Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 5:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હવે રાજાનાં તથા તેના અમીરઉમરાવોનાં વચનો સાંભળીને રાણી ભોજનગૃહમાં આવી. રાણીએ કહ્યું, “હે રાજા, સદા જીવતા રહો; તમારા વિચારોથી તમે ગભરાઈ ન જાઓ, ને તમારો ચહેરો ઊતરી ન જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 રાજા અને તેના ઉમરાવોનો કોલાહલ સાંભળીને રાજમાતા ભોજનખંડમાં આવી પહોંચી. તેણે કહ્યું, “હે રાજા, અમર રહો! વિહ્વળ કે ઉદાસ બનશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ત્યારે રાજા તથા તેના અમીર ઉમરાવોએ જે કહ્યું તે રાજમાતાએ સાંભળ્યું અને તે ભોજનગૃહમાં આવી. રાજમાતાએ કહ્યું, “હે રાજા, સદા જીવતો રહે! તારા વિચારોથી ગભરાઈશ નહિ. તારો ચહેરો બદલાઈ ન જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જ્યારે રાજમાતાએ જે થઇ રહ્યું હતું તે સાંભળ્યું ત્યારે તે તરત જ ઉજાણીના ખંડમાં દોડી આવી; તેણે બેલ્શાસ્સારને કહ્યું, “હે રાજા તમે ઘણું જીવો! તમે ગભરાઇ જશો નહિ. તમારે ફિક્કા પડી જવાની જરૂર નથી.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 5:10
10 Iomraidhean Croise  

ત્યારે બાથ-શેબાએ રાજાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને કહ્યું, “મારા મુરબ્બી દાઉદ રાજા સદા જીવતા રહો.”


પણ તમે જૂઠી વાતો જોડી કાઢનારા છો, તમે બધા ઊંટવૈદ છો.


તો શા માટે તમે મને ફોકટ દિલાસો આપો છો? કેમ કે તમારા ઉત્તરો જોતાં તો તેમાં જૂઠાણું જ રહેલું છે.”


ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું, “હે રાજા, સદા જીવતા રહો. આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો, એટલે અમે એનો અર્થ બતાવીશું.”


તેઓએ નબૂખાદનેસ્સાર રાજાને કહ્યું, “હે રાજા, સદા જીવતા રહો.


ત્યારે રાજાનો ચહેરો ઊતરી ગયો; તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા, ને તેના ઘૂંટણો એક બીજા સાથે અફળાવા લાગ્યા.


ત્યારે દાનિયેલે રાજાને કહ્યું, “હે રાજાજી, સદા જીવતા રહો.


પછી એ સરસૂબાઓ તથા સૂબાઓ રાજાની પાસે ઘસી આવ્યા ને તેને આ પ્રમાણે કહ્યું, “દાર્યાવેશ રાજાજી, સદા જીવતા રહો.


Lean sinn:

Sanasan


Sanasan