Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 4:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તે તો હે રાજાજી, આપ પોતે છો કે, જે વધીને બળવાન થયા છો. આપનું મહત્વ વધીને આકાશ સુધી, ને આપની હકૂમત પૃથ્વીના છેડા સુધી પહોંચી‍ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 “હે રાજા, એ ઊંચું અને મજબૂત વૃક્ષ તો તમે જ છો. તમારી મહાનતા આકાશ સુધી પહોંચી છે અને સમગ્ર દુનિયા પર તમારી સત્તા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 હે રાજા, તે વૃક્ષ તમે છો, તમે વધીને ઘણા બળવાન થયા છો. તમારી મહાનતા વધીને આકાશ સુધી પહોંચી છે, તમારી સત્તા પૃથ્વીના છેડા સુધી પહોંચી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 હે રાજા, એ તો આપ પોતે જ છો. આપ મહાન અને બળવાન છો. તમારી મહાનતા વધીને છેક આકાશ સુધી પહોંચી છે. તમારું સામ્રાજ્ય પૃથ્વીના છેડા સુધી પહોંચ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 4:22
18 Iomraidhean Croise  

અને તેઓએ કહ્યું, “ચાલો, આપણે પોતાના માટે એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે, એવો બુરજ બાંધીએ, અને એમ આપણે પોતાને માટે નામના મેળવીએ; કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ.”


અને તેને સ્વપન આવ્યું. અને જુઓ, એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી હતી, ને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી; અને જુઓ, તેના પર ઈશ્વરના દૂત ચઢતા ને ઊતરતા હતા.


અને નાથાને દાઉદને કહ્યું, “તમે જ તે માણસ છો. ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે, ‘મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો, મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો,


ત્યાં યહોવાનો એક પ્રબોધક હતો, જેનું નામ ઓદેદ હતું; જે સૈન્ય સમરુનમાં આવ્યું તેને તે મળવા ગયો, ને તેઓને કહ્યું, “જુઓ તમારા પિતૃઓના ઈશ્વર યહોવા યહૂદિયા ઉપર કોપાયમાન થયા છે, એથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા છે, તમે ક્રોધાવેશમાં તેઓને મારી નાખ્યા છે, ને તે તમારો ક્રોધ આકાશ સુધી પહોંચ્યો છે.


તમારી કૃપા આકાશ કરતાં મોટી છે, અને તમારી સત્યતા વાદળાં સુધી [પહોંચે છે].


હે યહોવા, તમારી કૃપા આકાશ સુધી ફેલાયેલી છે; અને તમારું વિશ્વાસુપણું વાદળાં સુધી છે.


મેં મારી મહાન શક્તિથી તથા મારા લાંબા કરેલા ભુજથી પૃથ્‌વીને, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં મનુષ્યોને તથા પશુઓને પણ ઉત્પન્ન કર્યાં; અને મને યોગ્ય લાગે તેને હું તે આપું છું.


પ્રભુ યહોવા કહે છે કે, મોટી પાંખોવાળો તથા લાંબા પરવાળો, રંગબેરંગી પીંછાવાળો મોટો ગરૂડ લબાનોનમાં આવ્યો, બે એરેજવૃક્ષની ટોચ તેણે તોડી લીધી.


તે સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે. તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે, ને રાજાઓને ગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીઓને જ્ઞાન તથા બુદ્ધિમાનોને અક્કલ આપે છે;


તે ઝાડ વધીને મજબૂત થયું, ને તેની ટોચ ગગનમાં પહોંચી હતી, ને તે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું.


જેના પાંદડાં સુંદર હતાં, ને જેને પુષ્કળ ફળ લાગ્યાં હતાં, ને જેથી સર્વનો ખોરાક પૂરો પડતો, જેની નીચે વનચર જાનવરો રહેતાં, જે જેની ડાળીઓમાં ખેચર પક્ષીઓ વાસો કરતાં હતાં;


બાર માસ પછી તે બાબિલના રાજમહેલની અગાશી પર ફરતો હતો.


તે જ વખતે મારી સમજશક્તિ મારામાં પાછી આવી. અને મારા રાજ્યના ગૌરવને માટે મારો પ્રતાપ તથા વૈભવ મારામાં પાછો આવ્યો. મારા મંત્રીઓ તથા મારા અમીરઉમરાવો મારું સન્માન કરીને મારી પાસે આવ્યા; હું મારા રાજ્યમાં ફરી સ્થાપિત થયો, ને તેની સાથે ઉત્તમ મહત્વ પણ મને મળ્યું.


કારણ યોહાને તેને કહ્યું હતું, “તેને તારે રાખવી ઉચિત નથી.”


કેમ કે તેનાં પાપ આકાશ સુધી પહોંચ્યાં છે, અને ઈશ્વરે તેનાં દુષ્કર્મોને યાદ કર્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan