંક પાત્રોસહિત, તેના હાથમાં સોંપ્યો, અને બાબિલનો રાજા તેમને શિનાર દેશમાં પોતાના દેવના મંદિરમાં લઈ ગયો. તેણે તે પાત્રો પોતાના દેવના ભંડારમાં રાખ્યાં.


દાનિયેલ તો છેક કોરેશ રાજાની કારકિર્દીના પહેલા વર્ષ સુધી ટકી રહ્યો.


હવે એ [છોકરાઓ] માં યહૂદાના કુળના દાનિયેલ હનાન્યા, મિશાએલ તથા અઝાર્યા હતા.


ત્યારે આર્યોખે દાનિયેલને જલદીથી રજાની હજૂરમાં લઈ જઈને રાજાને કહ્યું, “યહૂદિયા દેશમાંથી પકડી લાવવામાં આવેલા લોકોમાંથી એક માણસ મને મળી આવ્યો છે કે, જે રાજાને [સ્વપ્નનો] ખુલાસો વિદિત કરશે”


પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો અને, ને તેને ઘણી મોટી બક્ષિસો આપી, ને તેને આખા બાબિલ પ્રાંત પર અધિકારી તથા બાબિલના સર્વ જ્ઞાનીઓનો અધિપતિ ઠરાવ્યો.


તમારા રાજ્યમાં એક માણસ છે, જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે; તમારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવી જ્ઞાન માલૂમ પડ્યા હતા; તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ, હા, તમારા પિતાએ તેને જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોષીઓનો અધિપતિ ઠરાવ્યો હતો;


મેં તારે વિષે સાંભળ્યું છે કે, તારામાં દૈવી આત્મા છે, ને તારામા બુદ્ધિ સમજણ તથા ઉત્મ જ્ઞાન માલૂમ પડ્યાં છે.


હે રાજાજી, પરાત્પર ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં:


પોતે દ્રાક્ષારસની લહેજત લેતો હતો તે દરમિયાન, તેના પિતા નબૂખાદનેસ્સાર યરુશાલેમના મંદિરમાંથી સોનારૂપાનાં જે પાત્રો હરી લાવ્યો હતો, તે લાવવાની તેણે આજ્ઞા કરી, જેથી રાજા, તેના અમીરઉમરાવો, તેની પત્નીઓ તથા તેની ઉપપત્નીઓ તેઓ વડે પાન કરે.


ત્યારે તેઓએ રાજાને ઉત્તર આપ્યો, “હે રાજાજી, યહૂદિયામાંના બંદિવાનોમાંનો દાનિયેલ આપનો તથા આપે સહી કરેલા મનાઈ હુકમનો અનાદર કરે છે; તે દરરોજ ત્રણ વાર પોતાના [ઈશ્વરની] પ્રાર્થના કરે છે.”


બેલ્શાસ્સાર રાજાના ત્રીજા વર્ષમાં મને, હા, મને દાનિયેલને, એક સંદર્શન થયું, એટલે પ્રથમ મને જે થયું હતું તેના પછી.


પછી મને દાનિયેલને મૂર્છા આવી, ને હું કેટલાક દિવસો સુધી માંદો રહ્યો, ત્યાર પછી હું ઊઠીને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો; અને એ સંદર્શનથી હું અચંબો પામ્યો, પણ કોઈને તેની સમજણ પડી નહિ.


એ પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતા હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.


માટે તેમના ભાઈઓએ તેમને કહ્યું, “અહીંથી નીકળીને યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ.


Lean sinn:

Sanasan


Sanasan