દાનિયેલ 4:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 વળી રાજાએ એક જાગૃત રહેનાર પવિત્ર પુરુષને આકાશમાંથી ઊતરતો જોયો, ને એમ કહેતા સાંભળ્યો કે, ‘ઝાડને કાપી નાખીને તેનો નાશ કરો; તોપણ તેનું ઠૂંઠું જમીનમાં એટલે વનના કુમળા ઘાસમાં લોઢાના તથા પિત્તળના બંધથી [બાંધીને] રહેવા દો. સાત કાળ તેને માથે વીતે ત્યાં સુધી તેને આકાશના ઝાકળથી પલળવા દો, ને તેનો હિસ્સો વનચર જાનવરોની સાથે થાય.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તમે જોતા હતા ત્યારે આકાશમાંથી એક દૂતે આવીને કહ્યું, ‘વૃક્ષ કાપી નાખો અને તેનો નાશ કરો, પણ તેનું ઠૂંઠું જમીનમાં રહેવા દઈ તેને લોખંડ અને તાંબાની સાંકળથી બાંધી દો અને તેને ખેતરમાં ઘાસની સાથે પડી રહેવા દો. આ માણસ પર ઝાકળ પડવા દો. અને ત્યાં તેને પ્રાણીઓ સાથે સાત વર્ષ રહેવા દો.’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 હે રાજા, તમે પવિત્ર દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો અને કહેતો હતો કે, ‘આ વૃક્ષને કાપીને તેનો નાશ કરો, પણ તેના મૂળની જડને લોખંડ તથા પિત્તળથી બાંધીને ખેતરના કુમળા ઘાસમાં રહેવા દો. સાત વર્ષ પસાર થાય ત્યાં સુધી તેને આકાશમાંથી પડતા ઝાકળથી પલળવા દો. તેને ખેતરના જંગલી પશુઓ સાથે રહેવા દો.’” Faic an caibideilપવિત્ર બાઈબલ23 “અને આપ નામદારે જાગ્રત ચોકીદાર સમા એક પવિત્ર દૂતને આકાશમાંથી ઊતરતો જોયો હતો જે કહેતો હતો કે, ‘આ વૃક્ષને કાપી નાખો, એનો નાશ કરો, પણ એનાં ઠૂંઠાને લોઢાના ને કાંસાના બંધથી બાંધીને એને જમીનમાં મૂળ સાથે ખેતરના ઘાસ વચ્ચે રહેવા દો. એને આકાશમાંથી પડતી ઝાકળથી ભીંજાવા દો. અને એને પશુઓ સાથે રહેવા દો આમને આમ સાત વર્ષ વીતી જવા દો.’ Faic an caibideil |