Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 2:48 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો અને, ને તેને ઘણી મોટી બક્ષિસો આપી, ને તેને આખા બાબિલ પ્રાંત પર અધિકારી તથા બાબિલના સર્વ જ્ઞાનીઓનો અધિપતિ ઠરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

48 ત્યાર પછી રાજાએ દાનિયેલને ઉચ્ચ હોદ્દો અને ઘણી ભવ્ય બક્ષિસો આપ્યાં. તેણે દાનિયેલને બેબિલોન પ્રાંતનો અધિકારી તથા રાજ્યના બધા જ્ઞાનીઓનો મુખ્ય અધિકારી બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 પછી રાજાએ દાનિયેલને ઊંચી પદવી આપી, તેને ઘણી કિંમતી ભેટો આપી. તેણે તેને સમગ્ર બાબિલના પ્રાંતનો અધિકારી બનાવ્યો. દાનિયેલ બાબિલના સર્વ જ્ઞાની માણસો ઉપર મુખ્ય અધિકારી બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

48 પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો, કિમતી ભેટો આપી અને સમગ્ર બાબિલના પ્રાંતના વહીવટકર્તા તરીકે નીમ્યો. તેમજ સર્વ જ્ઞાની માણસોના ઉપરી તરીકે નિમણુંક કરી.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 2:48
22 Iomraidhean Croise  

હવે બાર્ઝિલ્લાય ઘણો વૃદ્ધ, એટલે એંશી વર્ષનો માણસ હતો; અને રાજાનો મુકામ માહનાઈમમાં હતો, તે દરમિયાન તેણે તેને ખોરાક પૂરો પાડ્યો હતો; કેમ કે તે ઘણો મોટો માણસ હતો.


હવે અરામના રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો; કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો. વળી એ પરાક્રમી શૂરવીર પુરુષ હતો. [પણ તે] કોઢિયો [હતો].


વળી સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ, અને પુષ્કળ રાચરચીલું, એ તેની સંપત્તિ હતી. તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો.


હું ખાનદાન માણસોની પાસે જઈને તેઓની સાથે વાત કરીશ, કેમ કે તેઓ યહોવાનો માર્ગ અને પોતાના ઈશ્વરની ધર્મનીતિ જાણે છે.” પણ તેઓએ સર્વાનુમતે ઝૂંસરી ભાંગી નાખી છે અને જોતરો તોડી નાખ્યાં છે.


પણ જો તમે તે સ્વપ્ન તથા તેનો અર્થ કહી બતાવશો, તો તમને મારી પાસેથી બક્ષિસો, ઇનામ તથા મોટું માન મળશે; માટે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ કહી બતાવો.”


નબૂખાદનેસ્સાર રાજાએ એક સોનાની મૂર્તિ બનાવી, તે સાઠ હાથ ઊંચી ને છ હાથ પહોળી હતી, તેણે તે બાબિલ પ્રાંતમાંના દૂરાના મેદાનમાં ઊભી કરી.


આપે શાદ્રાખ, મેશાખ, તથા અબેદ-નગો નામે યહૂદીઓને બાબિલ પ્રાંતના રાજકારભારીઓ ઠરાવ્યા છે; હે રાજા, આ માણસોએ આપના હુકમનો અનાદર કર્યો છે. તેઓ આપના દેવોની ઉપાસના કરતા નથી, તેમ જ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરતા નથી.”


પછી રાજાએ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બાબિલ પ્રાંતમાં વધારે ઊંચી પદવીએ ચઢાવ્યા.


માટે મેં બાબિલના સર્વ જ્ઞાની પુરુષોને મારી હજૂરમાં લાવવાનો હુકમ કર્યો કે, તેઓ મારા સ્વપ્નનો ખુલાસો કરે.


“હે બેલ્ટશાસ્સાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે, ને કોઈ પણ ગુહ્ય વાત [સમજવામાં] તને ગભરામણ થતી નથી, માટે જે સ્વપ્ન મને આવ્યું છે તેનાં સંદર્શનો તથા તેનો ખુલાસો મને કહી બતાવ.


તમારા રાજ્યમાં એક માણસ છે, જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે; તમારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવી જ્ઞાન માલૂમ પડ્યા હતા; તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ, હા, તમારા પિતાએ તેને જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોષીઓનો અધિપતિ ઠરાવ્યો હતો;


પણ મેં તારે વિષે સાંભળ્યું છે કે, તું અર્થ કરી શકે તથા સંદેહ દૂર કરી શકે છે. હવે જો તું એ લેખ વાંચી શકશે તથા તેનો અર્થ મને સમજાવી શકશે, તો તને જાંબુડિયા રંગના વસ્ત્ર તથા તારા ગળામાં સોનાની સાંકળી પહેરાવવામાં આવશે, ને તું રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”


ત્યારે બેલ્શાસ્સારની આજ્ઞાથી તેઓએ દાનિયેલને જાંબુડિયા [રંગનાં] વસ્ત્રો પહેરાવ્યાં, તેના ગળામાં સોનાની સાંકળી પહેરાવી, ને તેને વિષે ઢંઢેરો પિટાવ્યો કે તેને રાજ્યમાં ત્રીજો અધિકારી ગણવો.


રાજાએ મોટેથી બૂમ પાડી, “મંત્રવિદ્યા જાણનારાઓને, ખાલદીઓને તથા જોષીઓને અંદર લાવો.” રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું, “જે કોઈ આ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવશે તેને જાંબુડિયા [રંગના] વસ્ત્ર તથા તેને ગળે સોનાની સાંકળી પહેરાવવામાં આવશે, ને તે રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”


પછી મને દાનિયેલને મૂર્છા આવી, ને હું કેટલાક દિવસો સુધી માંદો રહ્યો, ત્યાર પછી હું ઊઠીને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો; અને એ સંદર્શનથી હું અચંબો પામ્યો, પણ કોઈને તેની સમજણ પડી નહિ.


તો હવે તું તારે પોતાને ઠેકાણે નાસી જા. મેં તને મોટી માનની પદવીએ ચઢાવવાનું ધાર્યું હતું; પણ, જો, યહોવાએ માન [પામવા] થી તને પાછો રાખ્યો છે.”


અને ઇઝરાયલના માણસોએ કહ્યું, “આ જે માણસ આગળ આવ્યો છે તેને તમે જોયો છે? નક્કી ઇઝરાયલનો તિરસ્કાર કરવાને તે આગળ આવ્યો છે. અને એમ થશે કે જે માણસ એને મારી નાખશે તેને રાજા ઘણું દ્રવ્ય આપીને ધનવાન કરશે, ને પોતાની દીકરી તેને પરણાવશે ને તેના પિતાના ઘરને ઇઝરાયલમાં સ્વતંત્ર કરશે.”


તે દરિદ્રીઓને ધૂળમાંથી ઉઠાડે છે. ભિખારીઓને સરદારોની સાથે બેસાડવાને અને તેમને ગૌરવના રાજ્યાસનનો વારસો પમાડવાને તે તેમને ઉકરડા પરથી ઊભા કરે છે; કેમ કે પૃથ્વીના સ્તંભો યહોવાના છે, અને તે પર તેમણે જગતને સ્થાપ્યું છે.


માઓનમાં એક માણસ [રહેતો] હતો. તેની મિલકત કાર્મેલમાં હતી. તે માણસ‌ શ્રીમંત હતો. તેની પાસે ત્રણ હજાર ઘેટાં ને એક હજાર બકરાં હતાં. અને [હમણાં] તે કાર્મેલમાં પોતાનાં ઘેટાં કાતરતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan