Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 4:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 જેના પાંદડાં સુંદર હતાં, ને જેને પુષ્કળ ફળ લાગ્યાં હતાં, ને જેથી સર્વનો ખોરાક પૂરો પડતો, જેની નીચે વનચર જાનવરો રહેતાં, જે જેની ડાળીઓમાં ખેચર પક્ષીઓ વાસો કરતાં હતાં;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 તેનાં પાંદડાં સુંદર હતાં અને આખી દુનિયાનું પોષણ થાય એટલાં તેનાં ફળ હતાં. વન્ય પ્રાણીઓ તેની છાયામાં આરામ લેતાં અને પક્ષીઓ તેની ડાળીઓ પર પોતાના માળા બાંધતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જેનાં પાંદડાં સુંદર હતાં, જેને ઘણાં ફળ લાગ્યાં હતાં, જેનાથી બધાને ખોરાક પૂરો પડતો હતો, જેની નીચે ખેતરનાં પશુઓ આશ્રય પામતાં હતાં, જેની ડાળીઓમાં આકાશના પક્ષીઓ વાસ કરતાં હતાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 જેને સુંદર તાજાં લીલાં પાંદડાં હતાં, વળી જે ફળોથી લચી પડ્યું હતું. જેમાંથી બધાનો નિભાવ થતો હતો. જેની છાયામાં વગડાના પશુઓ આશ્રય પામતા હતા અને જેની ડાળીઓમાં પંખીઓનો વાસ હતો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 4:21
8 Iomraidhean Croise  

ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે; વળી, દેવદાર ઝાડ તે બગલાનું રહેઠાણ છે.


ઇઝરાયલના ઊંચા પર્વત પર હું તેને રોપીશ. તેને ડાળીઓ ફૂટશે, તેને ફળ આવશે, ને તે એક મજાનું એરેજવૃક્ષ થશે. તેની નીચે સર્વ પ્રકારની પાંખોવાળાં સર્વ પક્ષીઓ વાસો કરશે. તેની ડાળીઓની છાયામાં તેઓ વસશે.


તેની ડાંખળીઓમાં સર્વ ખેચર પક્ષીઓ પોતાના માળા બાંધતાં, ને તેના ડાળાં નીચે સર્વ વનચર પશુઓ પોતાના બચ્ચા જણતાં, ને તેની છાયામાં સર્વ મોટી પ્રજાઓ વસતી હતી.


જ્યાં જ્યાં માણસો વસે છે, ત્યાં ત્યાં તેણે વનચર જાનવરોને તથા ખેચર પક્ષીઓને આપના હાથમાં આપ્યાં છે. પેલું સોનાનું માથું તે તો આપ છો.


તે ઝાડ વધીને મજબૂત થયું, ને તેની ટોચ ગગનમાં પહોંચી હતી, ને તે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું.


જે ઝાડ આપે જોયું, જે વધીને મજબૂત થયું, જેની ટોચ ગગનમાં પહોંચી, ને જે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું,


તે તો હે રાજાજી, આપ પોતે છો કે, જે વધીને બળવાન થયા છો. આપનું મહત્વ વધીને આકાશ સુધી, ને આપની હકૂમત પૃથ્વીના છેડા સુધી પહોંચી‍ છે.


તે રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાની વાડીમાં નાખ્યું. તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશનાં પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.”


Lean sinn:

Sanasan


Sanasan