Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તે નિર્ભય વખતમાં પ્રાંતના સૌથી વધારે ફળદ્રુપ પ્રદેશો પર ચઢી આવશે; અને જે તેના પૂર્વજોએ તથા તેના પૂર્વજોના પૂર્વજોએ કર્યું નહોતું તે તે કરશે. તે તેઓમાં લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે; અને કેટલાક વખત સુધી તે કિલ્લાઓની વિરુદ્ધ પોતાની યોજના યોજશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તે સમૃદ્ધ પ્રદેશ પર ઓચિંતો હુમલો કરશે અને તેના પૂર્વજોમાંના કોઈએ ન કર્યાં હોય એવાં કામ કરશે. યુદ્ધમાં મેળવેલી લૂંટ અને મિલક્ત તે પોતાના સાથીઓને વહેંચી આપશે. તે કિલ્લાઓ પર ચઢાઈ કરવાની યોજનાઓ ઘડી કાઢશે, પણ તેનો સમય જલદી પૂરો થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તે પ્રાંતના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઈ કરશે, તેના પિતૃઓએ કે તેના પિતૃઓના પિતૃઓએ કદી કર્યું નહોતું તેવું તે કરશે; તે તેઓ મધ્યે લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે. તે થોડા સમય માટે જ કિલ્લેબંદીવાળા નગરો પર ચઢાઈ કરવાની યોજના કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “‘તે શાંતિના સમયમાં તે પ્રદેશના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઇ કરશે અને તેના પિતૃઓએ કદી કર્યું નહોતું એવું તે કરશે; તે ધનવાનોનું ધન અને સંપતિ લઇ જશે અને તેના પોતાના સાથીઓમાં વહેંચી દેશે. તે કિલ્લેબંદીવાળા નગરો ઉપર ચઢાઇ કરવાની યોજના કરશે પણ તે થોડા સમય માટે જ.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:24
11 Iomraidhean Croise  

તેઓએ કિલ્લાવાળાં શહેરો તથા રસાળ ભૂમી લઈ લીધાં. સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ધરો, ખોદેલા કૂવા, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ, તથા પુષ્કળ ફળઝાડો તેઓના કબજામાં આવ્યાં. આ સર્વ સમૃદ્ધિથી તેઓ તૃપ્ત થયા, ને તમારી મોટી કૃપાથી આનંદ પામ્યા.


જેને બક્ષિસ મળે છે, તેની નજરમાં તે મૂલ્યવાન મણિ જેવી છે; જ્યાં જ્યાં તે જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે


ઉદાર માણસની મહેરબાની માટે ઘણા માણસો કાલાવાલા કરશે; અને દરેક માણસ દાતારનો મિત્ર થવા ચાહે છે.


કેમ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે! તે તને કહે છે, “ખાઓ, પીઓ;” પરંતુ તેનું મન તારા પ્રત્યે નથી.


હું તેમને સારા બીડમાં ચરાવીશ, ને ઇઝરાયલના ઊંચા પર્વતો પર તેમનો વાડો થશે. ત્યાં તેઓ ઉત્તમ વાડામાં સૂઈ રહેશે, ને ઇઝરાયલના પર્વતો પર તેઓ કસદાર ચારાવાળા બીડમાં ચરશે.


પ્રભુ યહોવા કહે છે કે, તે દિવસે તારા મનમાં કેટલીક વાતો ના વિચાર આવશે, ને તું દુષ્ટ યોજના તજીને


તેની સાથે સંપ કર્યા પછી તે કપટ કરશે; કેમ કે તે ચઢી આવશે, ને તેની પ્રજા નાની છતાં તે બળવાન થશે.


તે પરાત્પરની વિરુદ્ધ [મોટી મોટી] વાતો બોલશે, ને પરાત્પરના પવિત્રોને કાયર કરશે. અને તે [ધાર્મિક ઉત્સવોના] દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવશે.


અને જમીન કેવી છે, તે કસવાળી છે કે કસ વગરની, તેમાં વૃક્ષો છે કે નહિ [તે જુઓ]. અને તમે હિમ્મત પકડો, ને તે દેશનું કંઈ ફળ લેતા આવજો.” હવે તે વખત તો પહેલી દ્રાક્ષો પાકવાનો વખત હતો.


ત્યારે ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું, “તમે તમારા મનમાં શા માટે ભૂંડા વિચાર કરો છો?


પછી તેઓએ બાલ-બરીથના મંદિરમાંથી તેને સિત્તેર રૂપિયા આપ્યા, ને અબીમેલેખે તે વડે પોતાની સરદારી નીચે રહેવા માટે હલકા તથા કપટી લોકોને નોકરીમાં રાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan