Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 12:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઊઠશે, કેટલાક અનંતજીવનમાં [દાખલ થશે] અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કારપાત્ર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 મરી ગયેલાઓમાંના ઘણા સજીવન થશે. કેટલાક સાર્વકાલિક જીવનનો અનુભવ માણશે, તો બીજા કેટલાક સાર્વકાલિક લજ્જા ભોગવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જેઓ પૃથ્વીની ધૂળમાં સૂઈ ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને અનંતજીવન મળશે, કેટલાક અનંતકાળ સુધી શરમિંદા તથા તિરસ્કારપાત્ર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જેઓ ધરતીની ધૂળમાં પોઢી ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને શાશ્વત જીવન મળશે અને કેટલાકને અનંતકાળ સુધી શરમ અને તિરસ્કારના ભોગ બનવું પડશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 12:2
19 Iomraidhean Croise  

માણસ પોતાના જ્ઞાન પ્રમાણે વખાણ પામશે; પણ જે ભ્રષ્ટ અંત:કરણનો છે તે તુચ્છ ગણાશે.


તમારાં મરેલાં જીવશે; તેમનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો; કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.


તેઓ બહાર નીકળીને જે માણસોએ મારો અપરાધ કર્યો હતો, તેઓનાં મુડદાં જોશે, કેમ કે તેઓનો કીડો મરનાર નથી, ને તેઓનો અગ્નિ હોલવાશે નહિ; અને તેઓ સર્વ માનસજાતને ધિક્કારપાત્ર થઈ પડશે.”


પણ યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે. તેથી જેઓ મારી પાછળ પડે છે તેઓ ઠોકરલ ખાઈને પડશે, તેઓ ફતેહ પામશે નહિ. તેઓ અતિશય લજ્જિત થશે, કેમ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી. તેઓનું અપમાન કાયમ રહેશે, તે કદી ભુલાશે નહિ.


એ માટે પ્રબોધ કરીને તેમને કહે, પ્રભુ યહોવા કહે છે કે, હે મારા લોકો, જુઓ, હું તમારી કબરો ઉઘાડીશ ને તમને તમારી કબરોમાંથી ઉઠાડીને બહાર લાવીશ, અને હું તમને ઇઝરાયલના દેશોમાં પાછા લાવીશ.


હું મૂલ્ય આપીને તેઓને શેઓલના હાથમાંથી છોડાવી લઈશ; હું તેઓને મોતના પંજામાંથી છોડાવીશ. અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? પશ્ચાત્તાપ મારી આંખોથી ગુપ્ત રહેશે.


અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં [જશે].”


ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે, એવી જેમ તેઓ પોતે આશા રાખે છે, તેમ હું પણ ઈશ્વર વિષે આશા રાખું છું.


તેણે ઘૂંટણે પડીને મોટા અવાજે કહ્યું, “ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂકો.” એમ કહીને તે ઊંઘી ગયો.


શું કુંભારને એકનાએક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી?


કેમ કે ઈસુ મરણ પામ્યા ને પાછા ઊઠયા એવો જો આપણે વિશ્ચાસ કરીએ છીએ, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલાં છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.


પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને, ઈશ્વરની સમક્ષ ઊભાં રહેલાં જોયાં. અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને એક બીજું પુસ્તક જે જીવનનું [પુસ્તક] છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂએલાંઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan