Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 4:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 “હે બેલ્ટશાસ્સાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે, ને કોઈ પણ ગુહ્ય વાત [સમજવામાં] તને ગભરામણ થતી નથી, માટે જે સ્વપ્ન મને આવ્યું છે તેનાં સંદર્શનો તથા તેનો ખુલાસો મને કહી બતાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હે બેલ્ટશાસ્સાર, ભવિષ્યવેત્તાઓમાં મુખ્ય, હું જાણું છું કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી તને સર્વ રહસ્યો સમજાય છે. આ મારું સ્વપ્ન છે; મને તેનો અર્થ જણાવ:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 “હે બેલ્ટશાસ્સાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે, તારામાં પવિત્ર દેવોનો આત્મા છે, કોઈપણ રહસ્ય સમજાવવું તારા માટે મુશ્કેલ નથી. મારા સ્વપ્નમાં મેં શું જોયું છે અને તેનો અર્થ શો છે તે તું મને કહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 મેં કહ્યું, “હે બેલ્ટશાસ્સાર, તું જાદુગરોમાં અગ્રગણ્ય છે, કારણ, હું જાણું છું કે, તારામાં પવિત્ર દેવોની શકિતનો વાસ છે, કોઇ પણ રહસ્ય એવું નથી જેને તું ઉકેલી ન શકે. મારા સ્વપ્નનો અર્થ શો છે તે તું મને કહે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 4:9
18 Iomraidhean Croise  

અને ફારુને તેના દાસોને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા હોય, એવો આના જેવો શું કોઈ માણસને મળે?”


તારા હ્રદયમાં વિતી ગયેલા ભય વિષે વિચાર જ આવશે; “ [ખંડણી] ગણી લેનાર ક્યાં છે? તોળનાર ક્યાં છે? બુરજોની ગણના કરનાર ક્યાં છે?


તું ન્યાયીપણામાં સ્થાપિત થઈશ; ત્રાસથી દૂર રહે, તને કંઈ ભય લાગશે નહિ; ધાકથી દૂર રહે, તે તારી પાસે આવશે નહિ.


ઇઝરાયલના ઊંચા પર્વત પર હું તેને રોપીશ. તેને ડાળીઓ ફૂટશે, તેને ફળ આવશે, ને તે એક મજાનું એરેજવૃક્ષ થશે. તેની નીચે સર્વ પ્રકારની પાંખોવાળાં સર્વ પક્ષીઓ વાસો કરશે. તેની ડાળીઓની છાયામાં તેઓ વસશે.


જો, તું દાનિયેલ કરતાં જ્ઞાની છે. લોકો તારાથી છુપાવી શકે એવું કશું પણ ગુપ્ત નથી.


જ્ઞાન તથા અક્કલની જે જે બાબતો વિષે રાજા તેમને પૂછી જોતો તે દરેકમાં જે સર્વ જાદુગરો તથા મંત્રવિદ્યા જાણનારા તેના આખા રાજ્યમાં હતા તેઓના કરતાં તેઓ તેને દશગણા શ્રેષ્ઠ માલૂમ પડ્યા.


રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો, “તું આ મર્મ ખોલી શક્યો છે તે ઉપરથી ખરેખર તમારો ઈશ્વર તે દેવોનો ઈશ્વર, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે.”


પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો અને, ને તેને ઘણી મોટી બક્ષિસો આપી, ને તેને આખા બાબિલ પ્રાંત પર અધિકારી તથા બાબિલના સર્વ જ્ઞાનીઓનો અધિપતિ ઠરાવ્યો.


આ સ્વપ્ન મને નબૂખાદનેસ્સારને આવ્યું છે; તો, હે બેલ્ટશાસ્સાર, તું એનો ખુલાસો કહી બતાવ, કેમ કે મારા રાજ્યના સર્વ જ્ઞાનીઓ મારી આગળ તેનો ખુલાસો કરી બતાવવાને અશકત છે. પણ તું [તેનો ખુલાસો કરવાને] શક્તિમાન છે, કેમ કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે.”


એ દરમિયાન મને એક સ્વપ્ન આવ્યું, તેથી હુણ બીધો; મારા પલંગના પરના વિચારોએ તથા મારા મગજનાં સંદર્શનોએ મને ગભરાવ્યો.


પણ છેવટે દાનિયેલ, જેનું નામ મારા દેવના નામ ઉપરથી બેલ્ટશાસ્સાર પાડ્યું હતું, ને જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે, તે મારી હજૂરમાં આવ્યો. મેં આ પ્રમાણે તેની આગળ તે સ્વપ્ન કહ્યું,


તમારા રાજ્યમાં એક માણસ છે, જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે; તમારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવી જ્ઞાન માલૂમ પડ્યા હતા; તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ, હા, તમારા પિતાએ તેને જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોષીઓનો અધિપતિ ઠરાવ્યો હતો;


આપણને અફસોસ! આ પરાક્રમી દેવોના હાથમાંથી આપણને કોણ છોડાવશે? જે દેવોએ મિસરીઓને રાનમાં સર્વ પ્રકારના મરાઓથી માર્યા હતા તે જ એ છે.


Lean sinn:

Sanasan


Sanasan