Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેની આગળથી લોકો રેલના [જેવા] બળથી ઘસડાઈ જશે, ને ખેદાનમેદાન થશે, હા, તેના કરારમાં દાખલ થયેલો સરદાર પણ [નાશ પામશે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 તેનો વિરોધ કરનારાઓના સૈન્યને તે પૂરની જેમ હડસેલી કાઢશે અને તેનો સંહાર કરશે. અરે, કરારનો અધિપતિ પણ નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેની આગળથી મોટું સૈન્ય પૂરના પાણીની જેમ તણાઈ જશે. કરારમાં દાખલ થયેલા સૈન્ય તથા આગેવાન પણ નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પૂરના પાણીની જેમ, તે તેની આગળ આવતાં સૈન્યોને પાછા તાણી જશે, અને તેમનો સંહાર કરશે, કરારના લોકોનો નેતા પણ નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:22
11 Iomraidhean Croise  

કેમ કે તમે કહ્યું છે, “અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે, અને શેઓલની સાથે સંપ કર્યો છે; જ્યારે સંકટ ઊભરાઈને [દેશમાં થઈને] પાર જશે, ત્યારે તે અમારા પર આવવાનું નથી; કેમ કે અમે જૂઠાણાનું શરણું લીધું છે, અને અસત્યતાનો આશ્રય લીધો છે.”


તેના દીકરાઓ યુદ્ધ કરશે, ને મોટાં સૈન્યો ભેગાં કરશે, ને તેમાંનો એક ઘસી આવશે, ને રેલની જેમ ફરી વળીને દેશને આ છેડેથી પેલે છેડે જશે. અને તે પાછો આવીને છેક ઼તેના કિલ્લા સુધી યુદ્ધ કરશે.


તેની સાથે સંપ કર્યા પછી તે કપટ કરશે; કેમ કે તે ચઢી આવશે, ને તેની પ્રજા નાની છતાં તે બળવાન થશે.


તે પોતાની હોશિયારીથી પોતાના ધારેલા પ્રપંચમાં ફતેહમંદ થશે. તે પોતાના મનમાં બડાઈ કરશે, ને તે ઘણાઓનો [તેઓની] અસાવધ સ્થિતિમાં નાશ કરશે. તે સરદારોના સરદારની સામે પણ બાથ ભીડશે; પણ [કોઈ મનુષ્ય] હાથ વગર તેનો નાશ થશે.


એ બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્ત [સરદાર] કાપી નંખાશે, ને તેનું કંઈ પણ રહેશે નહિ. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે; અને તેનો અંત રેલથી આવશે, ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. [તેની] પાયમાલી નિર્માણ થયેલી છે.


શું એને લીધે દેશ ધ્રૂજશે નહિ, ને તેમાં રહેનાર દરેક જન શોક નહિ કરશે? હા, તે તમામ નદીની રેલની જેમ ચઢી આવશે; અને તે ખળભળીને મિસરની નદીની જેમ પાછો ઊતરી જશે.


કેમ કે પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા, તે એ છે કે જે ભૂમિને અડકે છે એટલે તે પીગળી જાય છે. ને તેના સર્વ રહેવાસીઓ શોક કરશે; અને તે તમામ નદીની જેમ ચઢી આવશે; અને મિસરની નદીની જેમ પાછું ઊતરી જશે.


પણ ફરી વળતી રેલથી પોતાના શત્રુઓના સ્થાનનો તે સંપૂર્ણ અંત લાવશે. ને તેઓ અંધકારમાં આવી પડે ત્યાં સુધી તે તેઓની પાછળ પડશે.


Lean sinn:

Sanasan


Sanasan