Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 2:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 રાજાએ ખાલદીઓને ઉત્તર આપ્યો, “એ વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને એ સ્વપ્ન તથા તેનો ખુલાસો નહિ જણાવો. તો કાપીને તમારા ટુકડેટુકડા કરવામાં આવશે, અને તમારાં ઘરોનો ઉકરડો કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 રાજાએ તેમને કહ્યું, “મેં એવો નિર્ણય કર્યો છે કે તમારે માત્ર સ્વપ્નનો અર્થ જ નહિ, પણ સ્વપ્ન શું હતું તે પણ મને કહેવું. જો તમે તે નહિ કહી શકો, તો તમારા અંગેઅંગના કાપીને ટુકડા કરવામાં આવશે અને તમારાં ઘર ખંડિયેર બનાવી દેવાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 રાજાએ ખાલદીઓને જવાબ આપ્યો કે, “એ સ્વપ્નની વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ નહિ જણાવો તો તમારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે અને તમારા ઘરોના ભંગારના ઢગલા કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 રાજાએ ખાલદીઓને કહ્યું, “સ્વપ્ન મારા સ્મરણમાંથી જતું રહ્યું છે, મને તે યાદ રહ્યું નથી, તમે મને એ સ્વપ્ન તથા તેનો અર્થ નહિ કહો તો તમારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે. અને તમારાં ઘર તોડીને ઇંટો અને કાટમાળનાં ઢગલાઓમાં ફેરવી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 2:5
10 Iomraidhean Croise  

તેઓએ બાલના સ્તંભને તોડી પાડ્યો, ને બાલના મંદિરને જમિનદોસ્ત કરીને તેને સંડાસ બનાવ્યું, તે આજ સુધી છે.


વળી મેં એવો હુકમ કર્યો છે કે, જે કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરે તેને તેના ઘરમાંથી એક મોભની શૂળી બનાવીને તેના પર તેને ચઢાવી દેવો, અને તેના ઘરનો ઉકરડો કરી નાખવો.


હે ઈશ્વરને વીસરનારા, હવે આનો વિચાર કરો, રખેને હું તમારા ફાડીને ટુકડેટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહિ;


તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ, તેઓ બાણ તાકે ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ.


આ કારણથી રાજાને ઘણો ક્રોધ ચઢ્યો, તે બહુ કોપાયમાન થયો, ને તેણે બાબિલના સર્વ જ્ઞાનીઓને કતલ કરવાની આજ્ઞા કરી.


માટે હું એવો હુકમ ફરમાવું છું કે જે કોઈ માણસ, પ્રજા કે [ગમે તે] ભાષા [બોલનાર લોકો] શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની વિરુદ્ધ કંઈપણ અયોગ્ય બોલશે, તે સર્વના કાપીને ટુકડેટુકડા કરવામાં આવશે, ને તેમના ઘરોનો ઉકરડો કરી નાખવામાં આવશે, કેમ કે આવી રીતે [પોતાના સેવકોને] છોડાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર નથી.”


“હે બેલ્ટશાસ્સાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે, ને કોઈ પણ ગુહ્ય વાત [સમજવામાં] તને ગભરામણ થતી નથી, માટે જે સ્વપ્ન મને આવ્યું છે તેનાં સંદર્શનો તથા તેનો ખુલાસો મને કહી બતાવ.


અને તેમાંની સર્વ લૂંટ તેના ચૌટાની વચમાં એકઠી કરીને યહોવા તારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવાં; અને તેનો સદાને માટે ઢગલો થઈ જાય; તે ફરીથી બંધાય નહિ.


અને તે વખતે યહોશુઆએ તેઓને એવી પ્રતિજ્ઞા લેવડાવી કે, “જે કોઈ ઊઠીને યરીખો નગર બાંધે તે યહોવાની આગળ શાપિત થાઓ. તેનો પાયો તે પોતાના જ્યેષ્ઠ પુત્રના જીવને બદલે નાખે, ને પોતાના સૌથી નાના પુત્રના જીવને બદલે તેના દરવાજા ઊભા કરે.”


શમુએલે કહ્યું, “જેમ તારી તરવારે સ્‍ત્રીઓને પુત્રહીન કરી છે, તેમ તારી મા પણ સ્‍ત્રીઓમાં પુત્રહીન થશે.” પછી શમુએલે ગિલ્ગાલમાં યહોવાની આગળ અગાગને કાપીને ટુકડા કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan