Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 3:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્યારે નબૂખાદનેસ્સારે બહુ જ કોપાયમાન થઈને શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને પોતાની હજૂરમાં લાવવાની આજ્ઞા કરી; એટલે તેઓ એ માણસોને રાજાની હજૂરમાં લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 એ સાંભળીને રાજા ક્રોધથી ભભૂકી ઊઠયો અને એ ત્રણે માણસોને પોતાની સમક્ષ હાજર કરવાનો હુકમ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્યારે નબૂખાદનેસ્સાર કોપાયમાન થયો. તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને પોતાની આગળ લાવવાનો હુકમ કર્યો. માટે તેઓ આ માણસોને રાજાની આગળ લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ત્યારે રાજા નબૂખાદનેસ્સાર ખૂબ રોષે ભરાયો અને તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદનગોને પોતાની આગળ લાવવાનો હુકમ કર્યો. તેમને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 3:13
15 Iomraidhean Croise  

પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહિ. માટે કાઈનને બહુ રોષ ચઢયો, ને તેનું મોં ઊતરી ગયું.


જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો, પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો.


પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની હેરાનગતિ તે બન્‍ને કરતાં ભારે હોય છે.


ક્રોધી માણસ કજિયો સળગાવે છે, અને ગુસ્સાવાળો માણસ પુષ્કળ ગુના કરે છે.


મુખ્ય ખોજાએ તેમોનાં નામ નીચે પ્રમાણે પાડ્યાં:તેણે દાનિયેલનું [નામ] બેલ્ટશાસ્સાર, હનાન્યાનું [નામ] શાદ્રાખ, મિશાએલનું [નામ] મેશાખ, ને અઝાર્યાનું [નામ] અબેદ-નગો પાડ્યું.


આ કારણથી રાજાને ઘણો ક્રોધ ચઢ્યો, તે બહુ કોપાયમાન થયો, ને તેણે બાબિલના સર્વ જ્ઞાનીઓને કતલ કરવાની આજ્ઞા કરી.


ત્યારે નબૂખાદનેસ્સારને રોમેરોમે ક્રોધ વ્યાપ્યો, ને શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોની સામે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું! તેણે એવો હુકમ ફરમાવ્યો, “ભઠ્ઠી હમેશાં ગરમ કરવામાં આવતી હતી તે કરતાં સાતગણી ગરમ કરવી.”


અને તેઓને તથા વિધર્મીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો.


પણ પોતાના વિષે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે, અને સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો. અને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓની આગળ, તેઓને માટે સાક્ષી થવા માટે, ઊભા કરાશો.


પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાના [ના અધિકારીઓ] ને હવાલે કરશે, અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જશે.


પણ તેઓ બાવરા બની ગયા; અને એકબીજાને કહેવા લાગ્યા, “ઈસુ વિષે આપણે શું કરીએ?”


કેટલાક દિવસ પછી ફેલિકસ પોતાની સ્‍ત્રી દ્રુસિલા, જે યહૂદી હતી, તેની સાથે આવ્યો, ત્યારે તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ સંબંધી તેની વાત સાંભળી.


Lean sinn:

Sanasan


Sanasan