Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 4:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 મારા પલંગ ઉપર મારા મગજનાં સંદર્શનોમાં હું જોતો હતો, એટલામાં જો, એક જાગૃત રહેનાર પવિત્ર પુરુષ આકાશમાંથી ઊતરી આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 “હું એ દર્શન વિષે વિચારતો હતો ત્યારે એક જાગૃત અને સાવધ રહેનાર દૂત આકાશમાંથી ઊતરી આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મારા પલંગ પર હું મારા મગજમાં આ સંદર્શન જોતો હતો, ત્યારે એક પવિત્ર દૂત સ્વર્ગમાંથી નીચે ઊતરી આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “હું આ સંદર્શન જોતો હતો, ત્યારે મેં દેવના પવિત્ર દૂતોમાંના એકને સ્વર્ગમાંથી નીચે ઊતરતો જોયો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 4:13
18 Iomraidhean Croise  

તે પૃથ્વીના લોકોના આગેવાનોને નાહિમ્મત કરે છે, અને તેઓને માર્ગ વગરના અરણ્યમાં ભટકાવે છે.


હે બળમાં પરાક્રમી, યહોવાનું વચન પાળનારા, તથા તેમનાં વચન સાંભળનારા તેમના દૂતો, તમે યહોવાને સ્તુત્ય માનો


સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે, જેઓ તેમની આસપાસ છે તે બધાના કરતાં તે વધારે ભયાવહ છે.


મારા પલંગ પર મારા મગજનાં સંદર્શનો આ પ્રમાણે હતાં:મેં જોયું, તો પૃથ્વીના મધ્ય ભાગમાં એક ઝાડ મેં જોયું, તેની ઊંચાઈ ઘણી હતી.


એ દંડાજ્ઞા જાગૃત રહેનારાના હુકમથી, ને એ આજ્ઞા પવિત્ર [દૂતો] ના વચનથી છે. એથી જીવતા [માણસો] જાણે કે પરાત્પર [ઈશ્વર] માણસોનો રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, ને પોતાની મરજી હોય તેને તે આપે છે, ને કનિષ્ઠ માણસોને તેના ઉપર અધિકારી ઠરાવે છે.


વળી રાજાએ એક જાગૃત રહેનાર પવિત્ર પુરુષને આકાશમાંથી ઊતરતો જોયો, ને એમ કહેતા સાંભળ્યો કે, ‘ઝાડને કાપી નાખીને તેનો નાશ કરો; તોપણ તેનું ઠૂંઠું જમીનમાં એટલે વનના કુમળા ઘાસમાં લોઢાના તથા પિત્તળના બંધથી [બાંધીને] રહેવા દો. સાત કાળ તેને માથે વીતે ત્યાં સુધી તેને આકાશના ઝાકળથી પલળવા દો, ને તેનો હિસ્સો વનચર જાનવરોની સાથે થાય.’


એ દરમિયાન મને એક સ્વપ્ન આવ્યું, તેથી હુણ બીધો; મારા પલંગના પરના વિચારોએ તથા મારા મગજનાં સંદર્શનોએ મને ગભરાવ્યો.


બાબિલના રાજા બેલ્શાસ્સારને પહેલે વર્ષે દાનિયેલને પોતના બિછાનામાં સ્વપ્ન આવ્યું, ને તેના મગજમાં સંદર્શનો થયાં. તેણે તે સ્વપ્ન લખી લીધું, ને તે બાબતોમાં સાર કહી બતાવ્યો.


આ ચાર મોટાં જાનવરો તો ચાર રાજાઓ છે કે, જેઓ પૃથ્વી પર ઊભા થશે.


વળી તેણે કહ્યું, ‘‍ચોથું જાનવર પૃથ્વી પર એક ચોથું રાજ્ય થવાનું છે તે છે, તે બીજાં બધાં રાજ્યો કરતાં જુદું થશે, તે આખી પૃથ્વીને ફાડી ખાશે, ને તેને કચરી નાખશે, ને તેને ભાગીને ટુકડેટુકડા કરશે.


ત્યારે મેં એક પવિત્રને બોલતો સાંભળ્યો, જે અમુક પવિત્ર બોલતો હતો તેને બીજા પવિત્રે પૂછ્યું, “નિત્યના [દહનીયાર્પણ] વિષેના, તથા ઉજ્જડ કરનાર અપરાધ પવિત્રસ્થાનને તેમ જ સૈન્યને બન્‍નેને પગ નીચે કચરી નાખવા વિષેના સંદર્શનોની મુદત કેટલી છે?”


તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો, કેમ કે પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. હા, યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપથી જેમ તમે નાસી છૂટયા હતા તેમ તમે નાસી જશો; અને મારો ઇશ્વર યહોવા પોતાની સાથે સર્વ પવિત્રોને લઈને આવશે.


પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સહિત આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે.


“અરે, ઈસુ નાઝારી, અમારે ને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.”


“અરે, ઈસુ નાઝારી, તમારે ને અમારે‍‍ શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરનો પવિત્ર.”


અને તેણે કહ્યું, “યહોવા સિનાઈથી આવ્યા, અને સેઈરથી તેઓ પર ઊગ્યા; પારાન પહાડથી તે પ્રકાશ્યા, અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા; તેમના જમણા હાથમાં નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.


તેઓ વિષે પણ આદમથી સાતમા પુરુષ હનોખે ભવિષ્યવચન કહ્યું છે, “જુઓ,


તો તે પણ ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે, તેમાંથી પીશે; અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રિબાશે.


Lean sinn:

Sanasan


Sanasan