Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 5:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 કેમ કે એ જ દાનિયેલ, જેનું નામ [મરહૂમ] રાજાએ બેલ્ટશસ્સાર પાડ્યું હતું, તેનામાં ઉત્તમ મન, કૌશલ્ય તથા બુદ્ધિ, સ્વપ્નોનો અર્થ કરવાની, ગૂઢ વાક્યોનો ખુલાસો કરી બતાવવાની તથા સંદેહ દૂર કરવાની શક્તિ માલૂમ પડ્યાં હતાં. હવે દાનિયેલને બોલાવો, એટલે તે તેનો અર્થ કરી બતાવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેનામાં અસાધારણ આવડત છે અને સ્વપ્નોનું અર્થઘટન કરવામાં, કોયડાઓ ઉકેલવામાં અને રહસ્યોનો ખુલાસો કરવામાં તે જ્ઞાની અને પારંગત છે. તેથી એ માણસ દાનિયેલ, જેનું રાજાએ બેલ્ટશાસ્સાર એવું નામ પાડયું હતું, તેને બોલાવડાવો અને તે તમને આ બધાનો ખુલાસો કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તે જ દાનિયેલ જેનું નામ રાજાએ બેલ્ટશાસ્સાર પાડ્યું હતું. તેનામાં ઉત્તમ આત્મા, ડહાપણ, સમજશક્તિ તેમ જ સ્વપ્નોનો અર્થ કરવાના, ગૂઢ વાતોનું રહસ્ય બતાવવાના તથા સંદેહ દૂર કરવાના ગુણો માલૂમ પડ્યા. હવે દાનિયેલને બોલાવ, એટલે તે તને જે લખેલું છે તેનો અર્થ કહી બતાવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તે માણસનું નામ દાનિયેલ છે પરંતુ રાજાએ તેનું નામ બેલ્ટશાસ્સાર પાડ્યું હતું. તેનું મન દૈવી જ્ઞાન અને સમજશકિતથી ભરેલું છે. તે સ્વપ્નનું અર્થઘટન કરી શકે છે. સમસ્યાઓને ઉકેલી શકે છે. અને કઠીન કોયડાઓને હલ કરી શકે છે. તે આ લખાણનો અર્થ શો છે તે તમને સમજાવશે.”

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 5:12
16 Iomraidhean Croise  

જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે.


નેકીવાન પોતાના પડોશીને સીધે માર્ગે ચલાવે છે; પણ દુષ્ટોનો માર્ગ તેઓને ભૂલમાં નાખે છે.


થોડાબોલો માણસ શાણો છે; અને ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે.


જો, તું દાનિયેલ કરતાં જ્ઞાની છે. લોકો તારાથી છુપાવી શકે એવું કશું પણ ગુપ્ત નથી.


હવે આ ચાર છોકરાઓને તો પરમેશ્વરે સર્વ વિદ્યામાં તથા જ્ઞાનમાં કૌશલ્ય અને ચાતુર્ય આપ્યાં. વળી દાનિયેલ સર્વ સંદર્શનો તથા સ્વપ્નોનો મર્મ સમજતો હતો.


મુખ્ય ખોજાએ તેમોનાં નામ નીચે પ્રમાણે પાડ્યાં:તેણે દાનિયેલનું [નામ] બેલ્ટશાસ્સાર, હનાન્યાનું [નામ] શાદ્રાખ, મિશાએલનું [નામ] મેશાખ, ને અઝાર્યાનું [નામ] અબેદ-નગો પાડ્યું.


રાજાએ દાનિયેલ, જેનું નામ બેલ્ટશાસ્સાર હતું, તેને કહ્યું, “જે સ્વપ્ન મને આવ્યું છે તે તથા તેનો ખુલાસો મને વિદિત કરવાને શું તું શક્તિમાન છે?”


ત્યારે દાનિયેલ જેનું નામ બેલ્ટશાસ્સાર હતું તે કેટલીક વાર સુધી સ્તબ્ધ રહ્યો, ને તેના વિચારોથી તે ગભરાઈ ગયો. રાજાએ તેને કહ્યું, “હે બેલ્ટશાસ્સાર, સ્વપ્ન સંબંધી કે તેના ખુલાસા સંબંધી તું ગભરાઈશ નહિ.” બેલ્ટશાસ્સારે ઉત્તર આપ્યો, “હે મારા સ્વામી, એ સ્વપ્ન આપના દ્વેષીઓને તથા તેનો ખુલાસો આપનાર વૈરીઓને લાગુ પડો.


પણ છેવટે દાનિયેલ, જેનું નામ મારા દેવના નામ ઉપરથી બેલ્ટશાસ્સાર પાડ્યું હતું, ને જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે, તે મારી હજૂરમાં આવ્યો. મેં આ પ્રમાણે તેની આગળ તે સ્વપ્ન કહ્યું,


મેં તારે વિષે સાંભળ્યું છે કે, તારામાં દૈવી આત્મા છે, ને તારામા બુદ્ધિ સમજણ તથા ઉત્મ જ્ઞાન માલૂમ પડ્યાં છે.


પણ મેં તારે વિષે સાંભળ્યું છે કે, તું અર્થ કરી શકે તથા સંદેહ દૂર કરી શકે છે. હવે જો તું એ લેખ વાંચી શકશે તથા તેનો અર્થ મને સમજાવી શકશે, તો તને જાંબુડિયા રંગના વસ્ત્ર તથા તારા ગળામાં સોનાની સાંકળી પહેરાવવામાં આવશે, ને તું રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”


દાનિયેલ તો બીજા સરસૂબાઓ તથા સૂબાઓ કરતાં વધારે નામાંકિત થયો, કારણ કે તેનામાં ઉત્તમ મન હતું; અને રાજા તેને આખા રાજ્ય ઉપર નીમવાનો વિચાર કરતો હતો.


પેલા સરસૂબાઓ તથા સૂબાઓ રાજ્યની બાબતમાં દાનિયેલની વિરુદ્ધ બહાનું શોધી કાઢવાનો યત્ન કરવા લાગ્યા, પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જડ્યું નહિ; કેમ કે તે વિશ્વાસુ હતો, ને તેનામાં કંઈ વાંક કે ગુનો માલૂમ પડ્યો નહિ.


એને માટે હું પણ તેમની પ્રેરણાશક્તિ જે બળથી મારામાં પ્રેરણા કરે છે, તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું.


Lean sinn:

Sanasan


Sanasan