Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 2:45 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 આપે જોયું કે પેલી શિલા પર્વતમાંથી કોઈ [માણસના] હાથ [અડક્યા] વગર કાપી કાઢવામાં આવી, ને તેણે લોઢાને, પિત્તળને, માટીને, રૂપાને તથા સોનાને ભાંગીને ચૂરેચૂરા કર્યા, તે ઉપરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે રાજાને વિદિત કર્યું છે. ચોક્કસ એ [આપનું] સ્વપ્ન છે, ને આ તેનો સાચો ખુલાસો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

45 કોઈના પણ સ્પર્શ વિના પર્વતમાંથી છૂટા પડી ગયેલા પથ્થરે પેલી લોખંડ, તાંબુ, માટી, ચાંદી, અને સોનાની મૂર્તિનો ભાંગીને ભૂક્કો કર્યો તે આપે જોયું હતું. મહાન ઈશ્વરે ભવિષ્યમાં જે બનવાનું છે તે આપ નામદારને બતાવ્યું છે. આપને આવેલું સ્વપ્ન ચોક્કસ અને તેનો અર્થ સાચો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 તમે જોયું કે, પેલો પથ્થર કોઈ માણસના હાથ અડ્યા વગર પર્વતમાંથી કાપી કાઢવામાં આવ્યો. તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા. તે પરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે તમને જણાવ્યું છે. તે સ્વપ્ન સાચું છે અને તેનો અર્થ વિશ્વસનીય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 “તમે જોયું હતું કે, કોઇનો હાથ અડ્યા વગર જ પર્વતમાંથી પથ્થર કપાઇ ને બહાર પડતો હતો અને તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા, તેનો આ અર્થ છે. આમ મહાન દેવે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે. આ જ તમારું સ્વપ્ન છે અને આ જ તેનો સાચો અર્થ છે.”

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 2:45
32 Iomraidhean Croise  

પેલી સાત સારી ગાય સાત વર્ષ છે. અને સાત સારાં કણસલાં સાત વર્ષ છે: સ્વપ્ન એક જ છે.


જે વાત મેં ફારુનને કહી તે એ છે: ઈશ્વર જે કરવાના છે તે તેમણે ફારુનને બતાવ્યું છે.


અને ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે ઈશ્વરે એ વાત નક્કી ઠરાવી છે, ને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરશે.


માટે, હે યહોવા ઈશ્વર, તમે મોટા છો; કેમ કે જે બધું અમે અમારે કાને સાંભળ્યું છે, તે પ્રમાણે તમારા જેવો કોઈ નથી, ને તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


કેમ કે યહોવા મોટા તથા ઘણા સ્તુત્ય છે; વળી સર્વ દેવો કરતાં તે ભય યોગ્ય છે.


એમને ભયભીત થયેલા જોઈને મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોએ કહ્યું, “તમારે તેઓથી બીવું નહિ. મોટા ને ભયાવહ યહોવાનું સ્મરણ કરો, અને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, સ્ત્રીઓ તથા તમારાં ઘરોને માટે લડો.”


હે અમારા ઈશ્વર, મહાન, પરાક્રમી તથા ભયાવહ ઈશ્વર, કરાર પાળનાર તથા દયા રાખનાર આશૂરના રાજાઓના વખતથી તે આજ દિન સુધી જે જે કષ્ટ અમારા પર, અમારા રાજાઓ પર, અમારા સરદારો પર, અમારા યાજકો પર, અમારા પ્રબોધકો પર, અમારા પિતૃઓ પર તથા અમારા સર્વ લોકો પર પડ્યાં છે, તે સર્વને તમે તમારી નજરમાં જૂજ ગણશો નહિ.


જો, ઈશ્વર મહાન છે, તેમને આપણે પૂરેપૂરા ઓળખી શકતા નથી; તેમનાં વર્ષોની સંખ્યા અગમ્ય છે.


કેમ કે હું જાણું છું કે યહોવા મહાન છે, આપણા પ્રભુ સર્વ દેવો કરતાં મહાન છે.


યહોવા મોટા અને બહુ જ સ્તુતિપાત્ર છે; તેમનું માહાત્મ્ય અગમ્ય છે.


તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે. તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”


આપણા ઈશ્વરના નગરમાં, તેમના પવિત્ર પર્વતમાં, યહોવા મોટા તથા ઘણા સ્તુત્ય છે.


કેમ કે યહોવા મોટા અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.


તે માટે ઈશ્વર યહોવા કહે છે, “જુઓ, સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકું છું, તે કસી જોયેલો પથ્થર, દઢ પાયાની મૂલ્યવાન કોણશિલા છે. જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહિ.


પછી આર્યોખ જેને રાજાએ બાબિલના જ્ઞાનીઓનો નાશ કરવા માટે નીમ્યો હતો, તેની હજૂરમાં દાનિયેલ ગયો. તેણે જઈને તેને આ પ્રમાણે કહ્યું:“બાબિલના જ્ઞાનીઓનો નાશ કરશો નહિ. મને રાજાની હજૂરમાં લઈ જાઓ, એટલે હું રાજા [ના સ્વપ્ન] નો ખુલાસો કરીશ.”


પણ આકાશમાં એક ઈશ્વર છે કે જે મર્મ ખોલે છે, ને હવે પછીના વખતમાં શું થવાનું છે તે તેમણે નબૂખાદનેસ્સાર રાજાને જણાવ્યું છે. આપનું સ્વપ્ન તથા આપના પલંગ પર થયેલાં આપના મગજનાં સંદર્શનો, તે આ છે:


એટલે, હે રાજાજી, હવે પછી શું થવાનું છે, તે વિષે આપને તો આપના પલંગ પર વિચાર આવ્યા; અને મર્મોના ખોલનારે ભવિષ્યમાં શું થશે તે આપને જણાવ્યું છે.


તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, ને તે સર્વકાળ ટકશે.


તે પોતાની હોશિયારીથી પોતાના ધારેલા પ્રપંચમાં ફતેહમંદ થશે. તે પોતાના મનમાં બડાઈ કરશે, ને તે ઘણાઓનો [તેઓની] અસાવધ સ્થિતિમાં નાશ કરશે. તે સરદારોના સરદારની સામે પણ બાથ ભીડશે; પણ [કોઈ મનુષ્ય] હાથ વગર તેનો નાશ થશે.


હું રાજ્યાસનો ઊંધા વાળીશ, ને હું સર્વ પ્રજાઓનાં રાજ્યોના બળનો નાશ કરીશ. હું રથોને તથા તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાખીશ. અને ઘોડાઓ તથા તેઓના સવારો દરેક પોતપોતાના ભાઈની તરવારથી ધરણી પર ઢળી પડશે.


તે દિવસે હું યરુશાલેમ સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ; જે તેનો ભાર પોતાના પર લેશે તેઓ સર્વ સખત રીતે ઘાયલ થશે; અને પૃથ્વીની સર્વ પ્રજાઓ યરુશાલેમની વિરુદ્ધ એકત્ર થશે.


કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ [બાળવામાં] તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે.” કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે.”


ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું પણ તમને એક સવાલ પૂછીશ, તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.


ફરોશીઓએ તેમને પૂછ્યું, “ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે?” ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “ઈશ્વરનું રાજ્ય દશ્ય રીતે નથી આવતું.


કેમ કે યહોવા તમારા ઈશ્વર તે તો દેવોના ઈશ્વર તથા ધણીઓના ધણી, મોટા, પરાક્રમી તથા ભયાનક પરમેશ્વર છે. તે કોઈની આંખની શરમ રાખતા નથી, તેમ લાંચ પણ લેતા નથી.


તેં જે જે જોયું છે, અને જે જે છે, અને હવે પછી જે જે થશે, તે સર્વ લખ.


પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો. તેણે અંતરિક્ષમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે સાદે હાંક મારી, “તમે આવો, અને ઈશ્વરના મોટા જમણને માટે એકત્ર થાઓ;


એ બનાવો બન્યા પછી મેં જોયું, તો જુઓ, આકાશમાં એક દ્વાર ઊઘડેલું હતું! અને જે પહેલી વાણી મેં સાંભળી તે રણશિંગડાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવાનું જ છે તે હું તને બતાવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan