Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 3:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 [ત્યારે] તેણે કહ્યું, “જુઓ, હું ચાર માણસોને અગ્નિમાં છૂટા ફરતા જોઉ છું. વળી તેઓને કંઈ પણ ઈજા થઈ નથી! અને ચોથાનું સ્વરૂપ તો ઈશ્વરપુત્રના જેવું છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 તેણે પૂછયું, “તો પછી હું ભઠ્ઠીમાં ચાર જણને ફરતા કેમ જોઉં છું? તેઓ બાંધેલા નથી કે નથી તેમને કંઈ ઈજા થઈ. વળી, ચોથાનું સ્વરૂપ તો ઈશ્વરપુત્ર જેવું લાગે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 પછી તેણે કહ્યું, “પણ હું તો ચાર માણસોને અગ્નિમાં ચારેબાજુ છૂટા ફરતા જોઉં છું અને તેઓને કંઈ ઈજા થયેલી નથી. ચોથાનું સ્વરૂપ તો દેવપુત્ર જેવું દેખાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 નબૂખાદનેસ્સારે બૂમ પાડી. “અરે જુઓ, પણ હું તો ચાર માણસોને છૂટા થઇને આગમાં સાજાસમા ફરતાં જોઉં છું, અને પેલો ચોથો માણસ દેવપુત્ર જેવો દેખાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 3:25
20 Iomraidhean Croise  

એક દિવસ ઈશ્વરદૂતો યહોવાની આગળ હાજર થયા, અને તેમની સાથે શેતાન પણ આવ્યો.


અને સર્વ ઈશ્વરદૂતો હર્ષનાદ કરતા હતા, તે દરમિયાન તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડયો?


છ સંકટોમાંથી તે તને ઉગારશે; હા, સાતમાંથી તને કંઈ હાનિ થશે નહિ.


યહોવાના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે, અને તેમને છોડાવે છે.


આકાશમાં કોણ ચઢ્યો અને પાછો ઊતર્યો? કોણે પવનને પોતાની મુઠ્ઠીમાં સમેટી લીધો છે? કોણે પોતાના વસ્‍ત્રમાં પાણી બાંધી લીધાં છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું જાણતો હોય તો [કહે] , તેનું નામ શું છે, અને તેના દીકરાનું નામ શું છે?


તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહિ; અને જ્વાળા તને બાળશે નહિ.


તેઓ તારી સાથે યુદ્ધ કરશે, પણ તને હરાવશે નહિ; કેમ કે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવા કહે છે.”


તેઓથી બીતો ના; કેમ કે તારો છૂટકો કરવા માટે હું તારી સાથે છું, ” એમ યહોવા કહે છે.


વળી દુષ્ટોના હાથમાંથી હું તને છોડાવીશ, ને ભયંકરોના હાથમાંથી હું તને ઉગારીશ.”


પણ જો નહિ છોડાવે, તોપણ, હે રાજાજી, આપે ખચીત જાણવુ, કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહિ, તેમ જ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહિ.”


ત્યારે નબૂખાદનેસ્સાર રાજા અચંબો પામીને એકદમ ઊભો થઈ ગયો. તેણે પોતાના મંત્રીને પૂછ્યું, “શું આપણે એ ત્રણ માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા?” તેઓએ રાજાને કહ્યું, “હે રાજા, એ ખરું છે.”


ત્યારે નબૂખાદનેસ્સારે કહ્યું, “શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરને ધન્ય હો કે, જેમણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકોને, જેઓ તેમના પર ભરોસો રાખતા હતા, તથા જેઓએ રાજાનું વચન નિષ્ફળ કર્યું છે, તથા પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈ દેવની ઉપાસના કે પૂજા ન કરવા માટે પોતાનાં શરીરોનું અર્પણ કર્યું છે, તેઓને છોડાવ્યા છે.


ત્યારે રાજાને અતિશય હર્ષ થયો, ને તેણે હુકમ કર્યો, “દાનિયેલને બિલમાંથી બહાર કાઢો.” તેથી દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવ્યો, તેના અંગ પર કોઈ પણ પ્રકારની ઇજા [નાં ચિહ્‍ન] માલૂમ પડ્યાં નહિ, કેમ કે તેણે પોતાના ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો.


સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ, તો તેઓને કંઈ પણ ઈજા થશે નહિ. તેઓ માંદાઓ પર હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે.”


દૂતે તેને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદાન કરશે; માટે જે [તારાથી] જનમશે તે પવિત્ર, ઈશ્વરનો દીકરો, કહેવાશે


પણ તેણે તે સાપને અગ્નિમાં ઝટકી નાખ્યો, અને તેને કંઈ પણ ઈજા થઈ નહિ.


પણ પવિત્ર આત્માને પ્રતાપે મૂએલાંઓમાંથી પાછા ઊઠ્યાથી પરાક્રમમાં ઈશ્વરના દીકરા ઠર્યા છે.


જે ભલું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારું ભૂંડું કરનાર કોણ છે?


Lean sinn:

Sanasan


Sanasan