Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 4:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 “પૃથ્વી પર રહેનાર સર્વ લોકો, પ્રજાઓ તથા ગમે તે ભાષા બોલનાર માણસો, તમને નબૂખાદનેસ્સાર રાજા તરફથી અધિકાધિક શાંતિ હો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 નબૂખાદનેસ્સાર રાજાએ દુનિયાના બધાં રાષ્ટ્ર, પ્રજા અને ભાષાના લોકો પર આ પ્રમાણેનો સંદેશ મોકલ્યો:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 રાજા નબૂખાદનેસ્સારે આ હુકમ પૃથ્વી પર રહેતા સર્વ લોકોમાં, પ્રજાઓમાં તથા વિવિધ ભાષાઓ બોલનારાઓમાં મોકલ્યો: “તમને અધિકાધિક શાંતિ હો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 રાજા નબૂખાદનેસ્સારે આ આજ્ઞા દુનિયાના દરેક દેશમાં, દરેક જાતિના અને ભાષાના લોકોને મોકલી:

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 4:1
16 Iomraidhean Croise  

ત્યારે ત્રીસમાંના મુખ્ય અમાસાય પર આત્મા આવ્યો. [તેણે કહ્યું કે,] “હે દાઉદ, અમે તમારા માણસો છીએ, હે યિશાઈના પુત્ર, અમે તમારી પડખે છીએ. તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, તમારા સહાયકોને શાંતિ થાઓ; કેમ કે તમારા ઈશ્વર તમને સહાય કરનાર છે.” ત્યારે દાઉદે તેઓનો અંગીકાર કર્યો, ને તેઓને ટોળીઓના સરદારો બનાવ્યા.


ત્યારે રાજાએ ન્યાયખાતાના વડા અમલદાર રહૂમને, ચિટનીસ શિમ્શાયને તથા તેઓના બીજા સંગાથીઓ, જેઓ સમરુનમાં તથા નદી પારના બાકીના દેશમાં રહેતા હતા, તેઓને પ્રત્યુત્તર મોકલ્યો કે, ક્ષેમકુશળ, વગેરે.


તેમાં આ પ્રમાણે લખેલું હતું:“દર્યાવેશ રાજાને ક્ષેમકુશળતા હોજો.


તે પછી પહેલા માસને તેરમે દિવસે રાજાના ચિટનીસોને બોલાવવામાં આવ્યા. અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત્ દરેક પ્રાંતની લિપિ અને દરેક પ્રજાની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું. અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા, અને રાજાની મુદ્રિકાથી તેના ઉપર મહોર કરવામાં આવી.


તે સમયે ત્રીજા માસની, એટલે સીવાન માસની, ત્રેવીસમી તારીખે રાજાના ચિટનીસોને બોલાવવામાં આવ્યા. મોર્દખાયની સર્વ આજ્ઞા પ્રમાણે, યહૂદીઓ ઉપર, તથા ભારતથી તે કૂશ સુધીના એક સો સત્તાવીસ પ્રાંતોના અમલદારો, સૂબાઓ તથા સરદારો ઉપર, જુદા જુદા પ્રાંતોમાં તેમની જુદી જુદી લિપિમાં, તથા જુદા જુદા લોકો ઉપર તેમની જુદી જુદી ભાષાઓમાં, તથા યહૂદીઓ ઉપર તેઓની લિપિમાં તથા તેઓની ભાષામાં [હુકમ] લખવામાં આવ્યો.


માટે હું એવો હુકમ ફરમાવું છું કે જે કોઈ માણસ, પ્રજા કે [ગમે તે] ભાષા [બોલનાર લોકો] શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની વિરુદ્ધ કંઈપણ અયોગ્ય બોલશે, તે સર્વના કાપીને ટુકડેટુકડા કરવામાં આવશે, ને તેમના ઘરોનો ઉકરડો કરી નાખવામાં આવશે, કેમ કે આવી રીતે [પોતાના સેવકોને] છોડાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર નથી.”


ત્યારે ચોકીદારે પોકાર કર્યો. “હે લોકો, પ્રજાઓ, તથા [જુદી જૂદી] ભાષાઓ [બોલનાર માણસો] , તમને ફરમાવવામાં આવે છે કે,


ત્યાર પછી દાર્યાવેશ રાજાએ આખી પૃથ્વી પર રહેતા સર્વ લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ [બોલનાર માણસો] ને એવો હુકમ લખી મોકલ્યો, “તમને અધિક અધિક શાંતિ [થાઓ].


તે બચાવે છે ને છોડાવે છે, ને તે આકાશમાંથી તથા પૃથ્વી પર ચિહ્‍નો તથા ચમત્કારો કરે છે! તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી બચાવ્યો.”


તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં કે, જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય. તેની સત્તા સનાતન તથા અચળ છે, ને તેનું રાજ્ય અવિનાશી છે.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કોઈ એક યહૂદી માણસની ચાળ પકડીને કહેશે કે, ‘અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.’”


તે અવાજ સાંભળવામાં આવ્યો ત્યારે ઘણા લોકો ભેગા થયા, અને આશ્ચર્યમાં પડી ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતાં સાંભળ્યા.


આપણા પિતા ઈશ્વરથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ.


ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ.


ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.


પોન્તસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા પરદેશી તરીકે રહેનારા પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર: તમારા પર પુષ્કળ કૃપા તથા શાંતિ થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan