દાનિયેલ 4:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
15 તોપણ તેનું ઠૂંઠું જમીનમાં, વનના કુમળા ઘાસમાં લોઢાના તથા પિત્તળના બંધથી [બાંધીને] રહેવા દો. તેને આકાશના ઝાકળથી પલળવા દો, ને પશુઓ સાથે પૃથ્વી પરના ઘાસમાંથી તેને હિસ્સો મળે.
15 પણ ઠૂંઠાને જમીનમાં રહેવા દઈ તેને લોખંડ તથા તાંબાની સાંકળથી બાંધી દો. તેને ત્યાં ઘાસમાં જ રહેવા દો. ‘હવે એ માણસ પર ઝાકળ પડવા દો. તેને પ્રાણીઓ અને ઘાસની સાથે રહેવા દો.
15 તેના મૂળની જડને પૃથ્વીમાં, લોખંડ તથા સાંકળોથી બાંધીને તેને ખેતરના કુમળા ઘાસ મધ્યે રહેવા દો. તેને આકાશના ઝાકળથી પલળવા દો. તેને ભૂમિ પરના ઘાસમાં પશુઓ મધ્યે રહેવા દો અને પશુઓ સાથે પૃથ્વી પરના ઘાસમાંથી તેને હિસ્સો મળે.
વળી રાજાએ એક જાગૃત રહેનાર પવિત્ર પુરુષને આકાશમાંથી ઊતરતો જોયો, ને એમ કહેતા સાંભળ્યો કે, ‘ઝાડને કાપી નાખીને તેનો નાશ કરો; તોપણ તેનું ઠૂંઠું જમીનમાં એટલે વનના કુમળા ઘાસમાં લોઢાના તથા પિત્તળના બંધથી [બાંધીને] રહેવા દો. સાત કાળ તેને માથે વીતે ત્યાં સુધી તેને આકાશના ઝાકળથી પલળવા દો, ને તેનો હિસ્સો વનચર જાનવરોની સાથે થાય.’