Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 એક પરાક્રમી રાજા ઊભો થશે, તે મહા પ્રતાપથી રાજ ચલાવશે, ને પોતાની મરજી પ્રમાણે કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 “ત્યાર પછી એક શક્તિશાળી રાજા ઊભો થશે તે મોટા સામ્રાજ્ય પર રાજ કરશે અને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 એક શક્તિશાળી રાજા ઊભો થશે તે મહા પ્રતાપથી રાજ્ય ઉપર સત્તા ભોગવશે અને પોતાની ઇચ્છા પ્રમાણે કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ત્યારપછી ગ્રીસમાં એક શકિતશાળી રાજા ઊભો થશે. તે વિશાળ રાજ્ય ઉપર સત્તા ભોગવશે અને પોતાની ઇચ્છામાં આવે તેમ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:3
10 Iomraidhean Croise  

પણ તેની સામે આવનાર પોતાની મરજી પ્રમાણે કરશે, ને તેની સામે કોઈ ટકશે નહિ. અને તે એ રળિયામણા દેશમાં ઊભો રહેશે, ને તે તેના હાથમાં આવશે.


રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. તે ગર્વ કરશે ને તે પોતાને દરેક દેવ કરતાં મોટો ગણશે, ને દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે; અને ક્રોધ પૂરો થતાં સુધી તે આબાદ થશે, કેમ કે જે નિર્માણ થયેલું છે તે પૂરું કરવામાં આવશે.


પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કંઈ જ વિસાતમાં નથી. તે આકાશના સૈન્યમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે; કોઈ તેમનો હાથ અટકાવી શકતો નથી, અથવા તમે શું કરો છો, એવું કોઈ તેમને કહી શકતો નથી.


અને જે મહત્તા ઈશ્વરે તેમને આપી હતી તેના પ્રતાપથી સર્વ લોકો, પ્રજાઓ તથા [સર્વ] ભાષાઓ [બોલનાર માણસો] તેમનાથી ધ્રૂજતા તથા બીતા હતા : તે ચાહતા તેને મારી નાખતા, ને ચાહતા તેને જીવતદાન આપતા; તે ચાહતા તેને ઊંચે ચઢાવતા, ને ચાહતા તેને નીચે પાડતા.


ત્યાર પછી હું જોતો હતો એટલમામાં બીજું એક જાનવર ચિત્તાના જેવું દેખાયું, તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી, વળી તે જાનવરને ચાર માથાં હતાં, અને તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો.


રૂઆંવાળો બકરો યાવાન એટલે ગ્રીસનો રાજા છે; તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તો પહેલો રાજા છે.


જેમનામાં આપણે તેમનો વારસો નિમાયા અને જે પોતાની ઇચ્છાના સંકલ્પ પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી નિર્મિત થયા હતાં,


તેઓની સાથે ઈશ્વર પણ ચિહ્નોથી, અદભુત કૃત્યોથી, અનેક પ્રકારના ચમત્કારોથી તથા પોતાની ઇચ્છા પ્રમાણે પવિત્ર આત્માએ આપેલાં દાનથી સાક્ષી આપતા રહ્યા.


તેમણે પોતાની ઇચ્છાથી સત્યના વચનદ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમનાં ઉત્પન્‍ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.


Lean sinn:

Sanasan


Sanasan